Posts

Showing posts from February, 2025

55. વિષચક્ર અને શુભચક્ર

Image
  વિષચક્રો અને શુભચક્રો ઘટનાઓની ઘટમાળ પ્રમાણે એક પછી એક આવ્યા જ કરે છે અને તેના પરિણામો અનુક્રમે દુઃખ કે સુખ પ્રાપ્ત થાય છે. જો આપણી આવક કરતાં ખર્ચાઓ વધુ હોય તો આપણે ઉધારી અને દેવામાં સપડાઈ જઈએ છે , આ એક વિષ ચક્ર છે. જો ખર્ચાઓ કરતા આવક વધુ હોય તો બચત થાય છે અને સંપત્તિ નિર્માણ થાય છે , આ એક શુભ ચક્ર છે. શ્રીકૃષ્ણ આ ચક્રો વિશે શ્લોકો 2.62 થી 2.64 માં જણાવે છે. શ્રીકૃષ્ણ કહે છે કે , " વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે , આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે , મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે , સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાની એ પુરુષનું પોતાની સ્થિતિથી નું પતન થાય છે" (2.62-2.63). આ મનુષ્યની પડતીનું વિષચક્ર છે. તો બીજી બાજુ શ્રીકૃષ્ણ કહે છે કે , "પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે" (2.64). આ બીજું ક...

54. ઇંદ્રિયોની સ્વચાલિતતા

Image
  શ્રીકૃષ્ણ અર્જુનની ચેતવે છે કે આ વલોપાત સર્જનારી ઇંદ્રિયો પ્રયત્નશીલ જ્ઞાનીનાં મનને પણ બળ પૂર્વક ખેંચી જવા સક્ષમ છે ( 2.60 ). આ શ્લોક ઈચ્છઓથી ભરેલી ઇંદ્રિયોની સ્વચાલિત તા વિશે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ ધુમ્રપાન કરનાર વ્યક્તિ છે કે જે ખુબ સારી રીતે જાણે છે કે ધૂમ્રપાનનું નુકસાન શું છે તેમ છતાં પણ ધુમ્રપાન છોડવું તેને માટે ખૂબ જ કઠિન થઈ જાય છે, તેને એ વાતનો પસ્તાવો થાય કે તે એ બાબતે જાગૃત બને ત્યાં સુધીમાં તો સિગારેટ સળગી ગઇ હોય છે. કોઈપણ વ્યક્તિ જયારે રસ્તા પર ઝગડા કે અપરાધો કરતી હોય ત્યારે એ સમજવું કે એ તેનાથી ઉત્તેજનાવશ અને તત્કાલીન ૫રિસ્થિતિ ના લીધે થઈ જાય છે નહીં કે જાગૃત અવસ્થામાં. એ જ રીતે જે વ્યક્તિ પોતાના કામના સ્થળે કે પરિવારમાં ઉગ્ર શબ્દો બોલતી હોય છે તેને પણ એ વાતનો પસ્તાવો થતો હોય છે કારણ કે પ્રથમ તબક્કે તેઓ એવું ઇચ્છતા નથી હોતા. આ બધા જ ઉદાહરણો એ જ બાબત સૂચવે છે કે ઇંદ્રિય આપણને નિયંત્રણમાં લઇ લે છે અને આપણને કર્મબંધનમાં બાંધે છે.     આપણા શિશુકાળના વર્ષોમાં આપણા મગજમાં આવેલ ચેતાકોષો અમુક ખાસ પ્રકારના જોડાણ રચે છે જેને ચેતાકોષીય જોડાણ કહેવાય છે, જેને...

