58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા
શ્રીકૃષ્ણ કહે
છે કે, "જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય
છે, તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી
ઈન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે, તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે" (2.67). આમાં પવન એ આપણી ઇચ્છાઓ નું રૂપક છે જે આપણા મન અને ઇંદ્રિયોને
ખેંચી જાય છે અને આપણી બુદ્ધિને (હોડી) અસ્થિર બનાવે છે.
ઇચ્છાઓના સંદર્ભે
જીવનને ચાર વિભાગોમાં વહેંચી શકાય જેમાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ નો સમાવેશ થાય છે.
આ વિભાજન માત્ર ઉમરને આધારે નથી હોતું પરંતુ વ્યક્તિના જીવનની તીવ્રતા પર પણ
આધાર રાખે છે.
પ્રથમ તબક્કામાં
ઉછેર, પુસ્તક આધારે જ્ઞાન પ્રાપ્ત કરવું, શારીરિક ક્ષમતા કેળવવી અને સાથે-સાથે અમુક પ્રારંભિક
કૌશલ્ય કેળવવાનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં પરિવાર, આપણું કામ, કૌશલ્યોનું શુદ્ધિકરણ, વિવિધ પદાર્થો અને સ્મૃતિઓ એકત્રિત કરવી, જીવનના વિવિધ પાસાઓથી કામ પાર પાડવું અને પોતાની ઇચ્છા
પૂર્તિ કરવાનો અનુભવ લેવો ૫છી ભલે તેમાં સફળતા મળે કે નિષ્ફળતા. આ પ્રક્રિયા દરમ્યાન વિવિધ પ્રકારનું જ્ઞાન, કૌશલ્ય અને જીવનના અનુભવોનું મિશ્રણ પ્રાપ્ત કરે છે
જે જાગૃતિ મેળવવા માટેની સંભાવના સર્જે છે.
ત્રીજા તબક્કામાં
પરિવર્તિત થવું એ સ્વચાલિત નથી. મહાભારતની એક કથા અનુસાર રાજા યયાતિને આ તબક્કે પહોંચતાં
એક હજાર વર્ષ લાગેલા કારણ કે તે પોતાના મોજશોખ ને ત્યજી શકતા ન હતા. આમાં રસપ્રદ વાત એ છે કે આ વધારાના વર્ષો મેળવવા માટે તેણે પોતાના
પુત્રોના જીવનની કિંમત ચૂકવવી પડી હતી. આવા સંજોગોમાં
આ શ્લોક (2.67)
આપણને ઊંડું ચિંતન કરવામાં મદદરૂપ થાય છે અને આપણે ત્રીજા તબક્કામાં ૫રિવર્તિત
થઈ શકીએ છીએ.
વળી, ત્રીજા તબક્કામાં આપણી જાગૃતિ ને લીધે ધીમે-ધીમે
આપણે આપણી ઇચ્છાઓનો ત્યાગ કરી શકીએ છીએ અને આપણને હવે સમજાય છે કે આપણી ભૂતકાળની ઇચ્છાઓ
કેટલી મુર્ખામી ભરી અને બિનજરૂરી હતી; કઈ રીતે આપણી ધારણાઓ
ભૂલ ભરેલી હતી; કઇ રીતે આપણી પૂરી થયેલી કે અધૂરી ઇચ્છાઓ
વિનાશકારી પરિણામ આપી શકે
છે. આ વાત આત્મસાત થયા પછી આપણે અહંકાર અને કર્તાભાવનો ત્યાગ કરીને અંતિમ તબક્કામાં સંન્યાસી બનવા માટે તૈયાર થઈ જઈએ છીએ.
અંતિમ તબક્કામાં, આ પ્રથમ ચરણમાં ઈન્દ્રિયો દ્વારા 'જાણવા' થી ઈન્દ્રિયોથી સ્વતંત્ર 'હોવા' સુધીનું પરિવર્તન છે. શ્રીકૃષ્ણ કહે છે કે, "બુદ્ધિની સ્થાપના ત્યારે થાય છે જયારે બધી જ ઇન્દ્રિયો એના વિષયોથી રોકી દેવામાં આવે છે '' (2.68).

Comments
Post a Comment