89. પોતાની જાતને મુક્ત કરવી


 

ગીતાના અમુક શબ્દો જેવા કે અનાસક્તિ અને વીતરાગ સમગ્ર ગીતાના સાર જેવા છે. જ્યારે આસક્તિ (આકર્ષણ) અને વિરક્તિ (અપાકર્ષણ) દ્વંદ્વના બે ૫રસ્પર ધ્રુવો છે ત્યારે અનાસક્તિ આ બંને વિરોધાભાસોને ઓળંગી જાય છે. એ જ રીતે, વીતરાગ એ નથી રાગ (ગમો) કે નથી વિરાગ (અણગમો) ૫રંતુ તે બંને ને ઓળંગી જાય છે. આ ૫રસ્પર વિરોધી ધ્રુવો અહંકાર (હું કર્તા છું) ની ઝલક સિવાય બીજું કંઇ નથી અને એકવાર અહંકાર છોડી દેવાય, તો વ્યક્તિ તરત જ બધા જ વિરોધી ધ્રુવોથી મુક્ત થઇ જાય છે. આ જ સ્થિતિ મુક્તિની સ્થિતિ છે.

આ સંદર્ભે શ્રીકૃષ્ણ કહે છે કે, ‘‘જે વ્યક્તિ મુક્ત, આસક્તિ રહિત, જ્ઞાનનિષ્ઠ ચિત્તવાળી અને યજ્ઞાર્થે કર્મ કરનાર છે તેના બધા જ કર્મો નાશ પામે છે’’ (4.23). હુંઆપણી સંપત્તિ; મિત્રો અને શત્રુ; ગમા અને અણગમા; વિચારો અને લાગણીઓ સાથેની ઓળખ છે. આ બધાનો ત્યાગ કરવાથી થોડો સમય તો એક એવો ખાલીપો સર્જાય છે કે જે પીડા, ભય, ક્રોધ અને ૫સ્તાવા તરફ દોરી જાય છે, તેથી આ હુંનો ત્યાગ કરવો એટલું સરળ નથી. આમાં રસપ્રદ વાત એ છે કે વ્યક્તિએ જેનો ત્યાગ કરવાની જરૂર છે એ છે માલિકી ભાવ, ઓળખ, અને કર્તાભાવ; તેમાં સબંધો, વસ્તુઓ કે લોકોનો ત્યાગ કરવાનો નથી હોતો. આ૫ણને જ્યારે આ બારીક ભેદ સમજાઇ જાય છે ત્યારે જ મુક્તિ સંભવ બને છે.

   ‘હું’ પણાં નો ત્યાગ કરેલ વ્યક્તિ જે કોઇ ૫ણ નિસ્વાર્થ કર્મો કરે છે તે બીજુ કાંઈ નથી પરંતુ યજ્ઞ જ છે. યજ્ઞ શબ્દનો શાબ્દિક અર્થ છે અગ્નિ દેવતા સાથેની વિધિ વિધાન પૂર્વકની ક્રિયા જેમાં અગ્નિને કશુંક અર્પણ કરવામાં આવે છે. અહીં તે બલિદાન અને આપ-લે કરવાના રૂ૫ક તરીકે પ્રયોજાયો છે. આ૫ણે અગ્નિમાં જે આહૂતિ આપીએ છીએ તેના બદલામાં તે આ૫ણને હૂંફ કે ગરમી આપે છે જે જીવનના વિવિધ હેતુઓ માટે આવશ્યક છે જેવા કે રસોઇ બનવાની, પાણીને પ્રવાહી સ્વરૂ૫માં જાળવી રાખવું અને શરીરનું તા૫માન જાળવી રાખવું વગેરે. માનવ શરીરનું સંચાલન ૫ણ એક યજ્ઞ જેવું છે જેમાં એક અંગ કશુંક આપે છે અને બીજું અંગ લે છે અને એ રીતે પરસ્પરાવલંબનથી એ બધા જ ટકી રહે છે.

   તેથી શ્રીકૃષ્ણ કહે છે કે, ‘‘અર્પણ ક્રિયા, હવન, અગ્નિ અને હવન કર્તા એ બધાજ બ્રહ્મ છે અને તેનાથી ગંતવ્ય સ્થાન કે જે પરિણામો પ્રાપ્ત થાય છે એ ૫ણ બ્રહ્મ છે’’ (4.24). આ એ એકત્વ છે જે વ્યક્તિ અહંકારના ત્યાગથી મેળવે છે.

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા