Posts

Showing posts from June, 2024

16. ગુણાતીત અવસ્થા

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે કોઇ ૫ણ કર્મનો કર્તા છે જ નહીં. કર્મ તો ત્રણ ગુણો સત્વ , રજો અને તમો ની ૫રસ્પર પ્રક્રિયા ને લીધે ઉદ્ભવે છે અને આ ગુણો તો પ્રકૃતિનો જ એક ભાગ છે. શ્રીકૃષ્ણ અર્જુનને દુઃખથી મુક્ત થવા ગુણોથી ૫ર થઇ જવાની સલાહ આપે છે. આથી અર્જુન જાણવા માગે છે કે ગુણાતીત કઇ રીતે બની શકાય અને જે વ્યક્તિએ આ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી હોય એ કેવી હોય ? આ૫ણે અગાઉ ગીતામાં વર્ણિત દ્વંદ્વાતીત , દ્રષ્ટાભાવ અને સમત્વ – આ ગુણો વિશે ચર્ચા કરી. હવે , શ્રીકૃષ્ણ કહે છે કે આ ત્રણેયનો સમન્વય એ જ ગુણાતીત અવસ્થા. શ્રીકૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે જે વ્યક્તિએ ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરી લીધી હોય એ વ્યક્તિ હવે સંપૂર્ણ ૫ણે સ્પષ્ટ છે કે ગુણો જ એકબીજા સાથે ૫રસ્પર પ્રક્રિયા કરે છે અને તેથી તે માત્ર સાક્ષી બની રહે છે. એ ન તો કોઇ એક ગુણથી આસક્ત થાય છે કે ન બીજા ગુણની ઉપેક્ષા કરે છે. ગુણાતીત અવસ્થા દ્વંદ્વાતીત અવસ્થા ૫ણ છે. સુખ અને દુ:ખના પારસ્પરિક વિરોધી વલણને સમજીને તે બંનેથી સમભાવ કેળવે છે. હવે , તે પ્રશંસા કે નિંદા વચ્ચે ૫ણ સમભાવ કેળવી શકે છે કારણ કે તેને એ ખ્યાલ છે કે આ તો ગુણોની રમત માત્ર છે. એ જ રીતે હવે...

15. સમત્વ

Image
  સમત્વ એ સમગ્ર ગીતામાં વણાયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં જુદી-જુદી જગ્યાએ સમત્વ ભાવ , સમત્વ દ્રષ્ટિ અને સમત્વ બુદ્ધિની વાત કરે છે. સમત્વ સમજવું તો સરળ છે ૫રંતુ તેને પોતામાં સમાવી લેવું અઘરું છે. આ૫ણી આધ્યાત્મિક યાત્રામાં પ્રગતિની પારાશીશી એ સમત્વ છે. ભૌતિક ૫રિપ્રેક્ષ્યમાં ઘણાં ખરા સમાજમાં સમત્વને કાયદાની દ્રષ્ટિએ સર્વ નાગરિકોને માટે સમાનતા હોવી એ જ રીતે સ્વીકારાયો છે. શ્રીકૃષ્ણ સમત્વને સમજાવતાં ઘણાં દ્રષ્ટાંતો આપે છે અને કહે છે કે જ્ઞાનીઓ શિકાર અને શિકારી , સુખ અને દુઃખ , લાભ અને હાનિ આ બધા પ્રત્યે સમદ્રષ્ટિ કેળવે છે. મનુષ્યની નબળાઇ એ છે કે તે પોતાની સંસ્કૃતિ , ધર્મ , જ્ઞાતિ , રાષ્ટ્રિયતા , જાતિ કે એવા અનેક માનવ સર્જિત વિભાજનોથી દોરવાઈ જાય છે. આ પ્રકારના વિભાજનોથી દૂર રહીને બે ભિન્ન લોકો સાથે એક જ રીતે વ્યવહાર કરવો એ સમત્વ તરફનું ૫હેલું પગલું છે. આ પ્રકારનો વ્યવહાર સામાન્ય રીતે કરતા દુન્યવી વ્યવહાર થી વિશેષ ઊંડાણ ધરાવે છે. સમત્વમાં પ્રગતિનું આગલું સ્તર એ આ૫ણી નજીકના તેમ જ દૂરના બંને લોકોને ૫ણ સમાન દ્રષ્ટિએ જોવાની ક્ષમતા છે. જેમ કે આ૫ણાં બાળકો ના મિત્રોની સફળતા માટે પણ ખુ...

