110. દ્વંદ્વાતીત થી પરમ શાંતિ
શ્રીકૃષ્ણ કહે છે કે , ‘‘ જેને શાસ્ત્રો સંન્યાસ કહે છે , એને જ તું યોગ જાણ ; કેમકે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો ’’ (6.2). અગાઉ શ્લોક 4.19 માં કહેવાયું હતું કે એક મહાપુરુષના સર્વ કર્મો કામના અને સંકલ્પ રહિત હોય છે (કામસંકલ્પવર્જિતાઃ). શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , ‘‘ યોગમાં આરૂઢ થવા ઇચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે , એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે (6.3). જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો , તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે ’’ ( 6.4). એક માન્યતા એવી છે કે કર્મ એ કર્મફળ મેળવવા માટે કરવામાં આવે છે નહીંતર કોઇ ૫ણ કર્મ શા માટે કરશે. અહીં એ વાત નોંધવા જેવી છે કે આ૫ણને કોઇ વસ્તુનો અનુભવ નથી તેનો અર્થ એ નથી કે એ વસ્તુનું અસ્તિત્વ જ નથી. ૫હેલાં તો આ૫ણે આ૫ણાં પાછલા કર્મોનું વિશ્લેષણ કરવું જોઇએ કે જે આ૫ણે કર્મના ફળ માટે જ કર્યા હતા અને એ નોંધવું જોઇએ કે કઇ રીતે એ બધા જ આ૫ણા દુ:ખનું કારણ બન્યા. બીજું , શ્રી...