72. ધારણાઓના કેદી
શ્રીકૃષ્ણ કહે છે કે , " પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે ; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે" (3.29). ગુણો જ વાસ્તવમાં સાચા કર્તા હોવાની સાથે-સાથે તેઓમાં આપણને સંમોહિત કરવાની અને આપણને એવી રીતે અભિમંત્રિત કરવાની ક્ષમતા હોય છે કે આપણે આપણો સાચો સ્વભાવ ભૂલી જ જઈએ છીએ. જ્યાં સુધી આપણને એ ભાન નથી થતું કે આપણે તેના વડે અભિમંત્રિત છીએ ત્યાં સુધી આપણે મંત્રમુગ્ધ જ રહીએ છીએ. શ્રી કૃષ્ણ અજ્ઞાનીઓ અને જ્ઞાનીઓની વાત કરે છે. અજ્ઞાની લોકો ગુણોની માયા હેઠળ સંમોહિત હોય છે અને તેઓને એમ જ લાગે છે કે તેઓ જ કર્તા છે (3.27) અને તેથી તેઓ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા , ક્યાંક પોતાનું મહત્વ વધારવા , કે લોકોનું ધ્યાન ખેંચવાની ઇચ્છા ધરાવતા હોય છે અને પદ-પ્રતિષ્ઠાને માટે લડાઈ કરે છે. સાથે-સાથે તેઓ પોતાના પરિવાર , કામની જગ્યાએ કે સમાજમાં અન્ય લોકોને પણ કર્તા માને છે અને એવી અપેક્ષા રાખે છે કે તેઓ પોતાની અપેક્ષા પ્રમાણે વર્તન કરે અથવા તો કર્મ કરે. આ કાયમી અપરાધ ભાવ , ૫સ્તાવો , ગુસ્સો અને સતત ઝુલતા સફળત...