71. ગુણોની પરસ્પર પ્રક્રિયા

 

શ્રીકૃષ્ણ કહે છે કે, "વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની 'હું કર્તા છે' એમ માને છે (3.27). ગુણવિભાગ અને કર્મવિભાગના તત્ત્વને જાણનારા જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો" (3.28).

સમગ્ર ગીતામાં વણાયેલ એક સર્વ સામાન્ય વાત એ છે કે બધા જ કર્મો એ ગુણો વચ્ચેની પરસ્પર પ્રક્રિયાઓ જ છે. સત્વ, તમો અને રજો આપણામાંના દરેકમાં જુદા-જુદા ભાગે વિદ્યમાન છે. સત્વગુણ એ જ્ઞાન સાથેની આસક્તિ છે; રજોગુણ એ કર્મ સાથેની આસક્તિ છે અને તમસ આપણને અજ્ઞાનતા અને આળસ તરફ લઈ જાય છે.

અત્રે એ બાબત નોંધનીય છે કે કોઈ ગુણ બીજા કોઈપણ ગુણ કરતા વધારે સારો કે ખરાબ નથી; એ માત્ર ગુણ જ છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિમાં રજોગુણની માત્રા વધારે હશે તો તેઓ સતત ક્રિયાશીલ જ રહેશે અને તેઓ પૂરતી ઊંઘ નહી કરી શકે આ રીતે ઊંઘવા માટે તેઓને તમસની જરૂર પડશે.

બીજી બાબત એ કે આપણે વર્તમાન ક્ષણમાં આપણા પર પ્રભુત્વ જમાવવાર ગુણ બાબતે જાગૃત થવાની જરૂર છે. ઉદાહરણ તરીકે તમસની અસર હેઠળ કોઈ વ્યક્તિ સોફા પર બેઠી-બેઠી માત્ર ટીવી જોવાનું પસંદ કરશે. તો બીજી બાજુ તેના પતિ કે પત્ની જો રજોગુણી હશે તો તે બહાર જઈને ખરીદી કરવાનું, ફિલ્મ જોવાનું કે મિત્રોને ઘેર જઈ મળવાનું પસંદ કરશે. આના પછી ની પરિસ્થિતિ તમો અને રજો ગુણ વચ્ચેની પરસ્પર પ્રક્રિયા ને લીધે હોઈ શકે. આ જ પ્રકારની ૫રિસ્થિતિઓ ગુણોની પરસ્પર પ્રક્રિયાઓને લીધે આ૫ણા કાર્યસ્થળે ૫ણ ઉદ્ભવે છે.

શ્રીકૃષ્ણ આપણને સમજાવે છે કે આપણે ગુણાતીત બનીને આ ત્રણેય ગુણોથી પર એવી સ્થિતિએ પહોંચવાની ક્ષમતા કેળવવી જોઈએ કે જ્યાં આપણે વર્તમાન ક્ષણમાં આપણા પર હાવી થતા ગુણ પ્રત્યે જાગૃત રહી શકીએ અને આપણે આ ગુણો વચ્ચેની દ્રશ્ય જગતમાંની પરસ્પર પ્રક્રિયાઓ ના માત્ર સાક્ષી બની રહીએ (14.22-14.26).


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા