31. કર્મયોગમાં અલ્પ પ્રયત્નો દ્વારા મોટા પરિણામો
શ્રીકૃષ્ણ આપણને
એ વાતની ખાતરી આપે છે કે કર્મયોગ ના માર્ગે આપણે જો પાપા-પગલી પણ કરીએ તો પણ તે આપણને
ખૂબ સુંદર પરિણામ આપે છે અને આ ધર્મ આપણને જીવનના મોટામાં મોટા ભય સામે પણ રક્ષણ આપે
છે (2.40). અહીં નોંધવાની બાબત એ છે કે સાંખ્યયોગ
એ પૂર્ણ જાગૃતિ ની વાત છે જ્યારે કર્મયોગમાં પ્રયત્ન પણ સમાવિષ્ટ છે.
આધ્યાત્મિક યાત્રા
ના નવા-સવા સાધક કે જેને આ માર્ગ પર પ્રયત્ન કરવો ખૂબ જ મુશ્કેલ લાગતો હોય તેને ભગવાન
શ્રીકૃષ્ણ આ વાત કહીને નિશ્ચિત પણે ખાતરી આપે છે. શ્રીકૃષ્ણ આપણી મુશ્કેલી સમજે છે
અને એટલે જ ખાતરી આપે છે કે આ માર્ગ પર નાનામાં નાનું પગલું ભરવાથી પણ આપણને અદભુત
પરિણામ પ્રાપ્ત થાય છે. આપણને નિષ્કામ કર્મ અને સમત્વ ના માર્ગે આગળ વધવાની પ્રેરણા
આપે છે.
આ માટે એક માર્ગ
એવો હોઈ શકે કે આપણે શ્રીકૃષ્ણ ના શબ્દો પર પૂર્ણ શ્રદ્ધા રાખીને કર્મયોગ નું આચરણ
શરૂ કરી દઈએ. આગળ જતાં જ્યારે આપણે કર્મયોગની
દ્રષ્ટિએ આપણા અનુભવો ને જોવાનો પ્રયાસ કરીયે ત્યારે આપણી સમજણ વધુ ને વધુ ઊંડી બની
જતી હોય છે અને છેવટે આપણે આપણા અંતરાત્માને પામી શકીશું.
એક બીજો માર્ગ એ
પણ છે કે આપણે આપણા વિવિધ પ્રકારના ભય ને સમજીએ અને એ બાબતને પણ સમજીએ કે કર્મયોગ નો
અભ્યાસ કઈ રીતે આપણને તેનાથી મુક્ત કરે છે. કેમ કે ભય મૂળ તો આપણી અપેક્ષાઓ અને વાસ્તવિક
જગતમાં મળેલ વિસંવાદિતાને લીધે જ તો જન્મે છે. કર્મયોગ આપણને નિષ્કામ કર્મ કરવાનું
શીખવે છે તેને લીધે આપણી કર્મ પરની અપેક્ષા ઓછી થાય છે અને પરિણામે આપણો ભય પણ ઘટે
છે.
પાણીનો એક ગુણધર્મ છે જે વહાણ પરના સુકાન ને અંદરથી જરાક સરખું ફેરવવામાં આવે
તો પણ તે આખા વહાણનો માર્ગ બદલવામાં મદદ કરે છે. એ જ રીતે આપણા દ્વારા અંદરથી જ્યારે
સાચી દિશામાં એક નાનકડો પ્રયાસ પણ કરવામાં આવે ત્યારે એ આપણી અંદર ખૂબ મોટું પરિવર્તન
લાવે છે કારણ કે એ જ બ્રહ્માંડ નો નિયમ છે અને એ જ રીતે કર્મયોગ ના માર્ગ પર ચાલવું
વધુને વધુ સરળ બનતું જાય છે.
એક બાળક તરીકે આપણે
નાના હતા ત્યારે આપણે ચાલતા શીખી ન ગયા ત્યાં સુધી આપણે આપણા પ્રયત્નો ન છોડ્યા એ કંઈ
નાનીસૂની વાત નથી. એ જ રીતે કર્મયોગ ના માર્ગ પર વારંવાર કરાતા પ્રયત્નો ચોક્કસપણે
નક્કર પરિણામ લાવે છે આપણું જીવન આ નાની-નાની સફળતાઓથી જ આ માર્ગ પર આગળ વધે છે.

Comments
Post a Comment