36. કર્મફળ એ નથી જે દેખાય છે


 સામાન્ય રીતે આપણે એ સમજવા બાબતે પૂરતી કાળજી લેતા નથી હોતા કે જે કર્મફળની અત્યારે આપણે ઇચ્છા સેવીએ છીએ એ આપણે માટે ભવિષ્યમાં પણ યોગ્ય જ હશે કે કેમ. જે રીતે તૂટેલા સંબંધો માં એક સમયે એ જ દંપતી એવું કર્મફળ ઇચ્છતું હોય છે કે તેઓ સદા સાથે જ રહે અને અમુક સમય પછી તેઓને જ એકબીજાથી છુટા થવાનું યોગ્ય લાગે છે. વાસ્તવમાં વર્તમાનમાં લોકોને એવા કર્મફળ બાબતે જ પસ્તાવો થતો હોય છે કે જે કર્મફળ તેઓએ ભૂતકાળમાં ખૂબ જ તીવ્રતાથી ઇચ્છ્યું હતું અને સમય જતાં એ જ તેમના જીવનને માટે વિનાશકારી બની ગયું હોય.

તેનાથી ઊલટું સર્વ સામાન્ય રીતે લોકોના અનુભવો જોતાં તેમાંના ઘણા ખરા લોકો તેવું જ અનુભવતા હોય છે કે એ સારું જ થયું કે એક સમયે તેઓ જે કર્મફળ ઇચ્છતા હતા એ તેમને ન મળ્યું.

જીવનના આવા બધા જ અનુભવોને એક સમયે એક સાથે જોતાં આપણને ગીતાનો 2.47 મો શ્લોક યથાર્થ સમજાશે કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને કહે છે કે આપણો અધિકાર કર્મમાં છે; કર્મફળ પર નથી.

આ અનુભવોને આધારે આપણે આ શ્લોકને દ્વંદ્વના દ્રષ્ટિકોણથી પણ જોવો જોઈએ. આ સમસ્ત વિશ્વ બે પરસ્પર વિરોધાભાસોના અસ્તિત્વથી બનેલું છે. આ બાબત કર્મફળને પણ એટલી જ લાગુ પડે છે.

આને લીધે જ ઉપરના પહેલા ઉદાહરણમાં સુખ, વિજય કે લાભ એ સમયાંતરે તેના વિરોધાભાસ દુઃખ, પરાજય અને હાનિમાં પરિવર્તીત થઈ જાય છે. તો બીજા ઉદાહરણમાં આનું બરાબર ઊલટું બને છે.

સમગ્ર ગીતામાં શ્રીકૃષ્ણ એક વાત પર વિશેષ ભાર મૂકે છે કે આપણે ચિરકાળથી ચાલતી આવતી દ્વંદ્વાત્મક પ્રકૃતિથી જાગૃતિ પૂર્વક ઉપર ઊઠવું જોઈએ. કર્મફળની ઇચ્છા એ આ દ્વંદ્વોમાંનો જ એક દ્વંદ્વ છે અને તેથી જ આપણે તેનાથી જરા પણ આસક્તિ યુક્ત થયા વગર ઉપર ઊઠવું જોઈએ.

એ સર્જનહાર કે જેને આપણે પરમ ચેતના, ચૈતન્ય, કે સર્જનાત્મકતા કહીએ છીએ તેને આ બ્રહ્માંડને ચલાવવાનો અનુભવ સાડા તેર અબજ વર્ષોથી પણ વધારેનો છે. તો પછી તે આપણા કર્મફળ બાબતે ભૂલ કરી શકે ખરો? ચોક્કસપણે, એ ભૂલ ન જ કરે. જે આપણે ઇચ્છીએ છીએ એ કદાચ આ૫ણને ન મળે ૫રંતુ આપણને જેની જરૂર છે અથવા તો આપણે જેને લાયક છીએ, એ ચોક્કસ મળી રહેશે.

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા