35. કર્મયોગ – જીવનનો એક માર્ગ
શ્રીકૃષ્ણ કહે છે
કે આપણો અધિકાર કર્મ કરવામાં છે પરંતુ કર્મફળ પર આપણો કોઈ જ અધિકાર નથી (2.47). જો આપણા કોઈ સ્વજનને ઓપરેશન કરાવવાનું હોય તો આપણે
ચોક્કસપણે ઉત્તમ અને પ્રામાણિક સર્જનની પસંદગી કરીશું. એ સર્જનની કુશળતા સારી હોવાથી તેનું ઓપરેશન સફળ થશે અને તે પ્રામાણિક હોવાથી તે કોઈ બિનજરૂરી સર્જરી પણ કરશે નહીં.
ટૂંકમાં કહીએ તો આપણે એક એવા સર્જનની શોધ કરીએ છીએ કે જે કર્મયોગી હોય. તો આ સ્થિતિમાં
એવી બે બાબતો આપણે જોઈ કે જે આપણને આ શ્લોક સમજવામાં મદદરૂ૫ થઈ શકે.
આપણે દરેક સેવા આપતા લોકો પાસે કર્મયોગી હોવાની અપેક્ષા રાખીએ છીએ કે જેથી
તેઓ આપણને એવું શ્રેષ્ઠ પરિણામ આપે કે જેની આપણે આશા
રાખી હોય. જો આ જ પ્રકારે સમત્વનો સિદ્ધાંત આપણે પોતા પર પણ લાગુ પાડીએ તો આપણે પણ
કોઈનું કોઈ કામ કરતી વખતે આપણા રોજિંદા જીવનમાં કર્મયોગી બનવું પડે. આ શ્લોકમાં એમ
જ કહેવાયું છે કે આપણે આપણા દરેક કામ અને પારિવારિક બાબતો માં આપણું શ્રેષ્ઠ પ્રદાન
કરવું જોઈએ.
અન્ય જગ્યાએ ગીતામાં
શ્રીકૃષ્ણ એમ પણ ખાતરી આપે છે કે કર્મયોગના અભ્યાસમાં કરેલ નાનામાં નાના પ્રયત્નો પણ
આપણને સમત્વ ની નજીક લઈ જાય છે અને એ પોતાના માં જ આપણને આનંદ અપાવે છે. જો આપણે આપણું
શ્રેષ્ઠ એવી વ્યક્તિને પણ આપી
શકતા હોઇએ કે જે કદાચ આપણને
ફરી મળવાની નથી તો આપણે ચોક્કસપણે કર્મયોગી બનવાના પથ ૫ર દ્રઢપણે આગળ વધી રહ્યા છીએ
એમ કહી શકાય.
જ્યારે આપણે કર્મફળની
ચિંતા કર્યા વગર કર્મમાં જ ઊંડાણ પૂર્વક મગ્ન થઈ જઈએ છીએ ત્યારે આપણે એક પ્રકારે કાલાતીત
અવસ્થામાં પ્રવેશ કરીએ છીએ કે જ્યાં કાળનું કોઈ જ અસ્તિત્વ નથી. ઉપરના ઉદાહરણમાં, જ્યારે આપણે ઓપરેશન થિયેટરની બહાર રાહ જોતા હોઇએ છીએ
ત્યારે આપણને સમય જાણે ખૂબ ધીમે-ધીમે પસાર થતો હોય એવું લાગે છે. જ્યારે બીજી બાજુ
પેલા કર્મયોગી સર્જનને તો સમય બાબતે જરા પણ જાણ રહેતી નથી અને તેને માટે તો જાણે સમય
થંભી ગયો હોય છે.
એટલે જ શ્રીકૃષ્ણ આપણને દુઃખનાં વૃક્ષને મૂળ સહિત ઉખેડી ફેંકવા કહે છે કે જે વૃક્ષનાં મૂળ એ બીજું કંઈ નહીં પણ કર્મફળની ઇચ્છાઓ જ છે.

Comments
Post a Comment