80. માયાની અભિવ્યક્તિ

 

જે રીતે ફરતા ચક્રને ફરતું રાખવા માટે એક સ્થિર ધરી ની જરૂર પડે છે, તેવી જ રીતે આ સતત પરિવર્તનશીલ એવા દ્રશ્યમાન જગતને તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક શાંત, અપ્રગટ અને અપરિવર્તનશીલ તત્ત્વની જરૂર પડે છે. આપણી જેમ અર્જુન પણ દ્રશ્યમાન એવા માનવ શરીરની કક્ષાએ હોવાથી પોતાના પરિવારજનોના મૃત્યુની ચિંતા કરે છે. પરમાત્મા રૂપી શ્રીકૃષ્ણ કે જે અત્યારે દ્રશ્યમાન સ્વરૂપમાં છે તેઓ સમજાવે છે કે શા માટે અને કેવી રીતે અવ્યક્ત તત્ત્વને પ્રગટ રૂપ લેવાની જરૂર પડે છે.

તેઓ કહે છે, “હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધાંય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું” (4.6). માયા કે જે એક વિચાર જ છે તેના દ્વારા અવ્યક્ત પ્રગટ થાય છે જેવી રીતે પરમાત્મા પ્રગટ થાય છે.  આમાં તફાવત માત્ર એટલો જ રહે છે કે તેમની ચેતનાની કક્ષા, ઇચ્છાઓ અને કરુણાનું સ્તર જુદું હોય છે.

શ્રીકૃષ્ણ આગળ કહે છે કે, "જ્યાં અને જયારે ધર્મનું પતન  થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરું છું (4.7). ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું" (4.8).

ગુરુજનો આ શ્લોક વિશે વાત કરીને દરેક વ્યક્તિને એ બાબતની ખાતરી આપે છે કે ધાર્મિક લોકોની રક્ષા કરવા માટે પરમાત્મા ક્યાંક નજીકમાં જ હોય છે. આ શ્લોકનો સાદો શાબ્દિક અર્થ એ જ થાય છે કે જ્યારે પૃથ્વી પર ધર્મ અથવા તો ધાર્મિકતાને હાનિ પહોંચશે અને અધર્મ કે દુષ્ટ તત્વોની વૃદ્ધિ થશે ત્યારે તેઓ પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવશે.  

મનના ઊંડાણમાં અમુક પ્રશ્નો ઉદ્ભવે જેવા કે ધર્મ અને અધર્મ એટલે શું, સાધુ પુરુષો કોને કહેવાય અને દુષ્ટ કોને કહેવાય અને તેની વચ્ચે ભેદ શો હોય છે?

 સાધુ પુરુષો કે દુષ્ટ લોકોની બાબતે તેમની જગ્યાએ તો તેમના સંતત્વ કે દુષ્ટ તત્ત્વના ગુણોની   જ રક્ષા કે નાશ કરવો જોઈએ. તેવી જ રીતે, ધર્મ અને અધર્મને તે શાશ્વત અવસ્થા તરફ અથવા તેનાથી દૂર વિરુદ્ધ દિશા તરફ જવું તે સંદર્ભમાં લઈ શકાય છે. માર્ગ પર દિશા બદલવા માટે, પરમાત્માની મદદની જરૂર છે.


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા