34. કર્મ ૫ર ધ્યાન આપો, કર્મફળ ૫ર નહીં

 

ભગવદ્ ગીતાના 2.47 માં શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર કર્મ કરવામાં છે પરંતુ કર્મફળ પર આપણો કોઈ જ અધિકાર નથી. આજ શ્લોકમાં તેઓ આગળ કહે છે કે કર્મફળ એ આપણા કોઈપણ કર્મનો હેતુ ન હોવો જોઈએ અને તેમ છતાં પણ આપણે કર્મને આધીન પણ ન થવું જોઈએ.  ગીતાનો આ શ્લોક અનેક જગ્યાએ જોવા મળે છે એનું કારણ કદાચ એ છે કે આ શ્લોકમાં જીવનને ઘણા બધા પાસાઓથી જોવાયું છે.

આ શ્લોક તરફનો સૌથી સરળ અભિગમ એ છે કે શ્રીકૃષ્ણ પર શ્રદ્ધા રાખીને કોઈ પણ તર્ક વિતર્ક કર્યા વગર કે તેના ઊંડાણમાં ઉતર્યા વગર કે તેના વિવિધ ૫રિપ્રેક્ષ્ય સમજવાનો પ્રયત્ન કર્યા વગર જીવનમાં લાગુ કરવો જોઈએ. શ્રીકૃષ્ણ આગળ એમ પણ કહે છે કે શ્રદ્ધા ચમત્કારિક ફળ આપી શકે એમ છે અને આ શ્લોકનો તો માત્ર શાબ્દિક અર્થ પણ જો અપનાવી લેવામાં આવે તો તે પણ આપણને કર્મયોગ ના શિખર સુધી લઈ જઈ શકે તેમ છે (7.21-7.22).

બીજી બાબત એ કે આપણે જ્યારે કર્મફળ પર કેન્દ્રિત થઇએ છીએ ત્યારે આપણે કર્મ પરથી ધ્યાન ગુમાવી બેસીએ છીએ અને પરિણામે આપણને કર્મફળ પણ પ્રાપ્ત થતું નથી. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ નબળો (કર્મ) કરે તો તે તેને કદી પણ ઉત્તમ પરિણામ (કર્મફળ) ન આપી શકે. આથી શ્રીકૃષ્ણ આપણને ભારપૂર્વક કહે છે કે આપણી સમક્ષ જે પણ સ્થિતિ ઉત્પન્ન થાય તેમાં આપણે આપણું શ્રેષ્ઠ યોગદાન આપવું જોઈ અને તે જ એકમાત્ર આપણું ધ્યેય હોવું જોઈએ.

ત્રીજી બાબત એ પણ છે કે, કર્મ વર્તમાન ક્ષણમાં થતું હોય છે અને કર્મફળ હંમેશા ભવિષ્યમાં થતું હોય છે અને તેમાં અનેક બાબતો અને સંભાવનાઓનો સમન્વય હોય છે. શ્રીકૃષ્ણ આપણને સલાહ આપે છે કે આપણે હંમેશા વર્તમાન ક્ષણમાં જ રહેવું જોઈએ કારણ કે આપણું નિયંત્રણ આ વર્તમાન ક્ષણ પર જ છે અને આપણે ભવિષ્ય કે ભૂતકાળ પર કોઈ જ નિયંત્રણ ધરાવતા નથી. 

દ્રિષ્ટીકોણ કે સમજ જે પણ અપનાવીએ આ શ્લોક માં સુખ અને દુઃખ ની લહેરોં ને પાર કરવામાં આપણી મદદ કરીને આપણામાં સમત્વ લાવવાની ક્ષમતા છે.


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા