Posts

81. 'હું' સમાવેશ છે

Image
  ગીતામાં , અર્જુન અને શ્રીકૃષ્ણ બંને ‘હું’ અને ‘મને’ શબ્દોનો પ્રયોગ કરે છે પરંતુ બંનેના   ઉપયોગના અર્થ અને સંદર્ભ જુદા-જુદા છે. અર્જુનનો જે ' હું ' છે તેમાં તેનું ભૌતિક શરીર , સંપત્તિ, લાગણીઓ અને માન્યતાઓ છે જે તેના ૫રિવાર , મિત્રો અને સગા-સબંધીઓ પૂરતી જ મર્યાદિત છે. આ૫ણી સ્થિતિ ૫ણ અર્જુન કરતાં જરા ૫ણ ભિન્ન નથી. આ૫ણે ૫ણ મૂળભૂત રીતે અમુક વસ્તુઓને સવિશેષ રૂપે આ૫ણી ગણીએ છીએ જ્યારે બાકીની વસ્તુઓને નહીં. જ્યારે શ્રીકૃષ્ણ ' હું ' કહે છે ત્યારે તે સર્વ સમાવેશી છે , તેમાં બધા જ ભિન્ન-ભિન્ન દ્વંદ્વો અને વિરોધાભાસો જે આપણી મર્યાદિત ઇંદ્રિયો દ્વારા સર્જાય છે એ સર્વ કંઈ તેમાં સમાઇ જાય છે. શ્રીકૃષ્ણ એ જ પરિપ્રેક્ષ્યમાં ગીતામાં બીજે પણ કહે છે કે , '' હું મૃત્યુ છું અને હું જ જન્મ. ''   શ્રીકૃષ્ણ જો મહાસાગર છે તો આ૫ણે અહંકાર રૂપી આ૫ણા વ્યક્તિગત અસ્તિત્વ તરીકે તો આ મહાસાગર માં ટીપાં સમાન છીએ. જ્યારે એ ટીપું પોતાનું ભ્રમિત વ્યક્તિગત અસ્તિત્વ નો ત્યાગ કરી આ મહાસાગરમાં મળી જાશે ત્યારે તે પણ મહાસાગર બની જાય છે. શ્રીકૃષ્ણ એ બાબત તરફનો ઈશારો કરે છે જ્યારે તેઓ કહે છે કે , ...

80. માયાની અભિવ્યક્તિ

Image
  જે રીતે ફરતા ચક્રને ફરતું રાખવા માટે એક સ્થિર ધરી ની જરૂર પડે છે , તેવી જ રીતે આ સતત પરિવર્તનશીલ એવા દ્રશ્યમાન જગતને તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક શાંત , અપ્રગટ અને અપરિવર્તનશીલ તત્ત્વની જરૂર પડે છે. આપણી જેમ અર્જુન પણ દ્રશ્યમાન એવા માનવ શરીરની કક્ષાએ હોવાથી પોતાના પરિવાર જનોના મૃત્યુની ચિંતા કરે છે. પરમાત્મા રૂપી શ્રીકૃષ્ણ કે જે અત્યારે દ્રશ્યમાન સ્વરૂપમાં છે તેઓ સમજાવે છે કે શા માટે અને કેવી રીતે અવ્યક્ત તત્ત્વને પ્રગટ રૂપ લેવાની જરૂર પડે છે. તેઓ કહે છે , “ હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ , તેમજ બધાંય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું” ( 4.6). માયા કે જે એક વિચાર જ છે તેના દ્વારા અવ્યક્ત પ્રગટ થાય છે જેવી રીતે પરમાત્મા પ્રગટ થાય છે.   આમાં તફાવત માત્ર એટલો જ રહે છે કે તેમની ચેતનાની કક્ષા , ઇચ્છાઓ અને કરુણાનું સ્તર જુદું હોય છે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , "જ્યાં અને જયારે ધર્મનું પતન   થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરું છું (4.7). ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો...

79. સમયથી ૫ર

Image
  શ્રીમદ્ ભગવદ્ ગીતા ને સમજવા માટે આપણે એ બાબતની જાગૃતિ કેળવવી જરૂરી છે કે તેમાં બે કક્ષાઓ નું સુસંગત મિશ્રણ જોવા મળે છે. શ્રી કૃષ્ણ ક્યારેક તેમાં અર્જુનના મિત્ર અને માર્ગદર્શક તરીકે મનુષ્યનાં જીવનમાં બનતી રોજ-બરોજની બાબતો સમજાવે છે, અને ક્યારેક તેઓ પરમાત્મા (ઇશ્વર) તરીકે રજૂ થાય છે અને એ સ્થિતિમાં તેઓ કહે છે કે મેં આ અવિનાશી યોગ વિવસ્વત ને આપ્યો હતો (4.1). જે ત્યાર પછી રાજ ઋષિઓને કહેવાયો અને કાળ ક્રમે એ યોગ લુપ્ત પામ્યો (4.2). વિવસ્વત એટલે સૂર્ય ભગવાન જે અહીં પ્રકાશનું રૂપક સૂચવે છે અને કૃષ્ણ એ વાત સૂચવે છે કે    તેઓ પ્રકાશનાં અસ્તિત્વની પહેલા પણ હતા. વૈજ્ઞાનિક રીતે પણ એ બાબત આજે સર્વસ્વીકૃત છે કે આ બ્રહ્માંડ પ્રકાશથી શરૂ થયું હતું અને બધા જ પદાર્થો તેમાંથી ઉત્પન્ન થયા. શ્રી કૃષ્ણ જે રાજ ઋષિઓની જ વાત કરે છે ; તેઓ બીજું કોઈ જ નહીં પરંતુ જુદા - જુદા સમયાંતરે થયેલા બુદ્ધ પુરુષોની વાત કરે છે. આ જ્ઞાન લુપ્ત થઈ ગયુ કારણ કે સમય જતાં તે અનુભવની કક્ષાએ રહેવા કરતાં કર્મકાંડની કક્ષાએ આવી ગયું ; તેમાં અભ્યાસ ઓછો અને મૌખિક વાતો વધી ગઈ અને તેમાંથી અનેક ધર્મો અને સંપ્રદાયો આક...

78. ઇચ્છાની શક્તિ

Image
  ઇચ્છાથી મોહિત થયેલા એવા તુલસીદાસ પોતાની નવપરિણીતા પત્નીને મળવા આતુર હતા.   રાત દરમિયાન નદી પાર કરતી વખતે એક શબ ને લાકડું માની લીધું ; સાપને દોરડું સમજી તેનો ઉ૫યોગ કરીને દિવાલ ૫ર ચડીને જ્યારે તેની પત્નીને મળ્યા જ્યારે તેમની પત્ની એ તેમની મશ્કરી કરતાં કહ્યું કે આટલી ઇચ્છા તેમણે ભગવાન રામને મેળવવા કરી હોત તો સારું થાત. તે ક્ષણે જ તેમનામાં પરિવર્તન થયું અને આગળ જતાં તેમણે રામચરિતમાનસની રચના કરી. તુલસીદાસજીની આ કથા દ્વારા આપણે શ્રી કૃષ્ણની સલાહ કે જેમાં તેઓ ઇંદ્રિયોને નિયંત્રણમાં લાવીને ઇચ્છાનો નાશ કરવાની વાત કરે છે (3.41) એ વધારે સરળતાથી સમજાઇ જાય છે. ઇચ્છાનાં બે પાસાં છે. પહેલું છે કે જે હિંમત ની શક્તિ , દ્રઢતા અને જુસ્સો જે આપણી અંદર ઉત્પન્ન થાય છે અને બીજું છે તેની દિશા. જો આ ઉર્જા બહારની દિશા તરફ વહે તો તે ઇંદ્રિયજન્ય ભોગ અને પદાર્થો મેળવવામાં છિન્નભિન્ન થઈ જાય. જ્યારે કૃષ્ણ આપણને ઇચ્છાઓનો નાશ કરવાનું કહે છે ત્યારે તેઓ એમ નથી કહેતા કે આપણે ઇચ્છાઓમાંથી બનતી ઉર્જા નો નાશ કરીએ તેના બદલે તેઓ માત્ર તુલસીદાસની જેમ તેને અંદરની બાજુ વાળવાનું કહે છે. જે રીતે કોઇ ઉ૫ગ્રહને પોતાની...

