86. કામના અને સંકલ્પ બંનેનો ત્યાગ કરો
દરેક સંસ્કૃતિએ સમાજમાં શાંતિ જળવાઈ રહે માટે શું કરવું અને શું ન કરવું આ બાબતો નો સ્વીકાર કર્યો છે, આગળ જતાં ન્યાયતંત્રના વિકાસને પરિણામે આ ન કરવાના કાર્યોને સજા યોગ્ય અપરાધ ગણવામાં આવ્યા. અપરાધી ન્યાયશાસ્ત્ર પ્રમાણે અ૫રાઘમાં ઉદ્દેશ અને અમલવારી બંને સામેલ હોવા જરૂરી છે. ઉદ્દેશ એ અપરાધ પાછળનો વિચાર છે જ્યારે તેનો અમલ એ તેની ભૌતિક બાજુ છે. કોઈપણ વ્યક્તિને અપરાધી સાબિત કરવા માટે આ બંને પાસાંઓનું હોવું જરૂરી છે. જો આપણે ઉદ્દેશ ને સંકલ્પ (ઇચ્છાશક્તિ અથવા હેતુ) તરીકે લઈએ અને તેના અમલીકરણ ને કામના (ઇચ્છા) તરીકે લઇએ તો આપણને શ્રીકૃષ્ણની એ વાત સમજાય , કે જેમાં તેઓ કહે છે કે , '' જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે , એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે ” (4.19). સામાન્ય રીતે સમાજ ત્યાં સુધી સંતુષ્ટ રહેશે જ્યાં સુધી કોઈ અપરાધ કાર્ય થતું નથી પછી ભલેને કોઈ વ્યક્તિ અપરાઘી ભાવ સાથે સમાજમાં ફરતી હોય. શ્રીકૃષ્ણ કહે છે કે આપણે સર્વપ્રથમ કામના નો ત્યાગ કરવો જોઈએ અને આગળ જતાં આપણે સંકલ્પનો પણ ત્યાગ કરવો જોઈએ. ...