Posts

Showing posts from January, 2025

51. ઘૃણા ૫ણ એક બંધન છે

Image
  સામાન્ય રીતે કોઈ પરિસ્થિતિ , વ્યક્તિ કે કોઈ કામ માંથી મળતા પરિણામને ત્રણ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે :   શુભ, અશુભ કે કોઈ જ વર્ગીકરણ નહીં. શ્રીકૃષ્ણ ત્રીજી સ્થિતિને માટે કહે છે કે જ્ઞાની વ્યક્તિ એ છે કે જે શુભ પામીને ઉત્સાહી નથી થઈ જાતો કે અશુભ પામીને દ્વેષ નથી કરતો ; તે સદાય અનાસક્ત રહે છે ( 2.57 ). આનો અર્થ એ થાય છે કે સ્થિતપ્રજ્ઞ લોકો (કે જેની બુદ્ધિ નિશ્ચયાત્મક બની છે તેવા) ૫રિસ્થિતિનું વર્ગીકરણ કરવાનું છોડી દઈને વાસ્તવિકતાઓને યથાતથ સ્વીકારે છે કારણ કે આવા વિભાજનો માંથી જ સુખ અને દુઃખના દ્વંદ્વ જન્મે છે ( 2.50 ). આ શ્લોક નું આચરણ કરવું અઘરું છે કારણ કે તે નૈતિકતા કે સામાજિક સંદર્ભ માં તથ્યોને તરત જ શુભ કે અશુભ રૂપમાં વિભાજન કરવાના આપણા વલણથી વિપરીત છે . જ્યારે કોઈના જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ કે વ્યક્તિ નો સામનો થાય છે કે જેને ખરાબ એવું નામ અપાયું છે ત્યારે તેના પ્રત્યે અણગમો , અપાકર્ષણ અને ઘૃણા આપોઆ૫ જ ઉદ્દભવે છે. જ્યારે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કશું નામકરણ કરતી જ ન હોવાને લીધે તેને માટે દ્વેષ કરવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. અને એ જ રીતે જ્યારે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કશાંક શુભના...

50. રાગ, ભય અને ક્રોધ

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે સ્થિતપ્રજ્ઞ એ એવી વ્યક્તિ છે કે જેને સુખોમાં કોઈ સ્પૃહા નથી અને દુઃખમાં જેનું મન વિહવળ થતું નથી તે રાગ , ભય અને ક્રોધથી મુક્ત થયેલ હોય છે ( 2.56 ) . આ બાબત શ્લોક 2.38 ની જ વાતનો વિસ્તાર કરે છે કે જેમાં શ્રીકૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખ , લાભ અને હાનિ અને જય અને પરાજય સમાનતાથી લેવું. આપણામાંની દરેક વ્યક્તિ જીવનમાં સુખ ઈચ્છતી હોવા છતાં પણ દુઃખ અનિવાર્યપણે આવી જ જાય છે કારણ કે આ બંને દ્વંદ્વની જોડીઓ છે. આ માછલી માટેના ચારા જેવું છે કે જેમાં ચારાની પાછળ માછલીને ફસાવવા માટેનો કંટક ૫ડે લો જ હોય છે. સ્થિતપ્રજ્ઞ એ એવી વ્યક્તિ છે જે આ દ્વંદ્વને ઓળંગીને દ્વંદ્વાતીત બની ગઈ છે. આ સ્થિતિ એ એક પ્રકારની પૂર્ણ જાગૃતિ છે કે જેમાં વ્યક્તિ એક વસ્તુને મેળવવા જાય છે ત્યારે તેને બીજી વસ્તુ આપમેળે મળે છે જેમાં એવું બની શકે કે એ જુદા આકારમાં હોય કે થોડા સમય પછી મળે. આ૫ણે જ્યારે આ૫ણાં આયોજનોને પરિણામે સુખ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણો અહંકાર પોરસાય છે તે એક પ્રકારે સુખની સ્પૃહા જ છે જ્યારે બીજી બાજુ કોઈ ઘટના દુઃખમાં પરિણામે છે ત્યારે આ૫ણો અહંકાર ઘવાય છે અને તે વિહવળતા અનુભવે છે...

49. સ્થિતપ્રજ્ઞતા એ આંતરિક સ્થિતિ છે

Image
  શ્રીકૃષ્ણ અર્જુનના પ્રશ્નના જવાબમાં એમ તો કહે છે કે સ્થિતપ્રજ્ઞ સ્વમાં જ સંતુષ્ટ હોય છે ( 2.55 ). પરંતુ રસપ્રદ બાબત એ છે કે શ્રીકૃષ્ણએ અર્જુનના પ્રશ્નના બીજા ભાગ નો જવાબ આપતા નથી કે જેમાં તે પૂછે છે કે સ્થિતપ્રજ્ઞ કઈ રીતે બોલે છે , બેસે છે અને ચાલે છે.   ' સ્વમાં સંતુષ્ટિ ' એ સંપૂર્ણપણે આંતરિક સ્થિતિ છે તેને બહારના વર્તનથી કોઈપણ રીતે માપી શકાતી નથી. એવું બની શકે કે કોઈ એક ૫રિસ્થિતિમાં એક અજ્ઞાની વ્યક્તિ અને એક સ્થિતપ્રજ્ઞ સમાન શબ્દો બોલે , બેસે અને ચાલે પણ એક જ રીતે. અને આ બાબત આપણી સ્થિતપ્રજ્ઞ વિશેની સમજણને વધારે અઘરી બનાવે છે. શ્રીકૃષ્ણનું પોતાનું જીવન જ એક સ્થિતપ્રજ્ઞના જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓને જન્મ સમયે જ તેમના માતાપિતાથી અળગા કરી નાખવામાં આવ્યા હતા. તેઓને ' માખણ ચોર ' એવું ઉપનામ અપાયું હતું. તેમનો પ્રેમ , તેમનું નૃત્ય અને તેમની વાંસળી તો જાણે દંતકથા સમાન છે પરંતુ તેમણે એક વાર જ્યારે વૃંદાવન છોડ્યું પછી તેઓ કદી કોઈ લીલા માટે પરત આવ્યા નથી. તેઓએ જરૂર પડી ત્યારે યુદ્ધ કર્યું અને પ્રતિદ્વંદીઓને માર્યા પણ ખરા તો અમુક સમયે તેઓ યુદ્ધ કરવાનો અસ્વીકાર કરવાથી...

48. આત્મસંતોષ

Image
  ભગવાન શ્રીકૃષ્ણ શુદ્ધ સાંખ્ય શું છે એ બાબતે શ્લોક 2.11 થી 2.53 માં જણાવે છે જે અર્જુન માટે સંપૂર્ણપણે નવો વિષય હતો. અર્જુન સ્થિતપ્રજ્ઞ વિશે જાણવા માગે છે કે જેણે સમાધિ અવસ્થા સિદ્ધ કરી લીધી છે એ સ્થિતપ્રજ્ઞ કઈ રીતે બોલે છે , બેસે છે અને ચાલે છે ( 2.54 ). અર્જુન ને સ્પષ્ટતા કરતાં-કરતાં ( 2 . 55 ) શ્રીકૃષ્ણ આપણા સતત સરખામણી ઝંખતા મનને માટે નિશ્ચિત ધોરણો અને માપદંડો રજૂ કરે છે આપણું મન આધ્યાત્મિક યાત્રા પર ની આપણી પ્રગતિની માપણી માટે સતત આવા કોઇ માપદં ડો ઝંખતું રહે છે. શ્રીકૃષ્ણ કહે છે કે , " જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક્ રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે ” (2.55). જ્યારે વ્યક્તિ સ્વ માં જ સંતુષ્ટ રહે છે ત્યારે તેની ઇચ્છાઓ આપો આપ જ ખરી પડે છે. જેવી ઇચ્છા ખરી પડે છે કે તરત જ તેના બધા જ કર્મ નિષ્કામ કર્મ બની જાય છે. આપણે જે છીએ તેનાથી જુદા જ થવાની હંમેશા ઈચ્છા રાખીએ છીએ. અર્થશાસ્ત્રમાં આને માટે કહેવાય છે કે '' આપણી સંતોષાયેલી ઇચ્છાઓ કે જરૂરિયાતો આપણને વધારે પ્રેરિત કરી શકતી નથી '' . આ ...