38. ક્રિયા-પ્રતિક્રિયા
શ્રીકૃષ્ણ કહે છે
કે કર્મ કરવા પર આપણો અધિકાર છે પરંતુ કર્મફળ પર આપણો અધિકાર નથી. આ નો અર્થ એવો જરા પણ નથી થતો કે આપણે અકર્મમાં
ગ્રસિત થઈ જઈએ એટલે કે યા તો આપણે કોઈ ક્રિયા જ ન કરીએ અથવા તો સંયોગ વશ થઈને માત્ર
પ્રતિક્રિયા જ આપ્યા કરીએ.
શ્રીકૃષ્ણ જે શબ્દ
પ્રયોજે છે એ છે 'અકર્મ' જેનો શાબ્દિક અર્થ તો 'ક્રિયા ન કરવી' એવો જ થાય છે, પરંતુ જે અર્થમાં એ પ્રયોજાયો છે તેમાં પ્રતિક્રિયાનો પણ સમાવેશ થઈ જાય છે.
શ્લોક 2.47 માં જાગૃતિ અને કરુણાની વાત આવે છે, જેમાં જાગૃતિ એ છે કે કર્મ અને કર્મફળ એ બંને જુદી-જુદી બાબતો છે અને અન્ય તથા પોતા માટે કરુણા નો ભાવ હોય.
શ્રીકૃષ્ણ કહે છે
કે કર્મ કર્યા વગર તો આપણું અસ્તિત્વ જ સંભવ નથી, કારણ કે આ ભૌતિક શરીરને ટકાવી રાખવા માટે પણ ભોજન વગેરે કર્મો કરવા જ પડે છે
(3.8). વળી ત્રણે ગુણો, સત્વ, તમો અને રજો સતત આપણને કર્મમય રાખે છે (3.5) તેથી અકર્મ માટે તો ભાગ્યે જ કોઈ સ્થાન બચેલું હોય
છે.
સમાચાર જોતી વખતે
જો આપણે આપણી મનોવૃત્તિઓનું અવલોકન કરશું, તો આપણને ખ્યાલ આવશે કે તેમાં દર્શાવાતી પ્રવૃત્તિઓ (કર્મો) આપણામાં કેટકેટલી
પ્રતિક્રિયાઓ જન્માવે છે,
ખાસ કરીને જ્યારે આપણે કશુંક
એવું જોઈએ, સાંભળીએ કે વાંચીએ છીએ જે આપણી સમાન માન્યતાઓ
જેવી કે ધર્મ, જ્ઞાતિ, રાષ્ટ્રિયતા, વિચારધારા વગેરે ના પક્ષ કે વિપક્ષમાં હોય.
આવું જ આપણા પરિવાર કે કાર્ય
સ્થળ પર આપણા અન્ય સાથેના આંતર
સબંધો વખતે પણ બનતું હોય છે, કે જ્યાં આપણે આપણા
સતત તોલમા૫ કરતા મનથી દોરવાઇને આપણા શબ્દો કે કાર્યોથી મહદંશે પ્રતિક્રિયાઓ જ આપતા
રહીએ છીએ. આ પ્રકારે ઘટનાઓ અને લોકોને આપણે આપેલી પ્રતિક્રિયાઓ આપણા જીવનમાંથી આનંદ
છીનવી લે છે કારણ કે આપણે તેનાથી દોરવાઇને કરુણામય કર્મથી ઘણા દૂર જતા જઈએ છીએ. જે
બુદ્ધિમાન વ્યક્તિ જાગૃત છે તે બીજાના દ્રષ્ટિકોણને પણ સમજી શકે છે અને સહાનુભૂતિ પૂર્વક
વર્તી શકે છે.
શ્રીકૃષ્ણ એ તરફ ઈશારો કરે છે કે અન્ય લોકોના કર્મોના પ્રતિભાવ રૂપે આપણામાં જન્મેલું અકર્મ એટલે કે પ્રતિક્રિયા બાબતે આપણે જાગૃત રહેવું જોઈએ. સાથે-સાથે તેઓ એ પણ સૂચવે છે કે આપણે એવા કર્મ પણ ન કરવા જોઈએ કે જેનાથી અન્ય લોકોમાં પ્રતિક્રિયા ઉદ્દભવે. જો આ વાત નો અભ્યાસ કરાય તો તે આપણને પરિપક્વતા, પૂર્ણતા અને આનંદની ચરમ સીમા સુધી લઇ જશે.

Comments
Post a Comment