39. પુનરાવર્તન એ જ પ્રભુત્વની ચાવી
કર્ણ અને અર્જુન
બંને કુંતીની કૂખે જન્મેલા હોવા છતાં બંને એ પરસ્પર
વિરોધી સેનાઓમાં રહીને યુદ્ધ લડવું પડેલું. કર્ણને શ્રાપ મળેલો હતો તેથી અર્જુન સામેની
ખૂબ જ અગત્યની લડાઈમાં તેને પોતાનું યુદ્ધકળાનું જ્ઞાન કે તેનો અનુભવ તેને બચાવી શક્યો
નહીં. તે અર્જુન સામે યુદ્ધ હારી ગયો અને મૃત્યુ પામ્યો.
આ પરિસ્થિતિ આપણને
પણ એટલી જ લાગુ પડે છે કારણ કે આપણે પણ કર્ણની જેમ ઘણું બધું શીખીએ છીએ, જ્ઞાન અને અનુભવ પણ અર્જિત કરીએ છીએ પરંતુ અગત્યની
એવી કટોકટીની ક્ષણોએ આપણે જાગૃતિને બદલે સ્વભાવગત વલણ પ્રમાણે જ વર્તીએ છીએ કારણ કે
આપણી જાગૃતિ, જરૂર કરતાં ઘણી ઓછી છે. શ્રીકૃષ્ણ આ બાબતને પૂરેપૂરી રીતે જાણે છે તેથી તેઓ વારંવાર આપણને વાસ્તવિકતા
અને સત્ય વિશે જુદા-જુદા દ્રષ્ટિકોણથી ગીતામાં સમજાવે છે જેથી જાગૃતિની માત્રા વધારે ઊંડી બને અને જે તે પરિસ્થિતિમાં એ ક્ષિતિજની પેલે પાર
પણ જઈ શકે.
ગીતામાં એ બાબતે
ભારપૂર્વક કહેવાયું છે કે આપણા
બે ભાગ છે, એક આંતરિક અને બીજો બાહ્ય. આ બંને એક જ નદીના બે કિનારા સમાન છે. સામાન્ય રીતે આપણી ઓળખ આપણા બાહ્ય સ્વરૂપો જેવા કે આપણું ભૌતિક શરીર,
આપણી લાગણીઓ, વિચારો અને આપણી આસપાસની દુનિયા દ્વારા હોય છે. શ્રીકૃષ્ણ આપણને સત્યની અનુભૂતિ કરવાનું કહે છે
અને તેઓ આપણને આપણા અંતરઆત્મા સાથે એકરૂપ થવાનું જણાવે છે કે જે સર્વવ્યાપી, શાશ્વત અને નિર્વિકાર છે. જે લોકો બુદ્ધત્વ પામ્યા
છે તેઓ જ્યારે અંતરાત્માને પ્રાપ્ત કરે છે ત્યારે તેઓ એવા તારણ પર પહોંચે છે કે વાસ્તવમાં એક જ કિનારો છે, કેમકે છેવટે બંને કિનારાઓ પણ નદીના તળીયે
તો એકજ થઈ જાય છે.
જાગૃતિ ના સાધનો
માં આટલી બાબતો નો સમાવેશ થાય છે: દ્વંદ્વાતીત થવું, ગુણાતીત થવું, સમત્વ કેળવવું, કર્તા ભાવ ને બદલે સાક્ષીભાવ કેળવવો અને કર્મને
કર્મફળથી સ્વતંત્ર રીતે જોવું.
સેંકડો પુસ્તકો વાંચવા કરતાં ગીતાનું પુનરાવર્તન (ખાસ કરીને અધ્યાય બીજો) એ અનેક ઘણું જ્ઞાનપ્રદ છે કારણ કે ગીતાનું પ્રત્યેક વાંચન આપણ માં એક જુદું જ પરિમાણ સાં૫ડે છે, આપણી સમજણને બહેતર બનાવે છે, આ૫ણી સ્વ પ્રત્યેની જાગૃતિને સુવ્યવસ્થિત રીતે ઊંડી બનાવે છે, અને પરિણામે આપણે આનંદસભર બની જઈએ છીએ.

Comments
Post a Comment