79. સમયથી ૫ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
ને સમજવા માટે આપણે એ બાબતની જાગૃતિ કેળવવી જરૂરી છે કે તેમાં બે કક્ષાઓ નું
સુસંગત મિશ્રણ જોવા મળે છે. શ્રીકૃષ્ણ ક્યારેક
તેમાં અર્જુનના મિત્ર અને માર્ગદર્શક તરીકે મનુષ્યનાં જીવનમાં બનતી રોજ-બરોજની
બાબતો સમજાવે છે, અને ક્યારેક તેઓ પરમાત્મા (ઇશ્વર) તરીકે રજૂ થાય છે અને એ
સ્થિતિમાં તેઓ કહે છે કે મેં આ અવિનાશી યોગ વિવસ્વતને આપ્યો હતો (4.1). જે ત્યાર પછી રાજ ઋષિઓને
કહેવાયો અને કાળ ક્રમે એ યોગ લુપ્ત પામ્યો (4.2).
વિવસ્વત એટલે સૂર્ય ભગવાન જે અહીં પ્રકાશનું
રૂપક સૂચવે છે અને કૃષ્ણ એ વાત સૂચવે છે કે
તેઓ પ્રકાશનાં અસ્તિત્વની પહેલા પણ હતા. વૈજ્ઞાનિક રીતે પણ એ બાબત આજે
સર્વસ્વીકૃત છે કે આ બ્રહ્માંડ પ્રકાશથી શરૂ થયું હતું અને બધા જ પદાર્થો તેમાંથી
ઉત્પન્ન થયા.
શ્રીકૃષ્ણ જે રાજ ઋષિઓની જ વાત કરે છે;
તેઓ બીજું કોઈ જ નહીં પરંતુ જુદા-જુદા સમયાંતરે
થયેલા બુદ્ધ પુરુષોની વાત કરે છે. આ જ્ઞાન લુપ્ત થઈ ગયુ કારણ કે સમય જતાં તે અનુભવની કક્ષાએ રહેવા કરતાં
કર્મકાંડની કક્ષાએ આવી ગયું; તેમાં અભ્યાસ ઓછો
અને મૌખિક વાતો વધી ગઈ અને તેમાંથી અનેક ધર્મો અને સંપ્રદાયો આકાર પામ્યા.
અહીં અર્જુન
પ્રશ્ન કરે છે કે શ્રીકૃષ્ણ કઈ રીતે સૂર્યને શીખવી શકે કારણ કે
તેમનો જન્મ તો પહેલા જ થયો હતો (4.4). તેનો જવાબ આપે છે કે આપણા બંનેના અનેક જન્મો થઈ ગયા છે એ બાબતથી નું અજાણ છે ૫રંતુ હું તે જાણું છું (4.5). માનવીય
કક્ષાએ અર્જુનનો આ પ્રશ્ન સ્વાભાવિક અને તાર્કિક છે. આ કક્ષાએ આપણે સમયને આધીન
જન્મ અને મૃત્યુનો અનુભવ કરીએ છીએ. આથી આપણને આપણા જન્મ પહેલા શું હતું કે આપણા
મૃત્યુ પછી શું હશે તેની કશી ખબર નથી હોતી.
શ્રીકૃષ્ણ નો જવાબ પરમાત્મા કક્ષાએથી આવેલો
જવાબ છે જે સમયની પર છે. અગાઉ શ્રીકૃષ્ણએ સમજાવ્યું છે કે આત્મા શાશ્વત છે અને તે
જેમ આપણે જૂનાં કપડાંનો ત્યાગ કરીને નવા ધારણ કરીએ છીએ એ જ રીતે તે ભૌતિક શરીર
બદલે છે. જે આ શાશ્વત સ્થિતિ સુધી પહોંચી જાય છે તે સમયથી પર થઈ જાય છે. દાખલા તરી કે પુષ્પને તેની ખીલવાની શક્તિનો
ખ્યાલ નથી હોતો જયારે એ શક્તિ તો તેનામાં પહેલેથી જ હતી અને તે પુષ્પના જીવનકાળ બાદ
પણ હશે.

Comments
Post a Comment