61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા
ગીતાનો ત્રીજો અધ્યાય
કર્મયોગ તરીકે ઓળખાય છે.
એ શ્લોક 2.71 નું વિસ્તૃતીકરણ છે જેમાં શ્રીકૃષ્ણએ કહ્યું કે ‘નિર્-મમ’ અને ‘નિર્-અહંકાર’ એ શાશ્વત સ્થિતિ પામવાનો માર્ગ છે.
અહીં અર્જુન એક
શંકા ઊભી કરે છે અને પૂછે છે કે, ''જો આપના મતે બુદ્ધિ
(જાગૃતિ) જ શ્રેષ્ઠ હોય તો શા માટે આપ મને આ ભયંકર કર્મ (યુદ્ઘ) કરવાનું કહો છો (3.1). મારે માટે જે શ્રેષ્ઠ
અને કલ્યાણકારી હોય એ નિશ્ચય પૂર્વક કહેવાને બદલે આપ મને દ્વિઅર્થી વચનોથી શાથી મૂંઝવી રહ્યા છો'' (3.2).
કોઈપણ વિભાજનથી હંમેશા અતાર્કિક કે આવેશ પૂર્વક નિર્ણયો લેવાય છે જે કોઈ જ પુરાવા આધારિત ન હોવાથી શ્રીકૃષ્ણ તેનો ત્યાગ
કરવાની સલાહ આપે છે (2.50). અર્જુને યુદ્ધમાંથી ભાગી જવાનો નિર્ણય માત્ર એક જ બાબતને આધારે લીધો કે તે
પોતાના પરિવારજનોને મારીને કોઈનું હિત જોતો નથી (1.31). અને તે પોતાના નિર્ણયની રક્ષા કરવા માટે ઘણા બધા ખુલાસા એકત્રિત કરે છે અને
તેનો આ વર્તમાન પ્રશ્ન પણ તેના નિર્ણયને સાચો ઠેરવવાનો જ ભાગ હોય એવું લાગે છે નહીં
કે આ પોતાની સમજણ વધારવા માટે પૂછેલો પ્રશ્ન હોય.
આપણી સ્થિતિ પણ અર્જુન કરતાં જરા પણ ભિન્ન નથી કારણ કે સમજણ આવ્યા પહેલા જ આપણી ઓળખ ધર્મ, જાતિ, પારિવારિક દરજ્જો, જ્ઞાતિ, રાષ્ટ્રિયતા, કે આપણું સ્ત્રી કે
પુરુષ હોવું ને આધારે કરી દેવામાં આવી હતી અને પછી આપણે જીવનભર આ ઓળખ ને સાચી ઠેરવવા સંઘર્ષ કરતાં
રહીએ છીએ.
બીજી વાત એ કે
અર્જુન શ્રીકૃષ્ણ પાસેથી નિશ્ચિતતાની અપેક્ષા રાખે છે. જોકે આ વ્યક્ત જગતમાં અસ્થાયી૫ણું
એક નિયમ હોવા છતાં આપણે સૌ સતત નિશ્ચિતતા પાછળ દોડતા રહીએ છીએ કારણ કે તેનાથી જ આપણને
રાહત મળે છે. વિભાજન નિશ્ચિતતા આપતું હોવાથી આપણે કોઈ બુદ્ધિપૂર્વક ના નિર્ણય લેતા
પહેલા પૂરતા પુરાવા એકત્રિત કરવાની બદલે એ વિભાજન તરફ ઢળી પડીએ છીએ કેમકે પુરાવા એકત્રિત
કરવા માટે ખૂબ જ ધૈર્યની જરૂર પડે છે.
પરંતુ શાશ્વત નિશ્ચિતતા વ્યક્તિને પોતાના જીવનના અનુભવો માંથી જ પ્રાપ્ત થાય છે અને તે કમાવા માટે સખત મહેનત કરવી પડે છે. આપણે સૌએ આ પથ પર ચાલવું પડે છે કારણ કે આ અનુભવો કોઈ પુસ્તક કે અન્ય લોકો પાસેથી ઉધાર મળતા નથી. આ જાણે કે ગાડી ચલાવવા કે સાઇકલ ચલાવવા જેવું છે જેમાં પોતાનો અનુભવ જ કામ આવે છે.

Comments
Post a Comment