Posts

Showing posts from September, 2024

32. મનની શાંતિ ની આધારશિલા

Image
  શ્રીકૃષ્ણ કહે છે , " કર્મયોગમાં , બુદ્ધિ નિશ્ચયાત્મક હોય છે અને જેઓ અસ્થિર હોય છે તેઓ ની બુદ્ધિ ઘણા પ્રકારની હોય છે" (2.41). શ્રીકૃષ્ણ કહે છે કે સમત્વ એ યોગ છે , જે બે ધ્રુવોનું મિલન છે જેનો આપણે જીવનમાં સામનો કરીએ છીએ , જેમ કે સુખ અને દુ:ખ ; જય અને પરાજય કે લાભ અને હાનિ. કર્મયોગ એ આ ધ્રુવોને પાર કરવાનો માર્ગ છે , જે આખરે નિશ્ચયાત્મક બુદ્ધિ માં પરિણામે છે. બીજી બાજુ , અસ્થિર બુદ્ધિ આપણને મનની શાંતિથી વંચિત કરી દે છે (2.48 અને 2.38). આપણી સામાન્ય સમજણ એવી છે કે આપણે સુખ , વિજય કે લાભ મેળવીએ તો મનની શાંતિ મળે છે ૫રંતુ , શ્રીકૃષ્ણ કહે છે કે કર્મયોગ ના માર્ગે પરસ્પર વિરોધાભાસી પરિણામોને ઓળંગી જઈને અને તેના દ્વારા આ૫ણા મન ૫ર ૫ડતી છા૫થી મુક્ત થઈને જે નિશ્ચયાત્મક બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેના થકી જ મનને શાંતિ પ્રાપ્ત થાય છે. અસ્થિર બુદ્ધિ જુદી-જુદી પરિસ્થિતિઓ , તેમાંથી પ્રાપ્ત થતા પરિણામો અને લોકોને જુદી-જુદી દ્રષ્ટિએ જુએ છે. આ૫ણાં કાર્યક્ષેત્ર ના સ્થળે આપણે આ૫ણાથી નીચેની વ્યક્તિને માટે જુદા માપદંડો અને પદમાં આપણાથી ઊંચી વ્યક્તિને માટે જુદા માપદંડો વાપરીએ છીએ. પરિવારના બાળકો પ...

31. કર્મયોગમાં અલ્પ પ્રયત્નો દ્વારા મોટા પરિણામો

Image
  શ્રીકૃષ્ણ આપણને એ વાતની ખાતરી આપે છે કે કર્મયોગ ના માર્ગે આપણે જો પાપા-પગલી પણ કરીએ તો પણ તે આપણને ખૂબ સુંદર પરિણામ આપે છે અને આ ધર્મ આપણને જીવનના મોટામાં મોટા ભય સામે પણ રક્ષણ આપે છે ( 2.40 ). અહીં નોંધવાની બાબત એ છે કે સાંખ્યયોગ એ પૂર્ણ જાગૃતિ ની વાત છે જ્યારે કર્મયોગમાં પ્રયત્ન પણ સમાવિષ્ટ છે. આધ્યાત્મિક યાત્રા ના નવા-સવા સાધક કે જેને આ માર્ગ પર પ્રયત્ન કરવો ખૂબ જ મુશ્કેલ લાગતો હોય તેને ભગવાન શ્રીકૃષ્ણ આ વાત કહીને નિશ્ચિત પણે ખાતરી આપે છે. શ્રીકૃષ્ણ આપણી મુશ્કેલી સમજે છે અને એટલે જ ખાતરી આપે છે કે આ માર્ગ પર નાનામાં નાનું પગલું ભરવાથી પણ આપણને અદભુત પરિણામ પ્રાપ્ત થાય છે. આપણને નિષ્કામ કર્મ અને સમત્વ ના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. આ માટે એક માર્ગ એવો હોઈ શકે કે આપણે શ્રીકૃષ્ણ ના શબ્દો પર પૂર્ણ શ્રદ્ધા રાખીને કર્મયોગ નું આચરણ શરૂ કરી દઈએ.   આગળ જતાં જ્યારે આપણે કર્મયોગની દ્રષ્ટિએ આપણા અનુભવો ને જોવાનો પ્રયાસ કરીયે ત્યારે આપણી સમજણ વધુ ને વધુ ઊંડી બની જતી હોય છે અને છેવટે આપણે આપણા અંતરાત્માને પામી શકીશું. એક બીજો માર્ગ એ પણ છે કે આપણે આપણા વિવિધ પ્રકારના ભય ને ...

