32. મનની શાંતિ ની આધારશિલા

 

શ્રીકૃષ્ણ કહે છે, "કર્મયોગમાં, બુદ્ધિ નિશ્ચયાત્મક હોય છે અને જેઓ અસ્થિર હોય છે તેઓ ની બુદ્ધિ ઘણા પ્રકારની હોય છે" (2.41).

શ્રીકૃષ્ણ કહે છે કે સમત્વ એ યોગ છે, જે બે ધ્રુવોનું મિલન છે જેનો આપણે જીવનમાં સામનો કરીએ છીએ, જેમ કે સુખ અને દુ:ખ; જય અને પરાજય કે લાભ અને હાનિ. કર્મયોગ એ આ ધ્રુવોને પાર કરવાનો માર્ગ છે, જે આખરે નિશ્ચયાત્મક બુદ્ધિ માં પરિણામે છે. બીજી બાજુ, અસ્થિર બુદ્ધિ આપણને મનની શાંતિથી વંચિત કરી દે છે (2.48 અને 2.38).

આપણી સામાન્ય સમજણ એવી છે કે આપણે સુખ, વિજય કે લાભ મેળવીએ તો મનની શાંતિ મળે છે ૫રંતુ, શ્રીકૃષ્ણ કહે છે કે કર્મયોગ ના માર્ગે પરસ્પર વિરોધાભાસી પરિણામોને ઓળંગી જઈને અને તેના દ્વારા આ૫ણા મન ૫ર ૫ડતી છા૫થી મુક્ત થઈને જે નિશ્ચયાત્મક બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેના થકી જ મનને શાંતિ પ્રાપ્ત થાય છે.

અસ્થિર બુદ્ધિ જુદી-જુદી પરિસ્થિતિઓ, તેમાંથી પ્રાપ્ત થતા પરિણામો અને લોકોને જુદી-જુદી દ્રષ્ટિએ જુએ છે. આ૫ણાં કાર્યક્ષેત્ર ના સ્થળે આપણે આ૫ણાથી નીચેની વ્યક્તિને માટે જુદા માપદંડો અને પદમાં આપણાથી ઊંચી વ્યક્તિને માટે જુદા માપદંડો વાપરીએ છીએ. પરિવારના બાળકો પણ પોતાનામાં સમત્વનો વિકાસ નથી કરી શકતા જ્યારે તેઓ જુએ છે કે પરિવારમાં વહાલા લોકોને માટે અમુક નિયમો હોય છે જ્યારે બીજાને માટે જુદા નિયમો હોય છે.

આપણાં રોજિંદા જીવનમાં આપણે આપણા ધર્મ, જાતિ, રાષ્ટ્રિયતા કે માન્યતા જેવી આપણી આસપાસની સર્વસ્વીકૃત એવી બાબતોને લીધે આ૫ણે તેનાથી ગ્રસિત થઈ જઈએ છીએ. આ બધા ખ્યાલો આપણી કુમળી વયે આપણા મનમાં દાખલ થયેલા હોય છે અને પછી જીવનભર આપણને એકબીજાથી વિભાજિત કરતા રહે છે. આ પ્રકારની સમાન માન્યતાઓને લીધે આપણે સતત તેની બંને બાજુ ની અસર હેઠળ હોઇએ છીએ.

આપણી અસ્થિર બુદ્ધિ ને લીધે જ આપણાની ભૂલોને યોગ્ય મૂલવવા માટે ના એક માપદંડ રાખીએ છીએ, તો અન્ય લોકોની ભૂલોને મૂલવવા માટે જુદા માપદંડ પ્રયોજીએ છીએ. આપણે મદદ માંગતી વખતે અને મદદ આપતી વખતે પણ જુદા-જુદા મહોરાં પહેરી લઈએ છીએ.

શ્રીકૃષ્ણ કહે છે કે યોગના માર્ગનું પ્રતિપાદન કરવાથી વ્યક્તિ નિશ્ચયાત્મક બુદ્ધિ દ્વારા સમત્વ સાધે છે જે મનની શાંતિ ના પાયામાં છે.


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા