Posts

Showing posts from December, 2024

47. ભ્રમ થી બચો

Image
  આપણા રોજબરોજના સામાન્ય જીવનમાં જ્યારે આપણે સમાચાર , દર્શનશાસ્ત્ર , અન્ય લોકોના અનુભવો કે માન્યતાઓ બાબતે વિરોધાભાસી અભિપ્રાયો સાંભળીયે છીએ ત્યારે આપણે ખૂબ જ મુંઝવણ અનુભવીએ છીએ. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે આપણી બુદ્ધિ વિવિધ વિચારો સાંભળવા છતાં નિશ્ચલ અને સમાધિ અવસ્થા માં સ્થિર થાય ત્યારે આપણે યોગની સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ (2.53). આને સમજવા માટેનું શ્રેષ્ઠ રૂપક એક વૃક્ષ હોઈ શકે જે નો ઉપરનો ભાગ દૃશ્યમાન છે જ્યારે નીચેનો મૂળવાળો ભાગ અદ્રશ્ય છે. આ ઉપરના ભાગ પર જુદી-જુદી તીવ્રતાના પવનોની અસર થાય છે જ્યારે નીચેના મૂળિયાં ના ભાગ ૫ર આની કોઈ જ અસર પડતી નથી. ઉપરનો ભાગ બહાર ના પરિબળોને લીધે સતત હલનચલન કરતો રહે છે જ્યારે નીચેનો ભાગ સમાધિમાં નિશ્ચલ રહીને પોતાની સ્થિરતા અને પોષણ આપવાની ફરજ બજાવતો જ રહે છે. એક વૃક્ષને માટે આ એક યોગ જ છે જેમાં તેનો બહારનો ભાગ સતત ચલિત થતો રહે છે ક્યારે અંદરનો ભાગ નિશ્ચલ રહે છે. આપણી અજ્ઞાનતાની કક્ષાએ આપણી બુદ્ધિ બહારના ઉત્તેજનાને લીધે પોતાની રીતે જ સતત કંપિત રહે છે. આ કંપનો બહારની દુનિયામાં પણ ગુસ્સા અને ત્વરિત પ્રતિક્રિયા રૂપે દેખાઈ જાય છે. આને લીધે વ્યક્તિના...

46. શું આ૫ણું છે અને શું નથી

Image
  શ્રીકૃષ્ણ કહે છે , " જયારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે , તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય ( નિર્વેદં) પામીશ" (2.52). આનો અર્થ એ થાય છે કે આપણે જ્યારે મોહ પર વિજય મેળવી લઈએ છે ત્યારે આપણી ઇંદ્રિયોમાંથી આવતા સ્પંદનો આપણા પર અસર કરી શકતા નથી. અહીં શ્રીકૃષ્ણ સાંભળવું ને એક રૂપક તરીકે પ્રયોજે છે કારણ કે આપણે સામાન્ય રીતે અવારનવાર અન્ય લોકો દ્વારા બોલાયેલા શબ્દો પછી તે પ્રશંસા હોય કે નિંદા , ગપશપ હોય કે અફવા તેનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ. યોગ્ય શબ્દોના અભાવ ને લીધે અહંકાર ની જેમ મોહનું વર્ણન કરવું મુશ્કેલ છે. મૂળ તો તે શું આપણું છે અને શું આપણું નથી એ બે બાબતો વચ્ચેનો ભેદ પારખવાની અક્ષમતા છે. એ વર્તમાન અને ભવિષ્યના ભૌતિક પદાર્થો કે લાગણીઓ ૫રનો માલિકી ભાવ છે. જ્યારે આપણે જે આપણું નથી તેને વળગી રહીએ છીએ ત્યારે જે ખરેખર આપણું છે – એ ‘દેહી કે આત્મા’ વિશે આપણને કશી ખબર જ પડતી નથી. આ સ્થિતિને શ્રીકૃષ્ણ ‘ કલિલમ્’ એટલે કે આધ્યાત્મિક અંધકાર કહે છે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે જ્યારે આપણે આ અંધકાર પર નિયંત્રણ મે...

45. જન્મ અને મૃત્યુના ભ્રમિત બંધનો

Image
  શ્રીકૃષ્ણ કહે છે , " સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઇ નિર્વિકાર પરમ પદને પામે છે" (2.51). ઘણા સમય સુધી સમસ્ત મનુષ્ય જાતિ એમ જ માનતી હતી કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય તેની આસપાસ ફરે છે અને પછીથી એ જાણવા મળ્યું કે વાસ્તવમાં તો પૃથ્વી જ સૂર્યની આસપાસ ફરે છે. અંતે આપણી સમજણ અસ્તિત્વના સત્યને ગ્રહણ કરી શકી અને આપણને સમજાય કે આપણી સત્ય વિશેની આ ગેરસમજણ આપણી ઇંદ્રિયજન્ય મર્યાદાઓ માંથી ઉદ્ભવેલી ભ્રમણાઓ ને લીધે હતી. જન્મ અને મૃત્યુ વિશે પણ આપણે કંઈક આવી જ ભ્રમણામાં છીએ. શ્રીકૃષ્ણ ગીતાની શરૂઆતમાં જ દેહી એટલે કે આત્મા બાબતે સમજાવે છે કે જે સર્વવ્યાપક , અજન્મા, શાશ્વત, નિત્ય અને પુરાતન છે ( 2.20 ). તેઓ આગળ કહે છે કે જે રીતે આપણે જીર્ણ વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ એ જ રીતે આત્મા ભૌતિક શરીર બદલે છે ( 2.22 ). તેથી જ્યારે તેઓ એમ કહે છે કે સમત્વ બુદ્ધિ યુક્ત વ્યક્તિ જન્મનાં બંધનોથી મુક્ત થાય છે ત્યારે તેનો અર્થ એ થયો કે એ વ્યક્તિએ દેહી કે આત્મા વિશેના અસ્તિત્વના સત્યની સાથે હવે પોતાની જાતને એકરૂપ કરી દીધી છે. આ એના જે...

