42. અહંકારથી બચો

 

શ્રીકૃષ્ણ જુએ છે કે અર્જુન અહં-કર્તા એટલે કે અહંકારની ભાવનાથી ગ્રસિત થઈ ગયો છે અને એ જ તેના વિષાદનું મુખ્ય કારણ છે. અહંકારથી મુક્ત થવા અને આત્મા સુધી પહોંચવા અર્જુનને નિશ્ચયાત્મક બુદ્ધિ નો ઉ૫યોગ કરવાનું કહે છે (2.41).

અભિમાન એ અહંકારનો એક નાનકડો ભાગ છે. જયારે કોઈ માણસ સફળતા, જીત કે લાભ ના દ્વંદ્વોથી પસાર થાય છે ત્યારે તેને ઘમંડ કહે છે અને જ્યારે તે નિષ્ફળતા પરાજય કે હાનિ ના દ્વંદ્વોથી પસાર થાય છે ત્યારે તેને ઊંડી હતાશા, દુઃખ અને ક્રોધ કહે છે. એ ઈર્ષ્યા છે જ્યારે બીજા લોકો સુખનો અનુભવ કરે છે અને એ સહાનુભૂતિ છે જ્યારે બીજા લોકો દુઃખનો અનુભવ કરે છે.

એ ત્યારે પણ હાજર છે કે જ્યારે આપણે ભૌતિક પદાર્થોનો સંગ્રહ કરી રહ્યા હોઇએ અને ત્યારે પણ હોય છે જ્યારે આપણે તેનો ત્યાગ કરી રહ્યા હોઇ એ. એ જ સંસાર અને સંન્યાસ બંને તરફ આપણને લઈ જાય છે. એ જ વિનાશનું પણ કારણ છે અને સર્જનનું ૫ણ. તે જ્ઞાનમાં પણ છે અને અજ્ઞાન માં પણ.

પ્રશંસામાં અહંકાર વૃદ્ધિ પામે છે અને નિંદામાં તેને ઠેસ ૫હોંચે છે. આ બન્ને અવસ્થાઓ ને કારણે આપણે છેતરપિંડી નો ભોગ બનીએ છીએ. ટૂંકમાં કહીએ તો, એક યા બીજી રીતે અહંકાર આપણી દરેકે દરેક લાગણીઓની પાછળ હોય જ છે અને આ લાગણીઓ જ આપણા બહારના વર્તનને સૌથી વધુ અસર કરે છે. અહંકાર આપણને સફળતા અને સમૃદ્ધિ અપાવતો હોય એવું પણ લાગે પરંતુ એ કોઈ તત્કાલીન નશામાં રહેવા જેવું છે.

‘હુંઅનેમારું’ આ બંને અહંકારના પાયા છે અને આ બે શબ્દોને જો આપણે આપણી રોજિંદી વાતચીતમાં અને વિચારોમાં અવગણીએ તો આ૫ણે અહંકારને મહદંશે નબળો પાડી શકીએ છીએ.  

અહંકાર ત્યારે જ જન્મે છે કે જ્યારે આપણે બે દ્વંદ્વોમાંથી કોઈ એક સાથે એકરૂપ થઈ જઈએ છે અને એટલે જ શ્રીકૃષ્ણ 2.48 માં અર્જુનને સલાહ આપે છે કે તે પસંદગી મુક્ત રહે અને મધ્યમાં સ્થિર થાય કે જ્યાં અહંકારને કોઈ જ સ્થાન નથી. ભૂખ લાગે ત્યારે ભોજન કરો, ઠંડી લાગે ત્યારે ગરમ કપડાં પહેરો, જરૂર પડે ત્યારે યુદ્ધ કરો અને જરૂર પડે ત્યારે મિત્રતા કરો પણ આ બધી વખતે કશાથી પણ એકરૂ૫ ન થાઓ, જે બાળક જેવી નિર્દોષ સ્થિતિ છે.

Comments

Popular posts from this blog

55. વિષચક્ર અને શુભચક્ર

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા