Posts

Showing posts from April, 2025

63. ભ્રમણા અને દંભ

Image
  જો કર્મ ના કર્તા આપણે નથી તો આ કર્તા કોણ છે ? શ્રીકૃષ્ણ જવાબ આપે છે કે , '' વ્યક્તિ ક્ષણભર માટે પણ કર્મ કર્યા વિના રહી શકતી નથી કારણ કે પ્રકૃતિ જન્ય ગુણોથી બાધિત દરેક વ્યક્તિ એ કર્મો કરવા જ પડે છે '' ( 3.5). અણુનાં ત્રણ કણો , ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી આ સમસ્ત ભૌતિક જગત નિર્માણ પામે છે.   એ જ રીતે સત્વ , તમો અને રજો આ ત્રણ ગુણો આપણને કર્મ કરવા તરફ દોરી જવા માટે જવાબદાર છે. એ રીતે જોતાં સાચા કર્તા આ ગુણો જ છે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , " જે મૂઢબુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર-ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે , તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે" (3.6) .       આપણા સૌનો પારિવારિક અને સામાજિક સ્તરે ઉછેર એવી રીતે થયો છે કે જેમાં સારા વર્તનને માટે પુરસ્કાર અને ખરાબ વર્તનને માટે સજા મળે છે. આને પરિણામે આપણું વ્યક્તિત્વ બે ભાગોમાં વહેંચાઈ જાય છે અને આપણા આંતરિક ‘સ્વ’ અને બહારના ‘સ્વ’ વચ્ચે કોઈ સંવાદિતા રહેતી નથી. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ આપણી લાગણી દુભાવે છે ત્યારે આપણે આપણા શબ્દો અને ...

62. ‘હું’ થી સંન્યાસ

Image
  શ્રીકૃષ્ણ અર્જુનને જવાબ આપે છે, ''જે રીતે મેં અગાઉ કહ્યું કે આ જગતમાં મોક્ષના બે માર્ગો છે - જ્ઞાનીઓ માટે જ્ઞાન માર્ગ અને યોગીઓ માટે કર્મનો માર્ગ'' (3.3). આ શ્લોક એમ સૂચવે છે કે જાગૃતિનો માર્ગ બુદ્ધિ કેન્દ્રી વ્યક્તિ માટે છે અને કર્મનો માર્ગ મન કેન્દ્રી વ્યક્તિ માટે છે. શ્રીકૃષ્ણ આગળ સ્પષ્ટતા કરે છે કે, ''માત્ર કર્મને અવગણવાથી વ્યક્તિ નિષ્કર્મ પ્રાપ્ત કરી શકતી નથી અને માત્ર સંન્યસ્ત ગ્રહણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી'' (3.4).    સંન્યાસ ને લગભગ દરેક સંસ્કૃતિમાં ખૂબ પ્રતિષ્ઠા અપાઈ છે કારણ કે ત્યાગ કરનારા કંઈક એવું કરી શકે છે કે જે સામાન્ય વ્યક્તિ કરી શકતી નથી. એટલે જ આપણામાંના ઘણા લોકોને અર્જુન ની વિચારધારા વધુ યોગ્ય લાગે છે જ્યારે તે સામ્રાજ્ય મેળવવાના વૈભવ અને યુદ્ધની પીડાથી સંન્યાસ લેવા માગે છે. શ્રીકૃષ્ણ પણ સંન્યાસ ના પક્ષમાં જ છે પરંતુ તે આપણને દરેક કર્મમાંથી ‘હું’ પણાંના ભાવનો ત્યાગ કરવા કહે છે. શ્રીકૃષ્ણ માટે યુદ્ધ એ કોઈ મુદ્દો નથી, પણ અર્જુનનું 'હું' પણું એ છે. શ્રીકૃષ્ણને માટે, નિર્-મમ અને નિર્-અહંકાર એ શાશ્વત સ્થિતિનો માર્ગ છે (...

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા

Image
  ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ તરીકે ઓળખાય છે. એ શ્લોક 2.71 નું વિસ્તૃતીકરણ છે જેમાં શ્રીકૃષ્ણએ કહ્યું કે ‘ નિર્ -મમ’ અને ‘ નિર્ -અહંકાર’ એ શાશ્વત સ્થિતિ પામવાનો માર્ગ છે. અહીં અર્જુન એક શંકા ઊભી કરે છે અને પૂછે છે કે , '' જો આપના મતે બુદ્ધિ (જાગૃતિ) જ શ્રેષ્ઠ હોય તો શા માટે આપ મને આ ભયંકર કર્મ (યુદ્ઘ) કરવાનું કહો છો ( 3.1 ) . મારે માટે જે શ્રેષ્ઠ અને કલ્યાણકારી હોય એ નિશ્ચય પૂર્વક કહેવાને બદલે આપ મને દ્વિઅર્થી વચનોથી શાથી મૂંઝવી રહ્યા છો '' (3.2 ). કોઈપણ વિભાજનથી હંમેશા અતાર્કિક કે આવેશ પૂર્વક નિર્ણયો લેવાય છે જે કોઈ જ પુરાવા આધારિત ન હોવાથી શ્રીકૃષ્ણ તેનો ત્યાગ કરવા ની સલાહ આપે છે ( 2.50 ). અર્જુને યુદ્ધમાંથી ભાગી જવાનો નિર્ણય માત્ર એક જ બાબતને આધારે લીધો કે તે પોતાના પરિવારજનોને મારીને કોઈનું હિત જોતો નથી ( 1.31 ). અને તે પોતાના નિર્ણયની રક્ષા કરવા માટે ઘણા બધા ખુલાસા એકત્રિત કરે છે અને તેનો આ વર્તમાન પ્રશ્ન પણ તેના નિર્ણયને સાચો ઠેરવવાનો જ ભાગ હોય એવું લાગે છે નહીં કે આ પોતાની સમજણ વધારવા માટે પૂછેલો પ્રશ્ન હોય. આપણી સ્થિતિ પણ અર્જુન કરતાં જરા પણ ભિન્ન નથી ક...