82. જે વાવીએ, તે જ લણીએ

 

ભૌતિક સંસ્થાઓ અનુમાનિત વર્તન અને લક્ષણો દ્વારા સંચાલિત હોય છે. શ્રીકૃષ્ણ આપણને સર્વશક્તિમાન અવ્યક્ત અને વ્યક્ત વચ્ચેનો સંબંધ દર્શાવે છે જ્યારે તેઓ કહે છે કે, “જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું; કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે” (4.11)

આમાં પહેલી વાત તો એ કે અહીં ભગવાન સ્વયં આપણને એ બાબતની ખાતરી આપે છે કે આપણે જે કોઈપણ માર્ગ અનુસરીએ અને એ માર્ગો બહારથી ગમે તેટલા વિરોધાભાસી લાગે,  પરંતુ એ બધા જ માર્ગો અંતે અવ્યક્ત પરમાત્મા તરફ જ લઈ જાય છે. બીજી વાત એ કે ભગવાન એક બહુપરિમાણીય દર્પણ ની જેમ પ્રતિભાવ આપે છે જે આપણી જ લાગણીઓ, વિચારો અને ક્રિયાઓને પરાવર્તિત કરે છે અને તેની જ પ્રતિધ્વનિ ઉત્પન્ન કરે છે. ત્રીજી બાબત એ કે જ્યારે આપણે કોઈ બીજ વાવીએ છીએ, પોતાની પૂર્ણ ક્ષમતા પ્રમાણેનું વૃક્ષ બનતા સમય લે છે અને આ સમય અવધિ આપણને પરમાત્માના પ્રતિધ્વનિનો નિયમ સમજતાં રોકે છે.

જો આપણે આપણા જીવનને બિનશરતી પ્રેમ અને શ્રદ્ધાથી ભરી દઈએ તો આ પ્રેમ અને શ્રદ્ધા જ  ચોક્કસ પણે સમયાંતરે ફરીને આપણી પાસે આવે છે અને આપણા જીવનને આનંદમય બનાવે છે. જો આપણે ગુસ્સો, ભય, ધિક્કાર, ક્રૂરતા અને ઈર્ષા જ વાવતા રહીએ તો સમયાંતરે તે આપણને પરત મળે છે અને આ૫ણું જીવન દુઃખી બની જાય છે. આ સિદ્ધાંતના અસંખ્ય ઉદાહરણો મળી શકે છે પરંતુ આમાં નોંધનીય બાબત એ છે કે આપણે આ વાવણી અને લણણી વચ્ચેની કડી એટલે ચૂકી જઈએ છીએ કે બંને વચ્ચે એક સમયનો અંતરાય છે.

આ શ્લોક સૂક્ષ્મ અને સ્થૂળ એમ બંને સ્તરે કામ કરે છે. જ્યારે આપણે કોઈ મોટું સપનું સાકાર કરવા જઈ રહ્યા હોઇએ ત્યારે આપણે નાની સફળતાઓને અવગણવી ન જોઈએ  કારણ કે તેના દ્વારા જ આપણને અનુભૂતિના સ્તરે ચૈતન્યનો સાક્ષાત્કાર થાય છે.  શ્રીકૃષ્ણ આગળ કહે છે કે, "આ મનુસ્યલોકમાં કર્મોના ફળને ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે; કેમકે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે" (4.12).

દેવતાઓ એ બીજું કાઈ નથી પરંતુ પરમાત્માની ઝાંખી છે. આપણે પરમાત્મા નો સાક્ષાત્કાર કરવા માટે અહંકારને તે ત્યજવો ૫ડે, ૫રંતુ તેમાં સમય લાગે છે. દેવતાઓ પરમાત્મા નો સાક્ષાત્કાર કરવાની યાત્રામાં મધ્ય બિંદુ છે જ્યારે આપણે હજુ અહંકાર ત્યાગવાથી શરૂઆત કરી રહ્યા છીએ.        


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા