86. કામના અને સંકલ્પ બંનેનો ત્યાગ કરો

 

દરેક સંસ્કૃતિએ સમાજમાં શાંતિ જળવાઈ રહે માટે શું કરવું અને શું ન કરવું આ બાબતો નો સ્વીકાર કર્યો છે, આગળ જતાં ન્યાયતંત્રના વિકાસને પરિણામે આ ન કરવાના કાર્યોને સજા યોગ્ય અપરાધ ગણવામાં આવ્યા. અપરાધી ન્યાયશાસ્ત્ર પ્રમાણે અ૫રાઘમાં ઉદ્દેશ અને અમલવારી બંને સામેલ હોવા જરૂરી છે. ઉદ્દેશ એ અપરાધ પાછળનો વિચાર છે જ્યારે તેનો અમલ એ તેની ભૌતિક બાજુ છે. કોઈપણ વ્યક્તિને અપરાધી સાબિત કરવા માટે આ બંને પાસાંઓનું હોવું જરૂરી છે. 

જો આપણે ઉદ્દેશને સંકલ્પ (ઇચ્છાશક્તિ અથવા હેતુ) તરીકે લઈએ અને તેના અમલીકરણ ને કામના (ઇચ્છા) તરીકે લઇએ તો આપણને શ્રીકૃષ્ણની એ વાત સમજાય, કે જેમાં તેઓ કહે છે કે, ''જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે (4.19).

સામાન્ય રીતે સમાજ ત્યાં સુધી સંતુષ્ટ રહેશે જ્યાં સુધી કોઈ અપરાધ કાર્ય થતું નથી પછી ભલેને કોઈ વ્યક્તિ અપરાઘી ભાવ સાથે સમાજમાં ફરતી હોય. શ્રીકૃષ્ણ કહે છે કે આપણે સર્વપ્રથમ કામના નો ત્યાગ કરવો જોઈએ અને આગળ જતાં આપણે સંકલ્પનો પણ ત્યાગ કરવો જોઈએ.

કામના નો ત્યાગ કરવા પાછળ જુદા-જુદા કારણો સંભવ હોઈ શકે  જેવા કે કાયદાનો ભય,  સંસાધનો નો અભાવ અથવા તો પોતાની પ્રતિષ્ઠા જાળવવી. પરંતુ સંકલ્પ ૫ણ ખૂબ ઊંડે પડેલો હોય છે અને જ્યાં સુધી તે ટકી રહે છે ત્યાં સુધી કોઈ પણ નબળી ક્ષણે તે કામનામાં પરિવર્તિત થઈ શકે છે. શ્રીકૃષ્ણ આપણને ન માત્ર કામના ૫રંતુ સંકલ્પનો પણ ત્યાગ કરવાનું કહે છે જે આપણી ઇચ્છાઓ ને દોરવે છે.

બાળપણથી જ આપણને વારંવાર કહેવામાં આવે છે કે શૈક્ષણિક, આર્થિક કે વ્યક્તિગત વિકાસને માટે, સંકલ્પ અને ઇચ્છા હોવી જોઈએ; આમ આ અસ્તિત્વના સત્યને સમજવા માટે આપણી પ્રગતિ મુશ્કેલ બની જાય છે. નોંધનીય બાબત એ છે કે ઇચ્છા એ તો ઇચ્છા જ હોય છે પછી તે ઈષ્ટ હોય કે અનિષ્ટ.

જ્યારે કામના અને સંકલ્પ નો ત્યાગ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ એક નિશ્ચલ સમાધિ ને પ્રાપ્ત કરે છે જે આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત છે. આવી સ્થિતિમાંથી ઉદ્ભવેલ કર્મ એ આ જાગૃતિ દ્વારા જ તપીને શુદ્ધ થઇ જાય છે.


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા