54. ઇંદ્રિયોની સ્વચાલિતતા
શ્રીકૃષ્ણ અર્જુનની
ચેતવે છે કે આ વલોપાત સર્જનારી ઇંદ્રિયો પ્રયત્નશીલ જ્ઞાનીનાં મનને પણ બળ પૂર્વક ખેંચી
જવા સક્ષમ છે (2.60). આ શ્લોક ઈચ્છઓથી ભરેલી ઇંદ્રિયોની સ્વચાલિતતા વિશે છે.
આનું એક ઉત્તમ
ઉદાહરણ ધુમ્રપાન કરનાર વ્યક્તિ છે કે જે ખુબ સારી રીતે જાણે છે કે ધૂમ્રપાનનું નુકસાન
શું છે તેમ છતાં પણ ધુમ્રપાન છોડવું તેને માટે ખૂબ જ કઠિન થઈ જાય છે, તેને એ વાતનો
પસ્તાવો થાય કે તે એ બાબતે જાગૃત બને ત્યાં સુધીમાં તો સિગારેટ સળગી ગઇ હોય છે. કોઈપણ
વ્યક્તિ જયારે રસ્તા પર ઝગડા કે અપરાધો કરતી હોય ત્યારે એ સમજવું કે એ તેનાથી ઉત્તેજનાવશ
અને તત્કાલીન ૫રિસ્થિતિ ના લીધે થઈ જાય છે નહીં કે જાગૃત અવસ્થામાં. એ જ રીતે જે વ્યક્તિ
પોતાના કામના સ્થળે કે પરિવારમાં ઉગ્ર શબ્દો બોલતી હોય છે તેને પણ એ વાતનો પસ્તાવો
થતો હોય છે કારણ કે પ્રથમ તબક્કે તેઓ એવું ઇચ્છતા નથી હોતા. આ બધા જ ઉદાહરણો એ જ બાબત
સૂચવે છે કે ઇંદ્રિય આપણને નિયંત્રણમાં લઇ લે છે અને આપણને કર્મબંધનમાં બાંધે છે.
આપણા શિશુકાળના
વર્ષોમાં આપણા મગજમાં આવેલ ચેતાકોષો અમુક ખાસ પ્રકારના જોડાણ રચે છે જેને ચેતાકોષીય
જોડાણ કહેવાય છે, જેને લીધે આપણે ચાલવા જેવી સ્વચાલિત પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ અને
એ રીતે આપણા મગજની ઘણી બધી શક્તિઓની બચત થાય છે. આજ વાત આપણે આપણા પાછળનાં જીવનમાં
કૌશલ્યો કે આદતોનું નિર્માણ કરીએ છીએ તેમાં ૫ણ લાગુ પડે છે.
આ પ્રકારના ચેતાકોષીય
જોડાણો બનાવવામાં આપણે પુષ્કળ શક્તિ વાપરીએ છીએ જે જરૂરી પણ હોય છે પરંતુ તેને લીધે
આ પ્રકારના જોડાણોથી સર્જાયેલી આદતો બદલવી ખૂબ જ મુશ્કેલ પડે છે. ન્યુરોસાયન્સ કહે છે કે આ જોડાણો નું પુનઃ
સર્જન અથવા તો તેના પર ફરીથી કામ કરીને જો તેને બદલવામાં ન આવે તો તે બદલવું અસંભવ
છે.
શ્રીકૃષ્ણ આ
જ ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા છે જયારે તેઓ એમ કહે છે કે, આ ઇંદ્રિયો એટલી બધી બળવાન છે
કે તે એક જ્ઞાનીનાં મનને પણ બળ પૂર્વક ખેંચી જઈ શકે છે.
શ્રીકૃષ્ણ કહે છે કે ઇંદ્રિયોની સ્વચાલિતા પર નિયંત્રણ મેળવવા વ્યક્તિએ અસ્તિત્વના વધારે શક્તિશાળી અને સર્વોચ્ચ એવા પરમતત્ત્વને શરણે જવું જોઈએ (2.61). આ ની ગુરૂ ચાવી એ છે કે આમાં ઇંદ્રિયો સામે લડવાને બદલે જાગૃતિ પૂર્વક સર્વશક્તિમાન પરમાત્માની શરણાગતિ સ્વીકારવામાં આવે કે જે આ કામ પાર પાડવા માટે ઉચિત શક્તિનો સ્રોત છે.

Comments
Post a Comment