૩. વર્તમાનમાં જીવવું


                                         

ગીતા વાસ્તવિકતા આધારિત ગ્રંથ છે. તેમાં સત્યને જાણવા ઉપરાંત સત્ય આચરણનાં મહત્વ પર ભાર મુકાયો છે અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે વર્તમાન ક્ષણમાં હોઇએ.

અર્જુનના મનમાં મૂંઝવણ એ છે કે દુનિયાની આંખોમાં તેની જે છબી છે એ પ્રતિષ્ઠા નું શું થશે જો એ પોતાના મિત્રો, સંબંધીઓ, વડીલો અને શિક્ષકોનો માત્ર રાજપાટ માટે વધ કરશે. આ બાબત આમ તો તર્કબદ્ધ લાગે છે અને આજ ગીતાને જીવનમાં જીવવા માટે વ્યક્તિએ ઓળંગવો પડતો પહેલો અંતરાય છે.

અર્જુનની વાસ્તવિક મૂંઝવણ તેના ભવિષ્યને લઈને છે ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, કર્મફળમાં નથી. એવું શા માટે? કારણ કે કર્મ એ વર્તમાનમાં જ સંભવ છે અને કર્મફળ તેની પ્રતિક્રિયા રૂપે ભવિષ્યમાં મળે છે.

અર્જુનની જેમ આપણે પણ ફળ કેન્દ્રી ક્રિયાઓ કરીએ છીએ. ક્યારેક તો આધુનિક જીવન આપણા મનમાં એવી છાપ ઊભી કરે છે કે આપણે ભવિષ્યના પરિણામો પર નિયંત્રણ મેળવી શકીએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભવિષ્ય એ તો અનેક સંભાવનાઓ નું સંયોજન છે જેના પર આપણું કોઈ  જ નિયંત્રણ નથી.

એ ફરી વાર આપણો અહંકાર જ છે જે ભૂતકાળને વાગોળતો રહે છે અને વર્તમાનમાં ભવિષ્યની ધારણાઓ બાંધતો રહે છે અને આને લીધે મૂંઝવણ સર્જાતી રહે છે.

જો અવકાશની વાત કરીએ તો આ સમસ્ત બ્રહ્માંડ જેમા આકાશગંગાઓ, તારાઓ અને ગ્રહો આ બધું જ તેમાં ચક્રાકાર ગતિએ ફર્યા કરે છે, તે પોતે સ્થિર ધરી જેવું છે પરંતુ તેમાં બધું જ ચક્રાકાર ગતિ માં છે. ધરી કદી ન ફરે પરંતુ તેના વગર સમગ્ર ચક્રની ગતિ પણ સંભવ ન બને. દરેક તોફાનમાં પણ એક શાંત કેન્દ્ર હોય છે કે જેના વગર એ તોફાન ગતિ કરી શકતું જ નથી. કેન્દ્રથી તે જેટલું દૂર તેટલી વધારે ઊથલપાથલ.

આપણી અંદર પણ એવું એક શાંત કેન્દ્ર છે જે બીજું કંઈ જ નહીં પણ આપણો અંતરાત્મા છે તથા બીજું એ આપણું અશાંત જીવન અને તેની વિવિધ લાક્ષણિકતાઓ, આ બધું જ તે કેન્દ્રની આસપાસ ફર્યા કરે છે. અર્જુનની મૂંઝવણ એવી જ એક લાક્ષણિકતા વિશે છે – તેની પ્રતિષ્ઠા. તેની જેમ આ૫ણે ૫ણ પોતાની છા૫, બીજાની નજરમાં આ૫ણી છા૫ કેવી છે તેને આધારે ઘડીએ છીએ; અંતરાત્માને આધારે નહીં.

ગીતા કહે છે કે જે સમયમાં આ૫ણે રહેવાનું છે એ છે, વર્તમાન અને જે સ્થાનમાં રહેવાનું છે એ છે, આ૫ણો અંતરાત્મા.


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા