49. સ્થિતપ્રજ્ઞતા એ આંતરિક સ્થિતિ છે


 

શ્રીકૃષ્ણ અર્જુનના પ્રશ્નના જવાબમાં એમ તો કહે છે કે સ્થિતપ્રજ્ઞ સ્વમાં જ સંતુષ્ટ હોય છે (2.55). પરંતુ રસપ્રદ બાબત એ છે કે શ્રીકૃષ્ણએ અર્જુનના પ્રશ્નના બીજા ભાગ નો જવાબ આપતા નથી કે જેમાં તે પૂછે છે કે સ્થિતપ્રજ્ઞ કઈ રીતે બોલે છે, બેસે છે અને ચાલે છે.

 'સ્વમાં સંતુષ્ટિ' એ સંપૂર્ણપણે આંતરિક સ્થિતિ છે તેને બહારના વર્તનથી કોઈપણ રીતે માપી શકાતી નથી. એવું બની શકે કે કોઈ એક ૫રિસ્થિતિમાં એક અજ્ઞાની વ્યક્તિ અને એક સ્થિતપ્રજ્ઞ સમાન શબ્દો બોલે, બેસે અને ચાલે પણ એક જ રીતે. અને આ બાબત આપણી સ્થિતપ્રજ્ઞ વિશેની સમજણને વધારે અઘરી બનાવે છે.

શ્રીકૃષ્ણનું પોતાનું જીવન જ એક સ્થિતપ્રજ્ઞના જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓને જન્મ સમયે જ તેમના માતાપિતાથી અળગા કરી નાખવામાં આવ્યા હતા. તેઓને 'માખણ ચોર' એવું ઉપનામ અપાયું હતું. તેમનો પ્રેમ, તેમનું નૃત્ય અને તેમની વાંસળી તો જાણે દંતકથા સમાન છે પરંતુ તેમણે એક વાર જ્યારે વૃંદાવન છોડ્યું પછી તેઓ કદી કોઈ લીલા માટે પરત આવ્યા નથી. તેઓએ જરૂર પડી ત્યારે યુદ્ધ કર્યું અને પ્રતિદ્વંદીઓને માર્યા પણ ખરા તો અમુક સમયે તેઓ યુદ્ધ કરવાનો અસ્વીકાર કરવાથી રણછોડ પણ કહેવાયા. તેઓએ અનેક ચમત્કારો ૫ણ કર્યા અને તેઓ મિત્રોના ૫રમમિત્ર પણ રહ્યા. જ્યારે લગ્ન કરવાનો સમય હતો ત્યારે તેમણે લગ્ન કર્યા અને પરિવારનું પાલન-પોષણ કર્યું. ચોરીના ખોટા આરોપને સામે તેઓએ સામંતક મણિ પણ શોધી કાઢ્યો અને જ્યારે ગીતા જ્ઞાન આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે ગીતા જ્ઞાન પણ આપ્યું. એમનું મૃત્યુ પણ એક સામાન્ય મનુષ્યની જેમ જ થયું.

પહેલી નજરે જોતા તેમના જીવનમાં કોઈ બાહ્ય રચના જોવા મળતી નથી પરંતુ આંતરિક સ્થિતિમાં તેઓ સતત વર્તમાન ક્ષણમાં જ જીવ્યા. બીજું કે તેઓનું જીવન મુશ્કેલીઓ વચ્ચે પણ સતત આનંદ અને ઉત્સવોથી ભરેલું હતું, તેમના માટે આ સર્વ કંઈ અનિત્ય (ક્ષણિક) જ હતું. ત્રીજી વાત એ કે શ્લોક 2.47 માં જણાવ્યા મુજબ તેમના માટે સ્વમાં જ સંતુષ્ટ હોવાનો અર્થ નિષ્ક્રિયતા ન હતો બલ્કે તેમાં કર્તાપણું અને કર્મફળની ઇચ્છા રહિત નું કર્મ હતું.

મૂળભૂત રીતે એ જીવન વર્તમાન ક્ષણમાં જીવાતું જીવન હોય છે જેમાં ન તો કોઈ ભૂતકાળનો ભાર હોય છે કે ન તો કોઈ ભવિષ્યની અપેક્ષાઓ. સાચી શક્તિ વર્તમાન ક્ષણમાં છે અને આયોજન હોય કે અમલીકરણ બધું વર્તમાનમાં જ થતું હોય છે.

 

Comments

Popular posts from this blog

55. વિષચક્ર અને શુભચક્ર

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા