69. અભિનેતા ૫ણ અને પ્રેક્ષક ૫ણ
આપણા રોજિંદા જીવનમાં
કાં તો આપણે કોઈ ક્રિયાથી આસક્ત થઈ જઈએ છે અથવા તો આપણે તેનાથી વિરક્તિ (અણગમો કે નીરસતા) અનુભવીએ છીએ. તેને બદલે શ્રીકૃષ્ણ એક ત્રીજી સ્થિતિની
વાત કરે છે - અનાસક્તિ, જે આ બંનેની પર છે. તે કહે છે કે, "કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ
કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની
ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે" (3.25).
આસક્તિ કે
વિરક્તિને આધારે થયેલા કર્મો આપણને દુઃખી કરી શકે. પ્રિયજન (આસક્તિ) ની હાજરી
આપણને ખુશ કરે છે અને તેની ગેરહાજરી આપણને દુઃખી કરે છે. તે જ રીતે આપણને ન ગમતી વ્યક્તિ (વિરક્તિ) ની હાજરી આપણને
દુઃખી કરે છે અને તેની ગેરહાજરીથી આપણને શાંતિ મળે છે. આ બંને, આસક્તિ કે વિરક્તિ આપણને સુખ અને દુઃખ ના દ્વંદ્વ વચ્ચે સતત ઝુલાવતી રહે છે. તેથી શ્રીકૃષ્ણ આપણને બંનેથી પર થઈ અનાસક્ત ભાવે કર્મો
કરવાનું કહે છે.
જ્યારે કર્મો
અનાસક્તિ ભાવે થાય છે ત્યારે કરુણા નો પ્રવાહ વહેવા લાગે છે જેને જગત કલ્યાણ સમાન ગણી શકાય. પરંતુ જ્યારે કર્મો આસક્તિ અથવા તો વિરક્તિ
ભાવે કરવામાં આવે છે ત્યારે તે એક કચરા
ગાડીની જેમ સર્વત્ર કચરો જ ઠાલવે છે અને એ રીતે કરેલું કલ્યાણ પણ સમાજ માટે
નકારાત્મક થઈ જાય છે.
અનાસક્ત એ નાટકનો
અભિનેતા પણ છે અને એ જ સમયે તે નાટકનો પ્રેક્ષક પણ બની જાય છે. એક અભિનેતાએ પોતાને ફાળે આવેલું પાત્ર પૂરા
દિલથી અને પોતાની શ્રેષ્ઠ ક્ષમતાથી ભજવવાનું હોય છે. આને માટે સતત પોતાના કૌશલ્યો
અને જ્ઞાનનું પોતપોતાના ક્ષેત્રમાં વર્ધન કરતાં રહેવું પડે છે. અને આમ કરવાની સાથે-સાથે તેણે પ્રેક્ષક ગણ
વચ્ચે રહીને આ નાટકને જોતાં પણ રહેવાનું હોય છે.
આમાં નો પહેલો ભાગ એ આપણી બહારની દુનિયાની ફરજો છે જ્યારે બીજો ભાગ એ આપણા
અંતરાત્માને માટે છે. આમ કરવાની પ્રેરણા અને કર્મની ૫સંદગી આપણા ગુણોને આધારે થાય
છે આ કર્મો કરતાં-કરતાં અભ્યાસ કરતા રહેવો જોઈએ. આમાં જ્યારે વ્યક્તિ નિપુણતા
પ્રાપ્ત કરી લે ત્યારે તેણે
ગીતાને આત્મસાત કરી લીધી એમ કહેવાય.

Comments
Post a Comment