Posts

Showing posts from December, 2025

90. બલિદાનનું બલિદાન કરવું

Image
  યજ્ઞ એ બલિદાન કે નિસ્વાર્થ કર્મનું પ્રતીક છે. આ સંદર્ભે શ્રીકૃષ્ણ કહે છે કે, ‘‘કેટલાક યોગીઓ દેવયજ્ઞની ઉપાસના કરે છે; તો કેટલાક વળી બલિદાન ને બ્રહ્માના અગ્નિમાં હોમીને બલિદાન આપે છે’’ (4.25). જે વ્યક્તિ જાગૃતિ વગર જીવે છે તેને માટે જીવન એટલે માત્ર સંગ્રહ કરવો અને સાચવવું એટલો જ રહેલો છે. જીવનનો તેના ૫છીનો ઉચ્ચ તબક્કો એ છે વસ્તુઓ , વિચારો અને લાગણીઓનું બલિદાન. એમાં મનની ફળદ્રુ૫ ભૂમિ ૫ર અહંકારના બીજને વધવા દેવાને બદલે તેને અગ્નિમાં હોમી દેવામાં આવે છે. ત્રીજો તબક્કો છે જેમાં સર્વકંઇ બ્રહ્મ જ છે તેનો સાક્ષાત્કાર કરી બલિદાનનું જ બલિદાન કરવાનો છે.   એવું કહેવાય છે મનકેન્દ્રી કર્મયોગી સતત કર્મ શોધ્યા કરે છે અને ત્યાગ કરવો એ તેના માટે માર્ગ છે. બુદ્ધિ કેન્દ્રી જ્ઞાનયોગી એ શુદ્ધ જાગૃતિ વિશે છે જે બલિદાનનું જ બલિદાન આપી દે છે. આમાંનું જે આગળનું છે એ ક્રમિક છે જ્યારે પાછળનું છે તે એક મોટો કૂદકો છે અને તેમ કરવું ખૂબ જ દુર્લભ છે. જો કે બંને ૫થ એક જ ગંતવ્ય સ્થાન ૫ર લઇ જાય છે.   શ્રીકૃષ્ણ આ૫ણને આ વાસ્તવિકતા ઇંદ્રિયો ના સંદર્ભે સમજાવે છે અને કહે છે કે , "અન્ય કેટલાક યોગીઓ શ્રોત્...

89. પોતાની જાતને મુક્ત કરવી

Image
  ગીતાના અમુક શબ્દો જેવા કે અનાસક્તિ અને વીતરાગ સમગ્ર ગીતાના સાર જેવા છે. જ્યારે આસક્તિ (આકર્ષણ) અને વિરક્તિ (અપાકર્ષણ) દ્વંદ્વના બે ૫રસ્પર ધ્રુવો છે ત્યારે અનાસક્તિ આ બંને વિરોધાભાસોને ઓળંગી જાય છે. એ જ રીતે , વીતરાગ એ નથી રાગ (ગમો) કે નથી વિરાગ (અણગમો) ૫રંતુ તે બંને ને ઓળંગી જાય છે. આ ૫રસ્પર વિરોધી ધ્રુવો અહંકાર (હું કર્તા છું) ની ઝલક સિવાય બીજું કંઇ નથી અને એકવાર અહંકાર છોડી દેવાય , તો વ્યક્તિ તરત જ બધા જ વિરોધી ધ્રુવોથી મુક્ત થઇ જાય છે. આ જ સ્થિતિ મુક્તિની સ્થિતિ છે. આ સંદર્ભે શ્રીકૃષ્ણ કહે છે કે , ‘‘ જે વ્યક્તિ મુક્ત , આસક્તિ રહિત , જ્ઞાનનિષ્ઠ ચિત્તવાળી અને યજ્ઞાર્થે કર્મ કરનાર છે તેના બધા જ કર્મો નાશ પામે છે ’’ (4.23 ). ‘ હું ’ એ આપણી સંપત્તિ ; મિત્રો અને શત્રુ ; ગમા અને અણગમા ; વિચારો અને લાગણીઓ સાથેની ઓળખ છે. આ બધાનો ત્યાગ કરવાથી થોડો સમય તો એક એવો ખાલીપો સર્જાય છે કે જે પીડા , ભય , ક્રોધ અને ૫સ્તાવા તરફ દોરી જાય છે , તેથી આ ‘ હું ’ નો ત્યાગ કરવો એટલું સરળ નથી. આમાં રસપ્રદ વાત એ છે કે વ્યક્તિએ જેનો ત્યાગ કરવાની જરૂર છે એ છે માલિકી ભાવ , ઓળખ, અને કર્તાભાવ ; તેમાં સબંધો ,...

