51. ઘૃણા ૫ણ એક બંધન છે
સામાન્ય રીતે કોઈ પરિસ્થિતિ, વ્યક્તિ કે કોઈ કામ માંથી મળતા પરિણામને ત્રણ રીતે વર્ગીકૃત કરવામાં
આવે છે: શુભ, અશુભ કે
કોઈ જ વર્ગીકરણ નહીં. શ્રીકૃષ્ણ ત્રીજી સ્થિતિને માટે કહે છે કે જ્ઞાની
વ્યક્તિ એ છે કે જે શુભ પામીને ઉત્સાહી નથી થઈ જાતો કે અશુભ પામીને
દ્વેષ નથી કરતો; તે સદાય અનાસક્ત રહે છે (2.57). આનો અર્થ એ થાય છે કે સ્થિતપ્રજ્ઞ લોકો (કે જેની બુદ્ધિ નિશ્ચયાત્મક બની
છે તેવા) ૫રિસ્થિતિનું વર્ગીકરણ કરવાનું છોડી દઈને વાસ્તવિકતાઓને
યથાતથ સ્વીકારે છે કારણ કે આવા વિભાજનો માંથી જ સુખ અને દુઃખના
દ્વંદ્વ જન્મે છે (2.50).
આ શ્લોક નું આચરણ કરવું અઘરું છે કારણ કે
તે નૈતિકતા કે સામાજિક સંદર્ભમાં તથ્યોને તરત જ
શુભ કે અશુભ રૂપમાં વિભાજન કરવાના આપણા વલણથી વિપરીત છે.
જ્યારે કોઈના જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ કે વ્યક્તિ નો સામનો થાય છે કે જેને ખરાબ એવું
નામ અપાયું છે ત્યારે તેના પ્રત્યે અણગમો, અપાકર્ષણ અને ઘૃણા
આપોઆ૫ જ ઉદ્દભવે છે. જ્યારે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કશું નામકરણ કરતી જ ન હોવાને લીધે
તેને માટે દ્વેષ કરવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. અને એ જ રીતે જ્યારે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ
કશાંક શુભના સંપર્કમાં આવે છે ત્યારે તે અતિ ઉત્સાહી નથી થઈ જતી.
ઉદાહરણ તરીકે આપણે સૌ એક વૃદ્ધત્વની પ્રાકૃતિક પ્રક્રિયામાંથી
પસાર થઈએ છીએ કે જેમાં આ૫ણે સૌંદર્ય, આકર્ષણ અને શક્તિ ગુમાવી
બેસીએ છીએ. હવે આ એક પ્રાકૃતિક વાસ્તવિકતા છે તેમ છતાં આપણે તેને
ખરાબ કે અણગમાયુક્ત એવું નામકરણ કરી દઈએ તો એ નામને લીધે આપણી અંદર દુઃખ જન્મે છે.
આ જ બાબત કોઈ ઈજા કે માંદગીને પણ લાગુ પડે છે આપણે દુષ્ટ કે ખરાબ એવું નામ આપ્યું હોય
તે એ ૫ણ દુઃખ જન્માવે છે. ચોક્કસપણે નથી આપણે તે પરિસ્થિતીને નકારવાની કે નથી
તેને વધારીને રજુ કરવાની.
સ્થિતપ્રજ્ઞ કોઈપણ ૫રિસ્થિતિ સાથે એ રીતે કામ પાર
પાડે છે જે રીતે એક શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર તેની તપાસ દરમિયાન
તેણે એકત્રિત કરેલા તથ્યોની વાસ્તવિકતાને આધારે જ શસ્ત્રક્રિયા કરે છે. એ વીજળીના અતિ વાહક જેવું છે કે જેનું કામ માત્ર પોતાની શ્રેષ્ઠ ક્ષમતાથી
મુક્ત રીતે વિદ્યુત પ્રવાહને પસાર કરવાનું છે.
આપણે સામાન્ય રીતે પરિસ્થિતિ, વ્યક્તિ કે કાર્યોને વળગી રહીએ છીએ
અથવા તો તેનાથી દૂર ભાગીએ છીએ. આમાં વળગી રહેવાને રાગ તરીકે સમજવું સરળ છે પરંતુ દૂર
ભાગવું એ પણ એક પ્રકારનો રાગ જ છે; એ રાગ ઘૃણા પ્રત્યેનો છે. જયારે શ્રીકૃષ્ણ કહે છે
કે સ્થિતપ્રજ્ઞ એ રાગ મુક્ત છે ત્યારે તેનો અર્થ એ કે તે આસક્તિ અને ઘૃણા બંનેથી મુક્ત
છે.

Comments
Post a Comment