42. અહંકારથી બચો
શ્રીકૃષ્ણ જુએ છે કે અર્જુન અહં-કર્તા એટલે કે અહંકારની ભાવનાથી ગ્રસિત થઈ ગયો છે અને એ જ તેના વિષાદનું મુખ્ય કારણ છે. અહંકારથી મુક્ત થવા અને આત્મા સુધી પહોંચવા અર્જુનને નિશ્ચયાત્મક બુદ્ધિ નો ઉ૫યોગ કરવાનું કહે છે ( 2.41 ). અભિમાન એ અહંકારનો એક નાનકડો ભાગ છે. જયારે કોઈ માણસ સફળતા, જીત કે લાભ ના દ્વંદ્વોથી પસાર થાય છે ત્યારે તેને ઘમંડ કહે છે અને જ્યારે તે નિષ્ફળતા પરાજય કે હાનિ ના દ્વંદ્વોથી પસાર થાય છે ત્યારે તેને ઊંડી હતાશા , દુઃખ અને ક્રોધ કહે છે. એ ઈર્ષ્યા છે જ્યારે બીજા લોકો સુખનો અનુભવ કરે છે અને એ સહાનુભૂતિ છે જ્યારે બીજા લોકો દુઃખનો અનુભવ કરે છે. એ ત્યારે પણ હાજર છે કે જ્યારે આપણે ભૌતિક પદાર્થોનો સંગ્રહ કરી રહ્યા હોઇએ અને ત્યારે પણ હોય છે જ્યારે આપણે તેનો ત્યાગ કરી રહ્યા હોઇ એ. એ જ સંસાર અને સંન્યાસ બંને તરફ આપણને લઈ જાય છે. એ જ વિનાશ નું પણ કારણ છે અને સર્જનનું ૫ણ. તે જ્ઞાનમાં પણ છે અને અજ્ઞાન માં પણ. પ્રશંસામાં અહંકાર વૃદ્ધિ પામે છે અને નિંદામાં તેને ઠેસ ૫હોંચે છે. આ બન્ને અવસ્થાઓ ને કારણે આપણે છેતરપિંડી નો ભોગ બનીએ છીએ. ટૂંકમાં કહીએ તો , એક યા બીજી રીતે અહંકાર આપણી...