72. ધારણાઓના કેદી

 

શ્રીકૃષ્ણ કહે છે કે, "પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે" (3.29).

ગુણો જ વાસ્તવમાં સાચા કર્તા હોવાની સાથે-સાથે તેઓમાં આપણને સંમોહિત કરવાની અને આપણને એવી રીતે અભિમંત્રિત કરવાની ક્ષમતા હોય છે કે આપણે આપણો સાચો સ્વભાવ ભૂલી જ જઈએ છીએ. જ્યાં સુધી આપણને એ ભાન નથી થતું કે આપણે તેના વડે અભિમંત્રિત છીએ ત્યાં સુધી આપણે મંત્રમુગ્ધ જ રહીએ છીએ.

શ્રીકૃષ્ણ અજ્ઞાનીઓ અને જ્ઞાનીઓની વાત કરે છે. અજ્ઞાની લોકો ગુણોની માયા હેઠળ સંમોહિત હોય છે અને તેઓને એમ જ લાગે છે કે તેઓ જ કર્તા છે (3.27) અને તેથી તેઓ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા,  ક્યાંક પોતાનું મહત્વ વધારવા, કે લોકોનું ધ્યાન ખેંચવાની ઇચ્છા ધરાવતા હોય છે અને પદ-પ્રતિષ્ઠાને માટે લડાઈ કરે છે. સાથે-સાથે તેઓ પોતાના પરિવાર, કામની જગ્યાએ કે સમાજમાં અન્ય લોકોને પણ કર્તા માને છે અને એવી અપેક્ષા રાખે છે કે તેઓ પોતાની અપેક્ષા પ્રમાણે વર્તન કરે અથવા તો કર્મ કરે. આ કાયમી અપરાધ ભાવ, ૫સ્તાવો, ગુસ્સો અને સતત ઝુલતા સફળતા અને નિષ્ફળતા ની ધ્રૂવીયતા માંથી ઉત્પન્ન થતા દુઃખમાં પરિણામે છે.

   ત્યાર ૫છી થોડો સમય વીત્યા બાદ કોઇક એવી ઘટના ઘટે છે કે જેથી બીજો તબક્કો જાગૃતિનો આવે છે. આ સમય અવધિ થોડીક ક્ષણો, વર્ષો, દાયકાઓ કે અનેક જીવનકાળ જેટલી પણ હોઈ શકે. આ ઘટનાઓ આપણે બોલેલા શબ્દો, આપણી ઇચ્છાઓ કે જેમાં આપણે જકડાયેલા હોઇએ, આપણે લીધેલા નિર્ણયો અથવા તો કર્મોથી સંમોહિત થઇને કરેલા કર્મો હોઇ શકે.

ત્રીજો તબક્કો એવી જાગૃતિનો છે કે જેમાં આપણને વર્તમાન ક્ષણમાં જ એ ખ્યાલ આવે છે કે ગુણો જ એકબીજા સાથે પરસ્પર પ્રક્રિયા કરે છે અને આપણે કર્તા નથી (3.27). આ આનંદપૂર્વક અવલોકન કરવાની કળા છે.

અજ્ઞાનીઓ પણ સમયાંતરે પોતાના સ્વભાવ (સ્વ-ધર્મ) પ્રમાણે જાગૃતિની સ્થિતિમાં પહોંચસે જ અને તેથી કૃષ્ણ જ્ઞાનીઓને સલાહ આપે છે કે અજ્ઞાનીને વિચલિત કર્યા વગર માત્ર રાહ જુએ.

આપણે સૌ જે જગતમાં જીવીએ છીએ તે જગત વિશે અનેક ધારણાઓ ધરાવીએ છીએ અને અજ્ઞાની લોકો આ ધારણાઓના કેદી છે. જીવનમાં એકત્રિત કરેલી આ બધી ધારણાઓ ને દૂર કરવી એમાં જ શાણપણ છે.


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા