43. તટસ્થ રહેવું
આપણું જીવન આપણા
કે અન્યના કર્મો ને સારા કે ખરાબ એવું વિભાજન કરવાની આસપાસ
જ સતત ફર્યા કરે છે.
શ્રીકૃષ્ણ કહે છે
કે જે બુદ્ધિ યુક્ત થયો છે તે સારા અને ખરાબ બંને કર્મોનો ત્યાગ કરે છે (2.50), તેનો અર્થ એ થયો કે જ્યારે આપણે યોગ યુક્ત થઈએ છીએ
એટલે કે સમત્વ અને મધ્યમાં રહેવાનું કેળવીએ છીએ ત્યારે વિભાજન સમાપ્ત થઈ જાય છે.
આપણા મન પર આપણી
કુમળી વયે માતા-પિતા, પરિવાર કે મિત્રો દ્વારા કે જે ભૂમિ ૫ર આપણે જન્મ લીધો છે તે
દેશના કાયદા ને લીધે વિવિધ પ્રકારના કાચના ચશ્માં રૂપી આવરણો લાગી ગયા છે. આપણે આપણી
આસપાસની વસ્તુઓ કે કર્મોને આજ કાચમાંથી જોઇએ છીએ અને તેનો સારા કે ખરાબ એવું વર્ગીકરણ
કરીએ છીએ. જે રીતે ડાળીનો નાશ કરવાને બદલે મૂળ જ નાશ કરીએ એ રીતે યોગમાં આ પ્રકારના
આવરણો પોતાની મેળે જ તૂટી પડે છે અને પરિણામે આપણી વિભાજન કરવાની વૃત્તિ જ અદશ્ય થઇ
જાય છે તેથી આ૫ણે વસ્તુઓ ને જેવી છે તેવી જ રીતે તેમાં કોઈપણ પ્રકારના રંગો ઉમેર્યા
વગર તેને સ્વીકારીએ છીએ.
વ્યાવહારિક જગતમાં
આ પ્રકારે વિભાજન કરતા રહેવાથી આપણું માનસ સંકુચિત બને છે અને તેને
લીધે આપણે નિર્ણય લેતી વખતે કોઈ મહત્વની માહિતીને પણ અવગણીએ છીએ. મેનેજમેન્ટની ભાષામાં
જો કોઈપણ કાર્ય કે નિર્ણય અપૂરતી કે ખોટી રીતે સમજેલી માહિતી ને આધારે કરાય તો તે ચોક્કસપણે નિષ્ફળ જાશે.
મધ્યમાં રહેવું
કે કોઈ ચર્ચામાં ભાગ લેવા જેવું છે કે જેમાં વિદ્યાર્થીએ પોતે જ કોઈ મુદ્દાની તરફેણમાં
કે વિરોધમાં બોલવાનું હોય છે. જે રીતે કાયદામાં પણ આ૫ણે ચુકાદો આપતા પહેલાં બંને બાજુની
દલીલોને ધ્યાનથી સાંભળીએ છીએ. એમ કરવા માટે સ્વયંને દરેક જીવમાં અને દરેક જીવને સ્વયંમાં
જોતાં જોતાં અંતે દરેકમાં શ્રીકૃષ્ણના જ દર્શન થાય છે (6.29).
આમાં આપણે એવી ક્ષમતા
કેળવવાની હોય છે કે જેમાં આપણે કોઈપણ પરિસ્થિતિથી પોતાની જાતને તરત જ અળગી કરીને તેની
બંને બાજુ ને સમાન રીતે જોઈ શકીએ. જ્યારે આપણામાં આ ક્ષમતા વિકાસ પામે છે ત્યારે આપણે
ડારૂમા ડોલ (એક પ્રકારની જાપાનની ઢીંગલી) ની જેમ મધ્યમાં સ્થિર થઈ જઈએ છીએ.
જ્યારે કોઈ વ્યક્તિ ક્ષણ માત્ર પણ યોગમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે જે કંઈ પણ કર્મ કરે તે આપોઆપ સંવાદિત કર્મ થઈ જાય છે. આ રીતે જો આધ્યાત્મિકતા ને આંકડાશાસ્ત્રની ભાષામાં કહીએ તો તે સમયની એવી ટકાવારી છે કે જેમાં વ્યક્તિ સતત સંતુલિત જ રહે છે અને યાત્રા સો ટકા આગળ વધતી રહે છે.

Comments
Post a Comment