૩. વર્તમાનમાં જીવવું
ગીતા વાસ્તવિકતા આધારિત ગ્રંથ છે. તેમાં સત્યને જાણવા ઉપરાંત સત્ય આચરણનાં મહત્વ પર ભાર મુકાયો છે અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે વર્તમાન ક્ષણમાં હોઇએ. અર્જુનના મનમાં મૂંઝવણ એ છે કે દુનિયાની આંખોમાં તેની જે છબી છે એ પ્રતિષ્ઠા નું શું થશે જો એ પોતાના મિત્રો , સંબંધીઓ , વડીલો અને શિક્ષકોનો માત્ર રાજપાટ માટે વધ કરશે. આ બાબત આમ તો તર્કબદ્ધ લાગે છે અને આજ ગીતાને જીવનમાં જીવવા માટે વ્યક્તિએ ઓળંગવો પડતો પહેલો અંતરાય છે. અર્જુનની વાસ્તવિક મૂંઝવણ તેના ભવિષ્યને લઈને છે ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર માત્ર કર્મ કરવામાં છે , કર્મફળમાં નથી. એવું શા માટે ? કારણ કે કર્મ એ વર્તમાનમાં જ સંભવ છે અને કર્મફળ તેની પ્રતિક્રિયા રૂપે ભવિષ્યમાં મળે છે. અર્જુનની જેમ આપણે પણ ફળ કેન્દ્રી ક્રિયાઓ કરીએ છીએ. ક્યારેક તો આધુનિક જીવન આપણા મનમાં એવી છાપ ઊભી કરે છે કે આપણે ભવિષ્યના પરિણામો પર નિયંત્રણ મેળવી શકીએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભવિષ્ય એ તો અ...