44. સંતુલિત નિર્ણય પ્રક્રિયા

Image
  આપણે આપણા પોતાના માટે , આપણા પરિવારને માટે કે સમાજને માટે વિવિધ પરિબળોને આધારે અનેક નિર્ણયો લેતા હોઇએ છીએ. જ્યારે શ્રીકૃષ્ણ આપણને કહે છે કે ‘ યોગ: કર્મસુ કૌશલમ ’ અર્થાત્ દરેક કર્મ/ક્રિયા સમત્વના યોગમાં સુમેળભરી છે ( 2.50 ) ત્યારે તેઓ આપણી નિર્ણય પ્રક્રિયાને એક જુદા જ સ્તર પર લઇ જવાનો ઉપદેશ આપે છે. જેમ એક પુષ્પમાંથી સૌંદર્ય અને સુવાસ સહજ રીતે પ્રસરે છે એ જ રીતે કર્તાપણું અને અહંકાર ત્યજી દેવાથી આપણામાં સંવાદિતા સહજ ઉદ્ભવે છે. એક કર્તા તરીકે આપણા દરેક નિર્ણયો પોતાના કે પોતાના પરિવાર માટે સુખ પ્રાપ્ત કરવા અને દુઃખને ટાળવા માટે ના જ હોય છે. જ્યારે આપણે આપણી જીવનયાત્રાને એક જુદી જ કક્ષાએ લઈ જવી હોય ત્યારે અને ખાસ કરીને આપણે જ્યારે કોઈ સંસ્થા કે સમાજ માટે પણ જવાબદાર હોઇએ ત્યારે ત્યાં આપણે કર્તા હોવા છતાં પણ આપણા નિર્ણયો સંતુલિત હોવા જોઈએ. અહીં શ્રીકૃષ્ણ એ ચરમ કક્ષાની વાત કરે છે કે જ્યાં કર્તાપણ નો જ ત્યાગ કરી દેવાયો હોય અને ત્યારે આ પ્રકારના વ્યક્તિમાંથી જે કંઈ પણ પ્રાપ્ત થાય તે સંવાદિતા યુક્ત જ હોય. આ પ્રકારના લોકોને માટે સર્વત્ર વ્યાપ્ત એવું ચૈતન્ય તત્ત્વ સ્વયં જ કર્તા બની જત...

43. તટસ્થ રહેવું

Image
  આપણું જીવન આપણા કે અન્યના કર્મો ને સારા કે ખરાબ એવું વિભાજન કરવાની આસપાસ જ સતત ફર્યા કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે બુદ્ધિ યુક્ત થયો છે તે સારા અને ખરાબ બંને કર્મોનો ત્યાગ કરે છે ( 2.50 ) ,   તેનો અર્થ એ થયો કે જ્યારે આપણે યોગ યુક્ત થઈએ છીએ એટલે કે સમત્વ અને મધ્યમાં રહેવાનું કેળવીએ છીએ ત્યારે વિભાજન સમાપ્ત થઈ જાય છે . આપણા મન પર આપણી કુમળી વયે માતા-પિતા, પરિવાર કે મિત્રો દ્વારા કે જે ભૂમિ ૫ર આપણે જન્મ લીધો છે તે દેશના કાયદા ને લીધે વિવિધ પ્રકારના કાચના ચશ્માં રૂપી આવરણો લાગી ગયા છે. આપણે આપણી આસપાસની વસ્તુઓ કે કર્મોને આજ કાચમાંથી જોઇએ છીએ અને તેનો સારા કે ખરાબ એવું વર્ગીકરણ કરીએ છીએ. જે રીતે ડાળીનો નાશ કરવાને બદલે મૂળ જ નાશ કરીએ એ રીતે યોગમાં આ પ્રકારના આવરણો પોતાની મેળે જ તૂટી પડે છે અને પરિણામે આપણી વિભાજન કરવાની વૃત્તિ જ અદશ્ય થઇ જાય છે તેથી આ૫ણે વસ્તુઓ ને જેવી છે તેવી જ રીતે તેમાં કોઈપણ પ્રકારના રંગો ઉમેર્યા વગર તેને સ્વીકારીએ છીએ. વ્યાવહારિક જગતમાં આ પ્રકારે વિભાજન કરતા રહેવાથી આપણું માનસ સંકુચિત બને છે અને તેને લીધે આપણે નિર્ણય લેતી વખતે કોઈ મહત્વની માહિતીને પણ ...