38. ક્રિયા-પ્રતિક્રિયા
શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ કરવા પર આપણો અધિકાર છે પરંતુ કર્મફળ પર આપણો અધિકાર નથી. આ નો અર્થ એવો જરા પણ નથી થતો કે આપણે અકર્મમાં ગ્રસિત થઈ જઈએ એટલે કે યા તો આપણે કોઈ ક્રિયા જ ન કરીએ અથવા તો સંયોગ વશ થઈને માત્ર પ્રતિક્રિયા જ આપ્યા કરીએ. શ્રીકૃષ્ણ જે શબ્દ પ્રયોજે છે એ છે ' અકર્મ ' જેનો શાબ્દિક અર્થ તો ' ક્રિયા ન કરવી ' એવો જ થાય છે , પરંતુ જે અર્થમાં એ પ્રયોજાયો છે તેમાં પ્રતિક્રિયાનો પણ સમાવેશ થઈ જાય છે. શ્લોક 2.47 માં જાગૃતિ અને કરુણાની વાત આવે છે , જેમાં જાગૃતિ એ છે કે કર્મ અને કર્મફળ એ બંને જુદી-જુદી બાબતો છે અને અન્ય તથા પોતા માટે કરુણા નો ભાવ હોય . શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ કર્યા વગર તો આપણું અસ્તિત્વ જ સંભવ નથી , કારણ કે આ ભૌતિક શરીરને ટકાવી રાખવા માટે પણ ભોજન વગેરે કર્મો કરવા જ પડે છે ( 3.8 ). વળી ત્રણે ગુણો , સત્વ, તમો અને રજો સતત આપણને કર્મમય રાખે છે ( 3.5 ) તેથી અકર્મ માટે તો ભાગ્યે જ કોઈ સ્થાન બચેલું હોય છે. સમાચાર જોતી વખતે જો આપણે આપણી મનોવૃત્તિઓનું અવલોકન કરશું , તો આપણને ખ્યાલ આવશે કે તેમાં દર્શાવાતી પ્રવૃત્તિઓ (કર્મો) આપણામાં કેટકેટલી પ્રતિક્રિય...