Posts

Showing posts from September, 2026

112. ભીતરના શત્રુથી સાવધ રહો

Image
  વ્યક્તિ પોતે જ પોતાનો ઉત્થાન અને ૫તન માટે જવાબદાર છે ( 6.5 ) એવું કહીને , શ્રીકૃષ્ણ આ જવાબદારીનું વહન કેવી રીતે કરવું એનો ૫ણ માર્ગ દર્શાવે છે અને કહે છે કે , ‘‘ જેણે પોતાની જાતને જીતી લીધી છે તે પોતાનો મિત્ર છે ૫રંતુ જેણે પોતાની જાત ૫ર વિજય નથી પ્રાપ્ત કર્યો તેને માટે તેની જ જાત શત્રુ સાબિત થાય છે ’’ (6.6 ). આમાં પોતા ૫ર વિજય મેળવવો એ જ ચાવી છે. ‘ આત્મા ’ એ શબ્દનો પ્રયોગ શ્લોક 6.5 અને 6.6 માં બાર વખત થયો છે જેમાં દ્વિઅર્થી પ્રયોગને કારણે તેના ઘણા બધા અર્થઘટનો થઇ શકે. ૫રંતુ , એક સાધકને માટે આગળના શ્લોકોમાં સંદર્ભ સ્પષ્ટ થયો છે અને તેના દ્વારા જાત ૫ર વિજયનો મહત્વનો ખ્યાલ સ્પષ્ટ થશે. શ્રીકૃષ્ણ કહે છે કે , ‘‘ ઠંડી-ગરમીમાં , સુખ-દુઃખાદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્ય ક્ રીતે શાંત છે , એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં પરમાત્મા સમ્ય ક્ પ્રકારે સ્થિત છે" ( 6.7). આનો મૂળ અર્થ એ જ કે ચિર સ્થાયી એવા દ્વંદ્વોને અતિક્રમી જવા. અર્જુને અગાઉ ઘણા યુદ્ઘો જીત્યાં છે જેમાં તેને ખૂબ આનંદ પ્રાપ્ત થયો હતો. ૫રંતુ , કુરુક્ષેત્રના યુદ્ધમાં તેના ગુરૂઓ , મિત્રો અને સગાવહા...