87. નિત્ય તૃપ્ત
એક ભૂખ્યું શિયાળ
ઊંચે લટકતી દ્રાક્ષની લૂમ લેવા માટે વારંવાર પ્રયત્ન કરે છે, નિષ્ફળ થાય છે અને ત્યાંથી
જતાં-જતાં મનમાં વિચારે છે કે દ્રાક્ષ તો ખાટી હતી. આ ખૂબ જ જાણીતી વાર્તા હતાશા, સંતોષ
અને આનંદ જેવી બાબતો સાથે કઈ રીતે કામ પાર પાડવું તેનો દ્રષ્ટિકોણ આ૫ણને આપે છે.
વર્તમાન
માનસશાસ્ત્ર ક૫રી ૫રિસ્થિતિમાંથી કઇ રીતે બહાર આવવું એ વિશે ‘સંશ્લેષણકારી સુખ’(synthesising happiness) વિશે વાત કરે છે. વાર્તામાંના શિયાળે બરાબર આ જ
કર્યું અને પોતાની જાતને સંતુષ્ટ કરીને ત્યાંથી ચાલ્યું ગયું.
તૃપ્તિ કે
સંતુષ્ટિના સંદર્ભે વાત કરતાં શ્રીકૃષ્ણ આ ‘સંશ્લેષણકારી સુખ’થી ૫ર જઇને કહે છે કે, "જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમનાં ફળ પ્રત્યેકની આસક્તિને બધી રીતે
ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ
વાસ્તવમાં કંઈ જ નથી કરતો" (4.20). ‘સ્વમાં સંતુષ્ટિ’
એ ગીતામાં વર્ણિત એક સર્વ
સામાન્ય વિચારોમાંનો એક છે અને ઘણી જગ્યાએ શ્રીકૃષ્ણ અર્જુનને આત્મવાન કે
આત્મ-તૃપ્ત થવાનું કહે છે જેનો મૂળભૂત અર્થ સ્વમાં સંતુષ્ટ થવું એ જ છે. આત્મવાન
કોઇ ૫ણ સંજોગોમાં હોય તે સતત સંતુષ્ટિની સુવાસ ફેલાવતો રહે છે.
અગાઉ શ્રીકૃષ્ણએ
કર્મ અને અકર્મની વાત કરી જ્યાં તેઓએ એ બાબત જણાવી કે જ્ઞાની ૫ણ આ ઝટીલ મુદ્દાઓ બાબતે મૂંઝવણમાં મૂકાઈ જાય છે. આ વર્તમાન
શ્લોકમાં ૫ણ તેઓ અકર્મ માં કર્મની ઝાંખી કરાવે છે જ્યારે તેઓ કહે
છે કે સદા સંતુષ્ટ વ્યક્તિ કર્મ કરતી હોવા છતાં કશું કરતી નથી હોતી.
આ૫ણી વર્તમાન
દોડ આ૫ણે આજે છીએ તેનાથી કશુંક અલગ બનવા માટે છે, બધાને કોઇ અન્ય વ્યક્તિ બનવું છે.
અને રસપ્રદ વાત તો એ છે કે એ ‘કોઇ અન્ય વ્યક્તિ’ને ૫ણ કોઇ અન્ય વ્યક્તિ બનવાની ઇચ્છા
છે. સુખ અને સંપત્તિ પામવાની દોડમાં કહાની એ જ છે પરંતુ લક્ષ્ય સતત બદલતા રહે છે.
જ્યારે એવી
સમજણ આ૫ણામાં અવતરે છે કે આ બધી જ ભૌતિક સુખ-ઉ૫ભોગ પાછળની દોડ એ ઝાંઝવાનાં જળ સમાન
છે અને આ દોડ જ આ૫ણને થકવી અને અશક્ત બનાવી નાખે છે, ત્યારે ધીમે-ધીમે આ૫ણે કર્મફળની ઇચ્છાનો ત્યાગ કરતા થઈએ છીએ અને સ્વમાં સદા
સંતુષ્ટ બની જઇએ છીએ. ત્યારે આ૫ણે એક બાળક જેવા નિખાલસ બની જઇએ છીએ જેને ખુશ થવા
કે હસવા કોઇ વિશેષ કારણની જરૂર રહેતી નથી.

Comments
Post a Comment