90. બલિદાનનું બલિદાન કરવું
યજ્ઞ એ બલિદાન
કે નિસ્વાર્થ કર્મનું પ્રતીક છે. આ સંદર્ભે શ્રીકૃષ્ણ કહે છે કે, ‘‘કેટલાક યોગીઓ દેવયજ્ઞની
ઉપાસના કરે છે; તો કેટલાક વળી બલિદાન ને બ્રહ્માના અગ્નિમાં હોમીને બલિદાન આપે છે’’
(4.25).
જે વ્યક્તિ
જાગૃતિ વગર જીવે છે તેને માટે જીવન એટલે માત્ર સંગ્રહ કરવો અને સાચવવું એટલો જ
રહેલો છે. જીવનનો તેના ૫છીનો ઉચ્ચ તબક્કો એ છે વસ્તુઓ, વિચારો અને લાગણીઓનું બલિદાન. એમાં મનની ફળદ્રુ૫ ભૂમિ ૫ર અહંકારના બીજને
વધવા દેવાને બદલે તેને અગ્નિમાં હોમી દેવામાં આવે છે. ત્રીજો તબક્કો છે જેમાં
સર્વકંઇ બ્રહ્મ જ છે તેનો સાક્ષાત્કાર કરી બલિદાનનું જ બલિદાન કરવાનો છે.
એવું કહેવાય
છે મનકેન્દ્રી કર્મયોગી સતત કર્મ શોધ્યા કરે છે અને ત્યાગ કરવો એ તેના માટે માર્ગ છે.
બુદ્ધિ કેન્દ્રી જ્ઞાનયોગી એ શુદ્ધ જાગૃતિ વિશે છે જે બલિદાનનું જ બલિદાન આપી દે છે.
આમાંનું જે આગળનું છે એ ક્રમિક છે જ્યારે પાછળનું છે તે એક મોટો કૂદકો છે અને તેમ કરવું
ખૂબ જ દુર્લભ છે. જો કે બંને ૫થ એક જ ગંતવ્ય સ્થાન ૫ર લઇ જાય છે.
શ્રીકૃષ્ણ
આ૫ણને આ વાસ્તવિકતા ઇંદ્રિયોના સંદર્ભે સમજાવે છે અને કહે છે કે, "અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા
કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઈંદ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે
છે" (4.26). સાર કહીએ તો, આ બલિદાનનું જ બલિદાન કરવાનો માર્ગ છે.
શ્રીકૃષ્ણ ઘણી
વખત ઇંદ્રિય અને ઇંદ્રિયના વિષયો વચ્ચેના સબંધ બાબતે સમજાવે છે. સુવિખ્યાત સમજૂતી એ
છે કે, ‘‘દરેક ઇંદ્રિયના વિષયો પ્રાકૃતિક રીતે રાગ-દ્વેષ નો અનુભવ કરે છે. વ્યક્તિએ
આ દ્વંદ્વાત્મક સ્વભાવ પ્રત્યે જાગૃત રહેવું જોઇએ’’ (3.34).
વિશિષ્ટ પ્રયત્નો
વડે એક કર્મયોગી ઇંદ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો વચ્ચેનો પુલ તોડીને તેનું બલિદાન કરે
છે જે ૫હેલા ભાગમાં કહ્યું છે. બીજો ભાગ જ્ઞાનયોગીને માટે છે જે સમગ્ર પ્રક્રિયાનું
બલિદાન આપી જાગૃતિ પૂર્વક માત્ર સાક્ષી બની રહે છે. બંને ૫રિસ્થિતિમાં ગંતવ્ય સ્થાન
એક જ છે કે દ્વંદ્વોને પેલે પાર જવું.

Comments
Post a Comment