77. અરિસાની જેમ સાક્ષી ભાવ કેળવો

Image
  શ્રીકૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે , " જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે , તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે" (3.38-3.39). અગાઉ શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે ગુણો આપણને સંમોહિત કરવાની ક્ષમતા ધરાવે છે.   રજોગુણમાંથી ઉત્પન્ન થતી ઇચ્છા પણ આ જ કરે છે. તેઓ આગળ વિસ્તાર પૂર્વક જણાવે છે કે , “ ઇન્દ્રિયો , મન અને બુદ્ધિ - એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે ; આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે ” ( 3.40 ). સાક્ષીભાવ નું શ્રેષ્ઠ ઉદાહરણ એક દર્પણ છે. તેનું જ્ઞાન એટલું જ કે સામે આવેલ વ્યક્તિ કે પરિસ્થિતિ ને કોઈપણ વર્ગીકરણ કર્યા વગર પરાવર્તિત કરે. એમ કરતી વખતે નથી તેના પર કોઈ ભૂતકાળનો ભાર હોતો કે નથી હોતી ભવિષ્યની અપેક્ષાઓ અને તેથી જ તે સદાય વર્તમાનમાં જ હોય છે. તેની અસરકારકતા ત્યારે જ ઘટે છે કે જ્યારે તેના આ જ્ઞાન પર ધૂળનું આવરણ આવી જાય છે. રૂપકની દ્રષ્ટિએ જોઈએ તો આ દર્પણ એ આપણો મૂળભૂત સ્વભાવ છે અને ત...

76. વાસનાથી સાવધ રહો

Image
  અર્જુન પૂછે છે કે , " તો પછી આ માણસ પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ” (3.36)? જ્યારે વ્યક્તિ માં જાગૃતિ નું પહેલું કિરણ પ્રવેશે છે ત્યારે તેને આ સર્વ સામાન્ય પ્રશ્ન થાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે , " રજોગુણમાંથી ઉદ્દભવેલો આ કામ જ ક્રોધ છે , આ ઘણું ખાનારો એટલે કે ભો ગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે , આને જ તું આ બાબતામાં વેરી જાણ" (3.37). કર્મ પ્રત્યેની આસક્તિ એ રજોગુણની નિશાની છે અને તે ઇચ્છાને કારણે જ ઉદ્દભવે છે. જે રીતે ગાડીમાં તેની ગતિ રજોગુણ ને કારણે ઉદ્ભવે છે અને એક્સિલરેટર એ તો માત્ર તેને પામવાનું સાધન છે. એ જ રીતે ધીમું પડવું તે તમસ નો સ્વભાવ છે અને તેને માટે નું સાધન બ્રેક છે. વાહન ચાલક એ સત્વગુણ નું પ્રતિનિધિત્વ કરે છે જે સરળ અને સલામત સવારી માટે એક્સિલરેટર અને બ્રેક બંનેનું સંતુલન કરે છે. સ્પીડોમિટર એ જાગૃતિ માપન નું સાધન છે. જો સંતુલન ગુમાવી દેવાય તો અકસ્માત થવો સહજ છે.   ભોગ વાસના એ પણ આપણા જીવનમાં સંતુલન નો અભાવ જ છે જેમાં આપણે માત્ર ક્ષણભંગુર સુખ મેળવવા માટે ,   કોઈ વસ્તુ કે વ્યક્તિ ને પ્રાપ્ત કરવા માટે...

75. ધર્મ એક જ છે

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " સારી રીતે આચરવામાં આવેલા પરધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ સ્વધર્મ ઘણો ચઢિયાતો છે , સ્વધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે , જયારે પરધર્મ તો ભયપ્રદ છે" (3.35). આ શ્લોકની જટિલતા આપણા મનમાં સ્પષ્ટતા કરતાં શંકા વધારે જન્માવે છે. એક દ્રષ્ટિએ જોવા જતાં આ શ્લોક કુરુક્ષેત્રના યુદ્ધમાં પૂરે પૂરો અર્જુનને જ લાગુ પડે છે. અર્જુન એ યુદ્ધની ક્ષણ સુધી ક્ષત્રિય ધર્મનું પાલન કરતો હતો અને અચાનક જ પછીની ક્ષણે સંત બની જવાની ઇચ્છા રાખે છે. આ પ્રકારનું પરિવર્તન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને શ્રી કૃષ્ણ આ શ્લોકમાં એ જ કહેવા માંગે છે. જયારે ધર્મ કે વાસ્તવિકતા એક જ છે ત્યારે આપણે તેને જુદી-જુદી રીતે સમજીએ છીએ જેમ પેલી વાર્તાના પાંચ અંધ વ્યક્તિઓ તેમના સ્પર્શ દ્વારા એક જ હાથી ને જુદી-જુદી રીતે જુએ છે. જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે તો એ તેની વાસ્તવિકતા અથવા તો સ્વધર્મ છે. આ શ્લોક આગળ સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે છે તેણે તેને પગ અથવા પૂંછડી તરીકે સમજનાર લોકોના સુંદર રીતે પ્રસ્તુત વર્ણનને અપનાવવાનો પ્રયાસ કરવાને બદલે તેના પોતાના જ માર્ગને અન...