30. પાણી, રેતી અને ૫થ્થર ૫ર લેખન

Image
  સાંખ્ય એટલે કે જાગૃતિ ( 2.11 - 2.38 ) વિશે સ્પષ્ટીકરણ કર્યા બાદ શ્રીકૃષ્ણ કહે છે કે હવે તેઓ યોગ એટલે કે કર્મયોગ બાબતે સમજાવશે કે જેનું પ્રતિપાદન કરવાથી વ્યક્તિ કર્મબંધનથી મુક્ત થાય છે ( 2.38 ). સાંખ્ય યોગ વિશે સમજાવતી વખતે શ્રીકૃષ્ણ અર્જુનને એ બાબતે સ્પષ્ટ કરે છે કે તે એક પોતે એવું ચૈતન્ય તત્ત્વ છે કે જેનું કોઈ મૃત્યુ જ નથી હોતું અને હવે આ શ્લોકથી શ્રીકૃષ્ણ આ જ વાત કર્મયોગ દ્વારા સમજાવે છે. એટલે કર્મબંધન અને યોગ એ બંનેને આ જ દ્રષ્ટિકોણથી સમજવા જોઈએ. યોગ નો શાબ્દિક અર્થ ‘મિલન’ એવો થાય છે અને તેને ઉપયોગ વિવિધ પરિપ્રેક્ષ્યમાં કર વામાં આવે છે.   શ્રીકૃષ્ણ સમત્વને યોગ કહે છે ( 2.48 ) કે જેમાં સફળતા કે નિષ્ફળતા માંથી આસક્તિનો ત્યાગ કરવાની વાત આવે છે. શ્લોક 2.38 માં પણ શ્રીકૃષ્ણ સુખ-દુઃખ, જય -પરાજય, લાભ-હાનિ આ બધાની વચ્ચે સમત્વ સાધવાની જ વાત કરે છે. કોઈ પણ કર્મ કરતી વખતે આપણા મનમાં કે બહારથી આપણા દ્વારા જે સુખ કે દુઃખ રૂપી પ્રતિક્રિયાઓ જન્મે છે તે પ્રતિક્રિયાઓ ની છાપ જ કર્મબંધન છે. વૈજ્ઞાનિક રીતે આને ચેતાકોષીય જોડાણો (neural pattern) કહેવામાં આવે છે. અજાગૃત મન પર પડેલી આ ...

29. સંતુલન એ જ પરમપદ

Image
  શ્લોક 2.38 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમગ્ર સાર આવી જાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જો તે સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય બધાને સમાન ભાવે સમજીને યુદ્ધ કરશે તો તે સર્વ પાપોથી મુક્ત થઈ જશે. આ શ્લોકમાં આપણને એમ કહેવામાં આવ્યું છે કે આપણા દરેક કર્મો કોઇક ને કોઇક ઇચ્છાથી પ્રેરિત હોય છે અને આ પ્રેરણા જ આપણા કર્મને અશુદ્ધ અને પાપ યુક્ત બનાવે છે. આપણે ભાગ્યે જ કોઈ કર્મ સુખ , લાભ કે વિજય મેળવવા માટે અથવા તો દુઃખ, હાનિ કે પરાજય થી બચવા માટે કરીએ છીએ. સાંખ્ય અને કર્મયોગની દ્રષ્ટિએ જોઈએ તો કોઈપણ કર્મ ને ત્રણ ભાગમાં વહેંચી શકાય કર્તા, કર્મ અને કર્મફળ. શ્રીકૃષ્ણ કર્મફળ ને પણ ત્રણ ભાગમાં વહેંચે છે સુખ- દુઃખ, લાભ-હાનિ અને જય-પરાજય. શ્રીકૃષ્ણ આપણને એ બાબતે ઈશારો કરે છે કે આપણે સંતુલન માટે આ ત્રણે થી પોતાની જાતને મુક્ત કરી દેવી જોઈએ. આ માટેનો એક રસ્તો એ છે કે આપણે કર્તાપણા ને છોડીને સાક્ષીભાવ કેળવીએ. આમ કરવાથી આપણને અનુભવ થશે કે જીવનના મહાન નાટકમાં આપણે જે પાત્ર ભજવીએ છીએ તે ખૂબ જ નજીવું છે. સંતુલન જાળવવાનો બીજો રસ્તો એ છે કે આપણે એ બાબત સમજી લઈએ કે કર્મફળ પર આપણો કોઈ જ અ...

28. ૫રમાત્મા સાથે એકરૂ૫ થવું

Image
  શ્રીકૃષ્ણ સ્વધર્મ ( 2.31 - 2.37 ) અને ૫રધર્મ ( 3.34 ) વિશે સમજાવીને અંતે સર્વધર્મનો ત્યાગ કરીને ૫રમાત્મા સાથે એકરૂ૫ થવાની વાત કરે છે ( 18.66 ) . અર્જુનનો વિષાદ તેના અહમ કેન્દ્રી સ્વભાવને લીધે ઉદ્ભવેલ સ્વજનોને મારીને પોતાને મળનારા અ૫યશના ભયને લીધે હતી. એટલે જ શ્રીકૃષ્ણ તેને સમજાવે છે કે જો તે આ યુદ્ધ નહીં લડે તો ૫ણ તેની અ૫કીર્તિતો થશે જ કારણ કે યુદ્ધ લડવું એ તેનો સ્વધર્મ છે ( 2.34 - 2.36 ) . સમાજ તો એમ જ સમજશે કે અર્જુન યુદ્ધ લડવાથી ડરી ગયો અને એક ક્ષત્રિયને માટે યુદ્ધથી ડરવું એ તો મૃત્યુ કરતાં ૫ણ વધુ ખરાબ છે. શ્રીકૃષ્ણ આગળ સમજાવે છે કે , " સ્વધર્મ , ભલે તે ખામીયુક્ત હોય અથવા ગુણોથી રહિત હોય , પરધર્મ કરતાં શ્રેષ્ઠ છે અને સ્વધર્મના માર્ગમાં મૃત્યુ શ્રેષ્ઠ છે , કારણ કે પરધર્મ ભયપ્રદ છે" (3.35). જ્યારે આ૫ણે કોઇ સફળ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આ૫ણી બહિર્મુખ ઇંદ્રિયોની દ્રષ્ટિએ જોતાં તો આ૫ણને ૫રધર્મ જ સરળ અને વધારે સારો લાગે છે , જ્યારે સ્વધર્મમાં તો સ્વઅનુશાસન અને મહેનતની જરૂર ૫ડે છે અને તે આ૫ણી અંદર ધીમે-ધીમે કેળવાય છે. સામાન્ય રીતે આ૫ણી સફળતાના મા૫દંડ તરીકે આ૫ણે કોઇ પ...