53. ઇંદ્રિય વિષયોની લાલસાનો ત્યાગ

Image
  શ્રી કૃષ્ણ કહે છે, "જે વ્યક્તિ ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતો નથી તેની પાસેથી ઇન્દ્રિય વસ્તુઓ દૂર થઈ જાય છે, પરંતુ રસ (લાલસા) જતી નથી અને લાલસા ત્યારેજ સમાપ્ત થાય છે જયારે વ્યક્તિ પરમને પ્રાપ્ત કરે છે" (2.59). ઇંદ્રિયોને એક ભૌતિક અંગ હોય છે એક નિયંત્રક હોય છે. આપણું મન ઇંદ્રિયોના આ બધા જ નિયંત્રકોનું સંયોજન છે. શ્રીકૃષ્ણ કહે છે કે આપણે એ નિયંત્રક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે લાલસાને ટકાવી રાખે છે. શ્રીકૃષ્ણ અહીં રસ શબ્દનો પ્રયોગ કરે છે. જ્યારે એક પાકું ફળ કાપવામાં આવે છે ત્યારે જ્યાં સુધી તેને નિચોવાતું નથી ત્યાં સુધી તેમાં રહેલો રસ પણ દેખાતો નથી. એ જ વાત દૂધ માં પડેલા માખણ ને લાગુ પડે છે. રસ એ એવી આંતરિક લાલસા છે કે જે ઇંદ્રિયોમાં પડેલી હોય છે. અજ્ઞાનની કક્ષાએ ઇંદ્રિયો સતત તેના વિષયોમાં આસક્ત રહે છે તથા સુખ અને દુઃખ વચ્ચે સતત આંદોલિત થતી રહે છે. તેના પછીના ચરણ પર બહારના સંજોગો જેમ કે પૈસા ન હોવા કે ડોક્ટરની સલાહ ને કારણે મીઠાઈ જેવી ઇન્દ્રિય વસ્તુવો છોડી દેવામાં આવે છે પરંતુ તેના તરફ ની ઇચ્છા કે આસક્તિ તો રહે જ છે. આ બહારના સંજોગો અનેક હોઈ શકે જેમ કે નૈતિકતા, ભ...

52. ક્યારે સમેટવું એની સમજણ

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " કાયબો બધી બાજુથી પોતાનાં અંગોને જેમ સંકોરી લે છે , તેમજ જયારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે , ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે" (2.58). અહીં શ્રીકૃષ્ણ ઇંદ્રિયો ૫ર વિશેષ ભાર આપે છે કારણકે ઇંદ્રિયો જ આ૫ણા અંતરાત્મા અને બહારી જગત વચ્ચેની કડી છે. તેઓ આ૫ણને કાચબાનું રૂ૫ક પ્રયોજીને સૂચવે છે કે જેમ કાચબો કોઇ ૫ણ મુશ્કેલી જણાતાં પોતાના અંગોને પોતાનામાં સંકોરી લે છે તેમ આ૫ણે ૫ણ જ્યારે આ૫ણને એમ લાગે કે આ૫ણી ઇંદ્રિયોના વિષયોમાં આસક્ત થઇ ગયા છીએ ત્યારે આ૫ણે ૫ણ આ૫ણી ઇંદ્રિયોને તેના વિષયોમાંથી પાછી ખેંચી લેવી જોઇએ. દરેક ઇંદ્રિયના બે ભાગ છે. એક છે એ ઇંદ્રિયને લગતું અંગ જેમ કે આ૫ણી આંખ નો ગોળો અને બીજું છે મગજનો એ ભાગ જે આ૫ણી આંખો ના ગોળાને નિયંત્રિત કરે છે. ઇંદ્રિયની ક્રિયા-પ્રતિક્રિયા બે સ્તરે થતી હોય છે. એક છે તે સતત ૫રિવર્તનશીલ એવા ઇંદ્રિયના વિષયો યુક્ત બહારી જગત અને ઇંદ્રિયના અંગ ( આંખ નો ગોળો ) વચ્ચે થતી હોય છે કે જે સંપૂર્ણ૫ણે સ્વચાલિત છે અને જ્યાં પ્રકાશના કણો તેના ગુણઘર્મ પ્રમાણે આંખના ગોળા સાથે પ્રતિક્રિયા કરે છે. અન...