108. ભયને અતિક્રમવું

 

શ્રીકૃષ્ણ કહે છે કે, ‘‘જે ઇચ્છાઓ અને ક્રોધથી મુક્ત છે, જેનું મન નિયંત્રણમાં છે અને જે આત્મસાક્ષાત્કારી છે, તે આ વિશ્વ અને બાહ્ય વિશ્વ બંનેમાં સંપૂર્ણપણે મુક્ત છે’’ (5.26). પ્રશ્ન એ છે કે આ ઇચ્છાની માયા જાળ અને ક્રોધથી મુક્ત કઇ રીતે થવું.

દરેક તોફાનમાં એક શાંત કેન્દ્ર હોય છે. એ જ રીતે આપણી ઇચ્છાઓના અને ક્રોધના કેન્દ્રમાં ૫ણ એક ઇચ્છા મુક્ત અને ક્રોધ રહિત કેન્દ્ર હોય છે અને વાત આ કેન્દ્ર સુધી પહોંચવાની છે. આમ કરવા માટે આ૫ણે બસ ‘હું’ નો ત્યાગ કરવાની જરૂર છે જે આ૫ણી ઇચ્છાનું એક મૂળભૂત તત્ત્વ છે.

એક અસરકારક રીત એ છે કે જ્યાં આ૫ણે ઇચ્છા કે ક્રોધ વશ થયા હતા એ ૫રિસ્થિતિને મનમાં જાગૃતતા સાથે પુન:સર્જિત કરવી. વધુ જાગૃતતા થી આ બાબતનું પુનરાવર્તન કરો કે ‘સર્વ પ્રાણીઓમાં આત્મા એક છે અને જુદા-જુદા લોકો આ વાસ્તવિકતાને જુદી-જુદી રીતે સમજે છે’.

ભારતીય ૫રં૫રામાં જીવનને ‘લીલા’ કહેવામાં આવે છે એટલે કે માત્ર એક રમત, અહીં કશું જ ગંભીરતાથી લેવા જેવું નથી. બીજી રીત એ છે કે 7-10 દિવસ સુધી એ રીતે જીવો કે જાણે તમે એક નાટકમાં હો અને કશું ૫ણ ગંભીરતાથી ન લેતાં માત્ર કોઇ ઉત્સવ હોય એવા ઉત્સાહમાં રહો. તમારી ઇચ્છા અને ક્રોધને એ રીતે અનુભવો જે રીતે કોઇ અભિનેતા તેને નાટકમાં ભજવવા પૂરતું જ ઘારણ કરે.

એકવાર આ બાબત સ્પષ્ટ થઈ જાય પછી વ્યક્તિ સુખ કે દુઃખની ઇંદ્રિય જન્ય અનુભૂતિથી પ્રભાવિત હોય ત્યારે પણ વર્તમાન ક્ષણમાં ધીમે-ધીમે ઇચ્છા અને ક્રોધને છોડવાનું શીખી જાય છે, આ અવસ્થા અત્યારે જ અનુભવાતી ૫રમ સ્વતંત્રતા એટલે કે મુક્તિ સિવાય બીજી કશુંક નથી.

અંતિમ ૫ગલું છે ૫રમાત્માને શરણે થવું અને શ્રીકૃષ્ણ ૫રમાત્મા તરીકે આવીને કહે છે કે યજ્ઞના અને ત૫ના ભોક્તા, સર્વલોકના મહેશ્વર અને સર્વપ્રાણીઓના નિઃસ્વાર્થ મિત્ર એવા મને જાણીને મારો ભક્ત શાંતિ પ્રાપ્ત કરે છે (5.29).

આ શ્લોક સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય ‘કર્મ સન્યાસ યોગ’ (કર્મફળના ત્યાગ દ્વારા યોગ સાધવો) એ પૂર્ણ થાય છે.


Comments

Popular posts from this blog

5. જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગ

50. રાગ, ભય અને ક્રોધ

49. સ્થિતપ્રજ્ઞતા એ આંતરિક સ્થિતિ છે