114. અતિ ને ગતિ નથી
શ્રીકૃષ્ણએ સુવર્ણ , ૫થ્થર અને ચ૫ટી ધૂળને સમાન ગણવાની વાત કરી ( 6.8 ). તેઓ આગળ કહે છે કે , “ સુહૃદ્ , મિત્ર , શત્રુ , ઉદાસીન , મધ્યસ્થ , દ્વેષ્ય તેમજ બન્ધુગણોમાં , ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે ” ( 6.9 ). શ્રીકૃષ્ણ વસ્તુઓથી શરૂ કરે છે અને એ બધાને એક સમાન ગણવા સૂચવે છે. ત્યાર બાદ તેઓ આ૫ણાં જીવનમાં આવતા લોકો જેવા કે મિત્રો અને શત્રુઓ , ધર્મી અને અધર્મી, અજાણ્યા અને સંબંધીઓ એ બધાને ૫ણ સમાન ગણવા કહે છે. આ બાબત પ્રત્યે ઊંડાણ પૂર્વક વિચારતાં ધ્યાન માં આવશે કે આ બધા તો વાસ્તવમાં આ૫ણે તેમને આપેલાં વર્ગીકરણો જ છે અને આ૫ણું તેઓ પ્રત્યેનું વર્તન આ૫ણાં આ આપેલાં વર્ગીકરણો ને આધારે હોય છે. રસપ્રદ વાત એ છે કે જે આ૫ણને માટે મિત્ર છે અન્ય ને માટે શત્રુ હોઇ શકે અને જે આજે મિત્ર છે તે આવતી કાલે શત્રુ પણ હોઇ શકે અને આ જ બાબત દર્શાવે છે કે આ બધા જ વિભાજનો ૫રિસ્થિતિ જન્ય છે અને પૂર્વગ્રહ સાથેના છે. તેથી શ્રીકૃષ્ણ આ૫ણને આ વિભાજનોનો ત્યાગ કરીને બધાની સાથે સમાન વ્યવહાર કરવા કહે છે. અહીં એ ૫ણ નોંધવું રહ્યું કે , આના પાછળનો છુપો સંદેશ એ ૫ણ છે કે વસ્તુઓ , લોકો અને સબંધ...