76. વાસનાથી સાવધ રહો

 

અર્જુન પૂછે છે કે, "તો પછી આ માણસ પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે” (3.36)? જ્યારે વ્યક્તિ માં જાગૃતિ નું પહેલું કિરણ પ્રવેશે છે ત્યારે તેને આ સર્વ સામાન્ય પ્રશ્ન થાય છે.

શ્રીકૃષ્ણ કહે છે કે, "રજોગુણમાંથી ઉદ્દભવેલો આ કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે, આને જ તું આ બાબતામાં વેરી જાણ" (3.37).

કર્મ પ્રત્યેની આસક્તિ એ રજોગુણની નિશાની છે અને તે ઇચ્છાને કારણે જ ઉદ્દભવે છે. જે રીતે ગાડીમાં તેની ગતિ રજોગુણ ને કારણે ઉદ્ભવે છે અને એક્સિલરેટર એ તો માત્ર તેને પામવાનું સાધન છે. એ જ રીતે ધીમું પડવું તે તમસ નો સ્વભાવ છે અને તેને માટે નું સાધન બ્રેક છે. વાહન ચાલક એ સત્વગુણ નું પ્રતિનિધિત્વ કરે છે જે સરળ અને સલામત સવારી માટે એક્સિલરેટર અને બ્રેક બંનેનું સંતુલન કરે છે. સ્પીડોમિટર એ જાગૃતિ માપન નું સાધન છે. જો સંતુલન ગુમાવી દેવાય તો અકસ્માત થવો સહજ છે.

 ભોગ વાસના એ પણ આપણા જીવનમાં સંતુલન નો અભાવ જ છે જેમાં આપણે માત્ર ક્ષણભંગુર સુખ મેળવવા માટે,  કોઈ વસ્તુ કે વ્યક્તિ ને પ્રાપ્ત કરવા માટે;  અથવા તો સત્તા કે પ્રતિષ્ઠા મેળવવા માટે આ૫ણે કેટલી બધી ઊર્જા વાપરી નાખીએ છીએ. જ્યારે આપણે આ ઇચ્છાઓ પાછળ પુષ્કળ ઊર્જા ખર્ચીએ છીએ ત્યારે આપણે તેના પરિણામો થી સંપૂર્ણપણે અજાણ હોઇએ છીએ. એકવાર જયારે તે આપણા પાર હાવી થઇ થાય પછી આપણું તેના પર કોઈ નિયંત્રણ રહેતું નથી. વણસંતોષાયેલી ઇચ્છા પાછળ સહજ રૂપે ક્રોધ જન્મે છે અથવા તો વ્યક્તિને સુખ પાછળ દુઃખ મળે છે.   

આ શ્લોકમાં કહ્યું છે કે ઇચ્છાઓ કદી સંતોષાતી નથી તેનો અર્થ એ કે આપણે તેને જેટલી સંતોષવા પ્રયત્ન કરીએ છીએ તેટલી જ વધે છે. ધનવાન વધુ ધન ઇચ્છે છે અને સત્તાધીશ ને સર્વસત્તાધીશ બનવું છે. યુક્તિ એ છે કે ઈચ્છાઓનું નથી દમન કરવાનું કે નથી તેને સંતોષવાની. તેથી શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે આપણે કામના કે ભયથી ગ્રસિત થઈ જઈએ ત્યારે આ બંનેથી બહુ જ ચેતવા જેવું છે આ બાબતની જાગૃતિ જ આ૫ણને આ બંનેની પકડમાંથી મુક્ત કરાવશે.


Comments

Popular posts from this blog

55. વિષચક્ર અને શુભચક્ર

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા