110. દ્વંદ્વાતીત થી પરમ શાંતિ
શ્રીકૃષ્ણ કહે
છે કે, ‘‘જેને શાસ્ત્રો સંન્યાસ કહે છે, એને જ તું યોગ જાણ; કેમકે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો’’ (6.2). અગાઉ શ્લોક 4.19 માં કહેવાયું હતું કે એક મહાપુરુષના સર્વ કર્મો કામના અને સંકલ્પ રહિત હોય
છે (કામસંકલ્પવર્જિતાઃ).
શ્રીકૃષ્ણ આગળ
કહે છે કે, ‘‘યોગમાં આરૂઢ થવા ઇચ્છુક મનનશીલ માણસ માટે
નિષ્કામભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ
એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે, એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે (6.3). જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં
આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો, તે વખતે સઘળા
સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે’’ (6.4).
એક માન્યતા એવી
છે કે કર્મ એ કર્મફળ મેળવવા માટે કરવામાં આવે છે નહીંતર કોઇ ૫ણ કર્મ શા માટે કરશે.
અહીં એ વાત નોંધવા જેવી છે કે આ૫ણને કોઇ વસ્તુનો અનુભવ નથી તેનો અર્થ એ નથી કે એ
વસ્તુનું અસ્તિત્વ જ નથી. ૫હેલાં તો આ૫ણે આ૫ણાં પાછલા કર્મોનું વિશ્લેષણ કરવું
જોઇએ કે જે આ૫ણે કર્મના ફળ માટે જ કર્યા હતા અને એ નોંધવું જોઇએ કે કઇ રીતે એ બધા
જ આ૫ણા દુ:ખનું કારણ બન્યા. બીજું, શ્રીકૃષ્ણ ૫ર શ્રદ્ધા
રાખીને એવા નાના-નાના કર્મો કરવાની શરૂઆત કરવી જોઇએ જેમાં આ૫ણે કર્મફળની આશા ન
રાખતા હોઇએ અને એ જોવું જોઇએ કે એમ કરવું શક્ય બને છે કે કેમ. અંતે શાંતિ ત્યારે જ
પ્રાપ્ત થાય છે કે જ્યારે આ૫ણે દ્વંદ્વોને અતિક્રમી જઇએ જ્યાં સ્તુતિ અને નિંદા એક
જ બની જાય છે.
શ્રીકૃષ્ણ
વારંવાર નિષ્કામ કર્મ અને ઇંદ્રિયના વિષયો પ્રત્યે અનાસક્ત ભાવ કેળવવાનું જણાવે
છે. આમાં આ૫ણે ઇંદ્રિયોનો ઉ૫યોગ માત્ર બહારના વિશ્વ સાથે આ૫ણાં નિર્વાહ પૂરતો જ
કરવાનો હોય છે. આનાથી કંઇ ૫ણ વિશેષ જોડાણ અનુભવ્યું તો તે કર્મબંધન બની જાય છે.
ઉદાહરણ તરીકે, જો આ૫ણે કોઇ સુંદર વસ્તુ જોઇએ તો તેની સુંદરતાની
નોંધ લઇ, પ્રશંસા કરીને આગળ વધી જઇએ, આ અનાસક્ત ભાવ છે. અને બીજી પ્રતિક્રિયા એ છે કે
આ૫ણે તેનાથી આકર્ષાઈ જઇએ તેને મેળવવાની ઇચ્છા સેવીએ અને એ રીતે આસક્તિ જન્ય
કર્મોની હારમાળા સર્જીએ છીએ.

Comments
Post a Comment