78. ઇચ્છાની શક્તિ
ઇચ્છાથી મોહિત
થયેલા એવા તુલસીદાસ પોતાની નવપરિણીતા પત્નીને મળવા આતુર હતા. રાત દરમિયાન નદી પાર કરતી વખતે એક શબ ને લાકડું
માની લીધું; સાપને દોરડું સમજી તેનો ઉ૫યોગ કરીને
દિવાલ ૫ર ચડીને જ્યારે તેની પત્નીને મળ્યા જ્યારે તેમની પત્નીએ તેમની મશ્કરી કરતાં કહ્યું કે આટલી ઇચ્છા તેમણે
ભગવાન રામને મેળવવા કરી હોત તો સારું થાત. તે ક્ષણે જ તેમનામાં પરિવર્તન થયું અને
આગળ જતાં તેમણે રામચરિતમાનસની રચના કરી. તુલસીદાસજીની આ કથા દ્વારા આપણે શ્રીકૃષ્ણની સલાહ કે જેમાં તેઓ ઇંદ્રિયોને
નિયંત્રણમાં લાવીને ઇચ્છાનો નાશ કરવાની વાત કરે છે (3.41) એ વધારે સરળતાથી સમજાઇ
જાય છે.
ઇચ્છાનાં બે
પાસાં છે. પહેલું છે કે જે હિંમત ની શક્તિ, દ્રઢતા અને જુસ્સો જે આપણી અંદર ઉત્પન્ન થાય છે અને બીજું છે તેની દિશા. જો
આ ઉર્જા બહારની દિશા તરફ વહે તો તે ઇંદ્રિયજન્ય ભોગ અને પદાર્થો મેળવવામાં છિન્નભિન્ન થઈ જાય. જ્યારે
કૃષ્ણ આપણને ઇચ્છાઓનો નાશ કરવાનું કહે છે ત્યારે તેઓ એમ નથી કહેતા કે આપણે
ઇચ્છાઓમાંથી બનતી ઉર્જાનો નાશ કરીએ તેના બદલે તેઓ માત્ર તુલસીદાસની જેમ તેને અંદરની બાજુ વાળવાનું કહે છે. જે રીતે કોઇ
ઉ૫ગ્રહને પોતાની ભ્રમણ કક્ષા સુધી ૫હોંચવા માટે શરૂઆતમાં રોકેટની જરૂર ૫ડે છે એ
રીતે ખૂબ પ્રયાસ માગી લેતી આધ્યાત્મિક યાત્રામાં ૫ણ ઇચ્છા જન્ય આ ઊર્જાની જરૂર ૫ડે
છે. એકવાર વ્યક્તિ શાશ્વત સ્થિતિમાં ૫હોંચી જાય ૫છી તેને માટે ઊર્જા અને દિશા મહત્વપૂર્ણ રહેતી નથી.
શ્રીકૃષ્ણ આપણને આપણી ઇંદ્રિયોને અનુશાસિત કરવાનું કહે છે કે જેથી આપણે આપણી ઊર્જાને
અંદરની તરફ વાળી શકીએ. આ બાબત સમજાવવા માટે તેઓ આપણને અધિક્રમ સમજાવે છે (3.42). જે રીતે એક પૂર્ણતા તેના વિભાજિત ભાગો કરતાં
વધારે મોટી હોય એ રીતે મન તેની બધી ઇંદ્રિયો કરતા શ્રેષ્ઠ છે. મન પણ લડવું અથવા
ભાગી જવું જેવી મર્યાદિત પ્રતિક્રિયાઓથી બંધાયેલું છે જે આ૫ણું પાશવી અસ્તિત્વ
ટકાવી રાખવા પૂરતું જ ઉ૫યોગી છે. જ્યારે બુદ્ધિ એ આ બધાની પરે છે અને આપણને પ્રાણીઓથી અળગા પાડે છે, તે મન કરતાં
પણ શ્રેષ્ઠ છે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે આત્મા એ બુદ્ધિ
કરતાં પણ શ્રેષ્ઠ છે અને આપણને સલાહ આપે છે કે આપણે તેનો ઉપયોગ કરીને ઇચ્છા નામના
શત્રુઓનો નાશ કરીએ જેને મન અને બુદ્ધિથી હણવો અતિ દુષ્કર છે (3.43).

Comments
Post a Comment