63. ભ્રમણા અને દંભ
જો કર્મ ના કર્તા
આપણે નથી તો આ કર્તા કોણ છે? શ્રીકૃષ્ણ જવાબ
આપે છે કે, ''વ્યક્તિ ક્ષણભર માટે પણ કર્મ કર્યા વિના
રહી શકતી નથી કારણ કે પ્રકૃતિ જન્ય ગુણોથી બાધિત દરેક વ્યક્તિ એ કર્મો કરવા જ પડે
છે'' (3.5).
અણુનાં ત્રણ
કણો, ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી આ
સમસ્ત ભૌતિક જગત નિર્માણ પામે છે. એ જ
રીતે સત્વ, તમો અને રજો આ ત્રણ ગુણો આપણને કર્મ કરવા તરફ દોરી જવા માટે જવાબદાર છે. એ રીતે જોતાં સાચા કર્તા આ ગુણો જ છે.
શ્રીકૃષ્ણ આગળ
કહે છે કે, "જે મૂઢબુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને
હઠપૂર્વક ઉપર-ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે" (3.6).
આપણા સૌનો
પારિવારિક અને સામાજિક સ્તરે ઉછેર એવી રીતે થયો છે કે જેમાં સારા વર્તનને માટે પુરસ્કાર અને ખરાબ વર્તનને માટે સજા મળે છે. આને પરિણામે આપણું વ્યક્તિત્વ
બે ભાગોમાં વહેંચાઈ જાય છે અને આપણા આંતરિક ‘સ્વ’ અને બહારના ‘સ્વ’ વચ્ચે કોઈ સંવાદિતા રહેતી નથી.
ઉદાહરણ તરીકે,
જ્યારે કોઈ વ્યક્તિ આપણી લાગણી દુભાવે છે ત્યારે આપણે આપણા શબ્દો અને ક્રિયાઓને તો
સારી વર્તણુક કરવા માટે રોકી લઈએ છીએ પરંતુ આપણું મન ઘૃણા, ખેદ કે અન્યાયના ભાવનાથી
ભરાઈ જાય છે.
શ્રીકૃષ્ણ કદી
પણ લાગણીઓને દબાવી દેવાના પક્ષમાં નથી કારણ કે તેઓ તેને મિથ્યા ગણે છે તેને બદલે
તેઓ આપણને સમત્વ ધારણ કરવા કહે છે જ્યાં આપણી પ્રશંસા અને નિંદાને એક સમાન ગણીએ અને પરિણામે દ્વંદ્વ અદૃશ્ય થઈ જાય છે.
મૂળ રૂપે તો
કોઈ પણ દુઃખ માં રહેવા માગતું નથી પણ આપણામાં બહુ જ ઓછા લોકો જાણે છે કે તેમાંથી
બહાર કેમ આવવું. એટલે જ શ્રીકૃષ્ણ આનો ઉપાય તરત જ જણાવે છે કે વ્યક્તિએ પોતાના
અંગોને કર્મયોગમાં કર્મમય રાખવા પરંતુ તેમાં આસક્તિ ન રાખવી (3.7).
અનાસક્તિ જ સમાધાન
છે જે ન તો આસક્તિ છે કે ન વિરક્તિ છે. આમાં એ રીતે કર્મ કરવાનું હોય છે કે જેમાં ગુણો જ મૂળ રૂપે કર્તા છે એ
બાબતને પૂરેપૂરી સમજી લીધા બાદ કર્તા૫ણાથી મુક્ત રહેવાનું છે અને કર્મફળ પ્રત્યે
આસક્ત થયા વગર કર્મ કરવાના છે. આમાં ઇંદ્રિયોને (મગજનો નિયંત્રક ભાગ) ઇંદ્રિયના વિષયોથી છુટી પાડવાની છે. જ્યારે આસક્તિથી મુક્ત થવાય છે ત્યારે બિનશરતી પ્રેમ સ્ફુરે છે.

Comments
Post a Comment