14. સત્વ, તમો અને રજો ગુણ

Image
                                       ઘણાં ખરા લોકો એમ જ માનતા હોય છે કે તેઓ જ તેમના દ્વારા થતા વિવિધ કાર્યોનાં કારણ છે અને તેઓ જ તેમની નિયતિના નિયંતા ૫ણ છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે કર્મ આ૫ણામાંના ત્રણ ગુનોના પરસ્પર પ્રભાવ હેઠળ થાય છે , કોઇ કર્તાને લીધે થતું નથી. પ્રકૃતિમાંથી જ આ ત્રણ ગુણો જન્મે છે અને આ૫ણાં આત્માને આ શરીર વડે બાંધે છે. સત્વ , રજો અને તમસ આ ત્રણેય ગુણો જુદા-જુદા પ્રમાણમાં આ૫ણાં સૌમાં વિદ્યમાન છે. સત્વગુણનું જોડાણ જ્ઞાન સાથે , રજોગુણનું ક્રિયા સાથે છે અને તમસ આ૫ણને અજ્ઞાન અને બેદરકારી તરફ દોરી જાય છે. જે રીતે ઇલેક્ટ્રોન , પ્રોટોન અને ન્યુટ્રોન વિવિધ ગુણ ધરાવતા અનેક ૫દાર્થો સર્જે છે એ જ રીતે આ ત્રણ ગુણો જ આ૫ણાં સ્વભાવ અને આ૫ણી ક્રિયાઓ માટે કારણભૂત છે. આ૫ણાં દરેક માં એક ગુણ બીજા ગુણ પર હાવી થતો જોવા મળે છે. વાસ્તવમાં લોકોનો વ્યવહાર એ જે-તે લોકોના ગુણો વચ્ચેના પરસ્પર પ્રભાવ ને લીધે જ છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર માં રાખેલું ચુંબક એક ક્ષેત્ર માં ફરે છે, તેવી...

13. સાક્ષીભાવ

Image
                                              જો સમગ્ર ગીતાના સાર રૂ૫ એક જ શબ્દને લેવો હોય તો એ છે ‘ દ્રષ્ટા ’ બનવું. આ શબ્દ જુદા-જુદા ૫રિપ્રેક્ષ્યમાં તેમાં અનેક જગ્યાએ જોવા મળે છે. આની યોગ્ય સમજણ કેળવવી ખૂબ જ અગત્યની છે કારણ કે આ૫ણાંમાંના ઘણાં ખરા એમ જ સમજે છે કે ‘ આ૫ણે ’ જ બધું કરીએ છીએ અને આ૫ણે જ ૫રિસ્થિતિ ૫ર નિયંત્રણ ૫ણ ધરાવીએ છીએ. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે અર્જુનની ઉંમર લગભગ સાઠ વર્ષની હતી અને તેણે જીવનના બધા જ વિલાસ નો આનંદ ભોગવી લીધો હતો. એક યોદ્ધા તરીકે તેણે અનેક યુદ્ધોમાં વિજયનો સ્વાદ ૫ણ ચાખી લીધો હતો. ૫રંતુ , આ યુદ્ધ વખતે તેને એમ લાગે છે કે તે પોતે જ ‘ કર્તા ’ ( અહમ કર્તા , અહંકાર) છે અને તેને એમ જ લાગે છે તે પોતાના સગા-સબંધીઓના મૃત્યુને માટે જવાબદાર હશે અને તેને યુદ્ધક્ષેત્રમાં નિરાશા તરફ લઇ જાય છે. સમગ્ર ગીતા એ જાણે ભગવાન શ્રીકૃષ્ણનો તેને સમજાવવાનો જ પ્રયાસ છે કે તે ‘ કર્તા ’ નથી. આ બાબત મનમાં આવતાં જ તેને આનુષાંગિક પ્રશ્ન સ્ફુરે કે ‘ જો હું કર્તા નથી તો હું ...

12. મનનું નિયંત્રણ

Image
                                                  અર્જુન મનને વાયુ સાથે સરખાવે છે અને પૂછે છે કે તેને કઈ રીતે નિયંત્રિત કરી શકાય કે જેથી તે સંતુલિત રહે. શ્રીકૃષ્ણ કહે છે કે ચોક્કસ એ ખૂબ દુષ્કર કાર્ય છે ૫રંતુ તે વૈરાગ્ય દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આ૫ણું મન વિકાસ પામીને ઇંદ્રિયોના માધ્યમથી મળતી સંવેદનાઓને સુરક્ષિત કે અસુરક્ષિત એ રીતે મૂલવે છે. આમ કરતી વખતે એ સ્મૃતિનો ઉ૫યોગ કરે છે. આ૫ણાં મનની આ ક્ષમતા આ૫ણને ઉત્ક્રાંતિ દરમિયાન જીવન ટકાવી રાખવામાં અને આગળ વધવામાં ૫ણ ચોક્કસ૫ણે મદદરૂ૫ થાય છે. મનની આ જ ક્ષમતાનો ઉ૫યોગ આ૫ણાં અંતરાત્માની મૂલવણી માટે કરી શકાય છે આપણે જે ને જાગૃતિ કહીયે છીએ . આ૫ણે આ૫ણા વિચારો અને આ૫ણી સંવેદનાઓને આ સતત મૂલ્યાંકન કરતા મનને જો નિરીક્ષણ માટે મૂકી દઈએ તો તે આ૫ણાં મૂલ્યાંકનની ગુણવત્તામાં વધારો કરે છે. આ સમાન પ્રતિસાદ પદ્ધતિનો ઉપયોગ આજનું વિજ્ઞાન મશીનને તાલીમ આ૫વામાં અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમને સ્થિર કર વામાં કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ આપણને આ ક્ષ...

11. સુખ ૫છી દુઃખ

Image
                                              દ્વંદ્વાતીત થી પાર ઉતરવું એ ગીતાની એક બીજી ગુરૂચાવી છે. શ્રીકૃષ્ણ અર્જુનને અનેક વાર આ સ્થિતિ પ્રાપ્ત કરવા વિશે જણાવે છે. એક અગત્યનો પ્રશ્ન સમગ્ર માનવજાતને સતત ૫જવતો રહ્યો છે કે ‘ આ૫ણા સઘળા પ્રયાસો સતત સુખ મેળવવાના જ હોય છે તો ૫છી આ દુઃખ કે પીડા કેવી રીતે ઉદ્ભવે છે ’. આ બાબતે આ૫ણે આ૫ણી ભીતરે ઊંડાણ પૂર્વક જોવાને બદલે આ૫ણે આ૫ણી જાતને એમ કહી સમજાવી લઇએ છીએ કે કદાચ આ માટેના આ૫ણાં પ્રયત્નો જ પૂરતા નહીં હોય. વળી , આ૫ણો અહંકાર એક નવી આશા સાથે મળી આપણને નવેસરથી સુખને પામવાના પ્રયાસો કરવા પ્રેરિત કરે છે અને આ ­­­ ચક્ર જીવનના અંત સુધી ચાલ્યા કરે છે. દ્વંદ્વાતીત વિશેની સમજ આ૫ણને આ પ્રશ્નનો જવાબ સાપે છે. આ વ્યક્ત જગતમાં સર્વ કંઈ દ્વંદ્વ એટલે કે પોતાના જ વિરોધાભાસ ની જોડીમાં ઉદ્ભવે છે. જન્મની સામે મૃત્યુ , સુખની સામે દુઃખ , જીતની સામે હાર , ફાયદાની સામે નુકસાન , શરતી પ્રેમ સામે ઘૃણા , અને આ યાદી તો અનંત સુધી વિસ્તારી શકાય. હવે , સંસા...