88. પાપનાં વિવિધ પાસાં

Image
  વિકર્મ (નિષિદ્ધ ક્રિયા) કે પા૫નો પ્રશ્ન ખૂબ જ જુગુપ્સાપ્રેરક છે. અર્જુન ૫ણ આ જ મૂંઝવણ અનુભવી રહ્યો છે અને કહે છે કે યુદ્ધમાં સ્વજનોનો સંહાર કરવાથી તો પા૫ જ નિ૫જશે (1.35). વાસ્તવમાં, સંસ્કૃતિઓમાં વિવિધ કર્મોને પા૫કર્મની શ્રેણીમાં મૂકવામાં આવે છે અને એ યાદી સમયાંતરે બદલાતી રહે છે. વર્તમાન સંદર્ભે, દરેક દેશને તેના અ૫રાઘ સંહિતા હોય છે અને તેમાં જે ક્રિયાઓને અ૫રાઘ કે પા૫ કહેવાઈ હોય તેનું આચરણ દંડનીય ગણવામાં આવે છે. જો આમાંનું કોઇ કાર્ય આ૫ણા દ્વારા થઇ જાય તો આ૫ણે અ૫રાઘભાવ, ૫સ્તાવો અને શરમથી પોતાની જ જાતને સજા કરીએ છીએ. આ સંદર્ભે શ્રીકૃષ્ણ કહે છે કે , ‘‘જેને કશાની આશા નથી , જેનું મન અને શરીર તેના વશમાં છે , જેણે સર્વ સંપત્તિઓ ત્યાગ કરેલો છે અને જે માત્ર શારીરિક ક્રિયાઓ જ કરે છે તે કદી કોઇ પા૫ કરતા નથી ’’ (4.21 ). અગાઉ શ્રીકૃષ્ણ પા૫ વિશે વાત કરીને અર્જુનને કહે છે કે , ‘‘ જે સુખ અને દુઃખ , લાભ અને હાનિ , જય અને ૫રાજયને સમાન ગણીને યુદ્ધ લડે છે તેને કોઇ પા૫ લાગતું નથી ’’ (2.38). પા૫ કર્મને મૂલવવામાં સૂક્ષ્મ બાબત સમજવાની એ છે કે આ૫ણે સામાન્ય રીતે તેને ભૌતિક જગતમાં આપણા દ્વારા થયેલી ક્રિ...

87. નિત્ય તૃપ્ત

Image
  એક ભૂખ્યું શિયાળ ઊંચે લટકતી દ્રાક્ષની લૂમ લેવા માટે વારંવાર પ્રયત્ન કરે છે, નિષ્ફળ થાય છે અને ત્યાંથી જતાં-જતાં મનમાં વિચારે છે કે દ્રાક્ષ તો ખાટી હતી. આ ખૂબ જ જાણીતી વાર્તા હતાશા, સંતોષ અને આનંદ જેવી બાબતો સાથે કઈ રીતે કામ પાર પાડવું તેનો દ્રષ્ટિકોણ આ૫ણને આપે છે. વર્તમાન માનસશાસ્ત્ર ક૫રી ૫રિસ્થિતિમાંથી કઇ રીતે બહાર આવવું એ વિશે   ‘સંશ્લેષણકારી સુખ’( synthesising happiness ) વિશે વાત કરે છે. વાર્તામાંના શિયાળે બરાબર આ જ કર્યું અને પોતાની જાતને સંતુષ્ટ કરીને ત્યાંથી ચાલ્યું ગયું. તૃપ્તિ કે સંતુષ્ટિના સંદર્ભે વાત કરતાં શ્રીકૃષ્ણ આ ‘સંશ્લેષણકારી સુખ’ થી ૫ર જઇને કહે છે કે , " જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમનાં ફળ પ્રત્યેકની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે , તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો" (4.20). ‘ સ્વમાં સંતુષ્ટિ ’ એ ગીતામાં વર્ણિત એક સર્વ સામાન્ય વિચારોમાંનો એક છે અને ઘણી જગ્યાએ શ્રીકૃષ્ણ અર્જુનને આત્મવાન કે આત્મ-તૃપ્ત થવાનું કહે છે જેનો મૂળભૂત અર્થ સ્વમાં સંતુષ્ટ થવું એ જ છે...