77. અરિસાની જેમ સાક્ષી ભાવ કેળવો
શ્રીકૃષ્ણ
સ્પષ્ટતા કરે છે કે,
"જેમ ધુમાડાથી અગ્નિ
અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. આ
અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન
ઢંકાયેલું છે" (3.38-3.39).
અગાઉ શ્રીકૃષ્ણએ
કહ્યું હતું કે ગુણો આપણને સંમોહિત કરવાની ક્ષમતા ધરાવે છે. રજોગુણમાંથી ઉત્પન્ન થતી ઇચ્છા પણ આ જ કરે છે.
તેઓ આગળ વિસ્તાર પૂર્વક જણાવે છે કે, “ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ - એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે; આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ
જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે” (3.40).
સાક્ષીભાવ નું
શ્રેષ્ઠ ઉદાહરણ એક દર્પણ છે. તેનું જ્ઞાન એટલું જ કે સામે આવેલ વ્યક્તિ કે
પરિસ્થિતિ ને કોઈપણ વર્ગીકરણ કર્યા વગર પરાવર્તિત કરે. એમ કરતી વખતે
નથી તેના પર કોઈ ભૂતકાળનો ભાર હોતો કે નથી હોતી ભવિષ્યની અપેક્ષાઓ અને તેથી જ તે
સદાય વર્તમાનમાં જ હોય છે. તેની અસરકારકતા ત્યારે જ ઘટે છે કે જ્યારે તેના આ જ્ઞાન
પર ધૂળનું આવરણ આવી જાય છે.
રૂપકની
દ્રષ્ટિએ જોઈએ તો આ દર્પણ એ આપણો મૂળભૂત સ્વભાવ છે અને તેના પર લાગી ગયેલી ધૂળ એ
આપણો ભૂતકાળનો સંચય છે જે આપણા અગાઉના પ્રેરિત કાર્યો અને ઇચ્છાઓને લીધે ભેગો
થયેલો હોય છે. એ જ રીતે જાણવાની ક્ષમતા પણ આપણો મૂળભૂત સ્વભાવ છે અને જેની કોઇ સીમા નથી પરંતુ આપણે આપણા એકત્રિત થયેલા
જ્ઞાન સાથે વધારે તદ્રુપ થઈ જઈએ છીએ. ટૂંકમાં કહીએ તો, આ ધૂળ એ આપણા ભૂતકાળ નો સંગ્રહ છે કે જેમાં જુનું
જ્ઞાન, સુખદ કે દુઃખદ સ્મૃતિઓ અને આપણે જેના પર
વધારે આધારિત હોઇએ છે એવા આપણા નિર્ણયોનો સમાવેશ
થાય છે. એ જ રીતે ઇચ્છાઓ પણ આપણા જ્ઞાન ને ઢાંકી દઈને આપણી આત્માને ભ્રમિત કરી
નાખે છે.
આપણે જો આપણા
કામના સ્થળે કે પરિવારમાં થતી અગત્યની વાતચીત ઉપર જરા ઊંડાણ પૂર્વક ધ્યાન આપશું તો
આપણને ખ્યાલ આવશે કે આપણે ભૂતકાળનો ઘણો બધો ભાર લઈને ફરીએ છીએ અને તેને લીધે
વર્તમાન ક્ષણનો યથોચિત ઉપયોગ કરવાનું અઘરું પડે છે, પરિણામે આપણી કાર્ય દક્ષતામાં ઘટાડો થાય છે અને ગેરસમજો ઉદ્ભવે
છે.
ભૂતકાળમાં જીવવું
એ દુઃખ છે અને તેની ચાવી એ જ છે કે આ૫ણે ભૂતકાળના ગુલામ ન બનીયે. જ્યાં સુધી આપણે આપણી
જાતને સભાનતાથી વર્તમાન ક્ષણ સાથે એકરૂપ ન કરી લઈએ ત્યાં સુધી આપણે તેનો સાધન તરીકે
ઉપયોગ કરી શકીએ.

Comments
Post a Comment