30. પાણી, રેતી અને ૫થ્થર ૫ર લેખન

 


સાંખ્ય એટલે કે જાગૃતિ (2.11-2.38) વિશે સ્પષ્ટીકરણ કર્યા બાદ શ્રીકૃષ્ણ કહે છે કે હવે તેઓ યોગ એટલે કે કર્મયોગ બાબતે સમજાવશે કે જેનું પ્રતિપાદન કરવાથી વ્યક્તિ કર્મબંધનથી મુક્ત થાય છે (2.38).

સાંખ્ય યોગ વિશે સમજાવતી વખતે શ્રીકૃષ્ણ અર્જુનને એ બાબતે સ્પષ્ટ કરે છે કે તે એક પોતે એવું ચૈતન્ય તત્ત્વ છે કે જેનું કોઈ મૃત્યુ જ નથી હોતું અને હવે આ શ્લોકથી શ્રીકૃષ્ણ આ જ વાત કર્મયોગ દ્વારા સમજાવે છે. એટલે કર્મબંધન અને યોગ એ બંનેને આ જ દ્રષ્ટિકોણથી સમજવા જોઈએ.

યોગ નો શાબ્દિક અર્થ ‘મિલન’ એવો થાય છે અને તેને ઉપયોગ વિવિધ પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવે છે.  શ્રીકૃષ્ણ સમત્વને યોગ કહે છે (2.48) કે જેમાં સફળતા કે નિષ્ફળતા માંથી આસક્તિનો ત્યાગ કરવાની વાત આવે છે. શ્લોક 2.38 માં પણ શ્રીકૃષ્ણ સુખ-દુઃખ, જય-પરાજય, લાભ-હાનિ આ બધાની વચ્ચે સમત્વ સાધવાની જ વાત કરે છે.

કોઈ પણ કર્મ કરતી વખતે આપણા મનમાં કે બહારથી આપણા દ્વારા જે સુખ કે દુઃખ રૂપી પ્રતિક્રિયાઓ જન્મે છે તે પ્રતિક્રિયાઓની છાપ જ કર્મબંધન છે. વૈજ્ઞાનિક રીતે આને ચેતાકોષીય જોડાણો (neural pattern) કહેવામાં આવે છે. અજાગૃત મન પર પડેલી આ બધી છાપ જ આપણા વર્તન ને નિયંત્રિત કરે છે અને એટલે જ શ્રીકૃષ્ણ આપણને યોગ દ્વારા આ કર્મબંધનથી મુક્ત થવાનું કહે છે.

આપણો સર્વસામાન્ય સ્વભાવ એવો છે કે આપણે સુખ અને લાભની છાપો ને વળગી રહીએ છીએ.  અને તેની સાથે-સાથે આપણે પીડા અને હાનિ પ્રત્યે અપાકર્ષણ પણ અનુભવીએ છીએ. જેટલી ઊંડી આ છાપો આપણા અંતર મન ૫ર પડી હોય છે તેટલું જ વધારે આપણું આકર્ષણ કે અપાકર્ષણ નું વલણ બને છે.

આ છાપોની તીવ્રતા ને જો સમજવું હોય તો આપણે પથ્થર, રેતી કે પાણી પરનાં લખાણ દ્વારા સમજી શકીએ.  જો કોઈ લખાણની છાપ પથ્થર પર પડે એવી હોય તો તે ખૂબ ઊંડી હોય છે અને આપણા પર ખૂબ લાંબા સમય સુધી અસર પણ ધરાવે છે.  એ જ છાપ જો રેતી પર પડે તો પ્રમાણમાં ઓછી અસરકારક બને છે. અને જો તે પાણી પર લખાણ જેવી હોય તો તે તરત જ ભૂંસાઈ જાય છે.

શ્રીકૃષ્ણ જ્યારે કર્મયોગની વાત કરે છે ત્યારે તેઓ આ પાણી પરના લખાણ ની વાત કરે છે. તેઓ કહે છે કે કર્મયોગ આપણને કર્મબંધનથી મુક્ત કરે છે અને આપણા જીવનને એટલું સરળ બનાવે છે કે આપણને કશું જ અસર કરતું નથી અને તે આપણામાં કશી ચિંતા જન્માવતું નથી.

 


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા