55. વિષચક્ર અને શુભચક્ર
વિષચક્રો અને શુભચક્રો
ઘટનાઓની ઘટમાળ પ્રમાણે એક પછી એક આવ્યા જ કરે છે અને તેના પરિણામો અનુક્રમે દુઃખ કે
સુખ પ્રાપ્ત થાય છે. જો આપણી આવક કરતાં ખર્ચાઓ વધુ હોય તો આપણે ઉધારી અને દેવામાં સપડાઈ
જઈએ છે, આ એક વિષ ચક્ર છે. જો ખર્ચાઓ કરતા આવક વધુ
હોય તો બચત થાય છે અને સંપત્તિ નિર્માણ થાય છે, આ એક શુભ ચક્ર છે. શ્રીકૃષ્ણ આ ચક્રો વિશે શ્લોકો 2.62 થી 2.64 માં જણાવે છે.
શ્રીકૃષ્ણ કહે
છે કે, "વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે
વિષયોમાં આસક્તિ જન્મે છે,
આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન
થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે, સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત
જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાની એ પુરુષનું પોતાની સ્થિતિથી નું
પતન થાય છે" (2.62-2.63). આ મનુષ્યની પડતીનું વિષચક્ર છે.
તો બીજી બાજુ શ્રીકૃષ્ણ
કહે છે કે, "પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક
પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા
છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે" (2.64). આ બીજું કંઈ જ નહીં ૫ણ
શાંતિ અને આનંદનું શુભ ચક્ર છે.
આપણે સૌ આપણા રોજબરોજના
જીવનમાં ઇંદ્રિયજન્ય વિષયોની સાથે જ જીવીએ છીએ. આપણે આ ઇંદ્રિય વિષયો સાથે કઇ રીતે
કામ પાર પાડીએ છીએ તે આપણી જીવનયાત્રાની દિશા નક્કી કરે છે.
શુભ ચક્રમાં વ્યક્તિ
પોતાને ઇંદ્રિયોના રાગ અને દ્વેષથી મુક્ત કરે છે જ્યારે વિષચક્રમાં વ્યક્તિ રાગ અને
દ્વેષ બંને પ્રત્યે આસક્ત બની જાય છે. જ્યારે આપણને એમ સમજાય છે દ્વેષ કરવો એ ઝેર સમાન
છે ત્યારે તેના ત્યાગથી શરૂઆત કરવી સરળ બને છે. અને જ્યારે તેનો ત્યાગ કરવામાં આવે
છે ત્યારે તેનો વિરોધ ભાવ એટલે કે રાગ પણ આપોઆપ છૂટી જાય છે અને જેમ કોઈ પુષ્પમાંથી
સૌંદર્ય અને સુગંધ આપોઆપ ફેલાય એ જ રીતે આ વ્યક્તિમાં સૌ પ્રત્યે બિનશરતી પ્રેમ જાગૃત થાય છે.
રાગ અને દ્વેષથી મુક્તિ એ સમગ્ર ગીતામાં વર્ણિત એક સર્વસામાન્ય બાબત છે અને શ્રીકૃષ્ણ આપણને સલાહ આપે છે કે આપણે પોતાને સર્વમાં, સર્વને પોતાનામાં અને અંતે શ્રીકૃષ્ણને સર્વમાં જોઈએ (6.29). આ એકત્વ આપણને દ્વેષનો ત્યાગ કરવામાં મદદરૂપ થશે અને પરિણામે આપણે પરમ આનંદ પ્રાપ્તિ કરીશું.

Comments
Post a Comment