Posts

75. ધર્મ એક જ છે

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " સારી રીતે આચરવામાં આવેલા પરધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ સ્વધર્મ ઘણો ચઢિયાતો છે , સ્વધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે , જયારે પરધર્મ તો ભયપ્રદ છે" (3.35). આ શ્લોકની જટિલતા આપણા મનમાં સ્પષ્ટતા કરતાં શંકા વધારે જન્માવે છે. એક દ્રષ્ટિએ જોવા જતાં આ શ્લોક કુરુક્ષેત્રના યુદ્ધમાં પૂરે પૂરો અર્જુનને જ લાગુ પડે છે. અર્જુન એ યુદ્ધની ક્ષણ સુધી ક્ષત્રિય ધર્મનું પાલન કરતો હતો અને અચાનક જ પછીની ક્ષણે સંત બની જવાની ઇચ્છા રાખે છે. આ પ્રકારનું પરિવર્તન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને શ્રી કૃષ્ણ આ શ્લોકમાં એ જ કહેવા માંગે છે. જયારે ધર્મ કે વાસ્તવિકતા એક જ છે ત્યારે આપણે તેને જુદી-જુદી રીતે સમજીએ છીએ જેમ પેલી વાર્તાના પાંચ અંધ વ્યક્તિઓ તેમના સ્પર્શ દ્વારા એક જ હાથી ને જુદી-જુદી રીતે જુએ છે. જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે તો એ તેની વાસ્તવિકતા અથવા તો સ્વધર્મ છે. આ શ્લોક આગળ સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે છે તેણે તેને પગ અથવા પૂંછડી તરીકે સમજનાર લોકોના સુંદર રીતે પ્રસ્તુત વર્ણનને અપનાવવાનો પ્રયાસ કરવાને બદલે તેના પોતાના જ માર્ગને અન...

74. શ્રદ્ધા આનંદ લાવે છે

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " જે માણસો દોષદ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે , તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે" (3.31). શ્રદ્ધાને સામાન્ય રીતે વિશ્વાસ કે માન્યતાના અર્થમાં લેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે તેનાથી ઘણું જ પરનું છે. આ શ્રદ્ધાની સ્થિતિમાં આપણે સર્વ શંકાઓ થી મુક્ત થઈ જઈએ છે અને આપણા બધા જ પ્રશ્નો પણ ઓગળી જાય છે. માનવજાત એમ જ સમજતી હતી કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે અને આ માન્યતા ત્યાં સુધી ચાલુ રહી કે જ્યાં સુધી તેનાથી ઊલટી સ્થિતિ નું ભાન ન થયું. આ રીતે માન્યતા એ બહારની બાબતો પર અવલંબે છે જ્યારે શ્રદ્ધા એ આંતરિક ગુણ છે. બીજું , કે માન્યતા તેના જ વિરોધી દ્વંદ્વ અમાન્યતા સાથે અસ્તિત્વ ધરાવે છે જ્યારે શ્રદ્ધા એ બંનેને અતિક્રમી જાય છે. ત્રીજી બાબત શ્રદ્ધા એ અંધવિશ્વાસ થી ભિન્ન છે કે જેમાં વ્યક્તિ તેની માન્યતા ની વિપરીત બાજુ સાંભળવા જ નથી ઇચ્છતી. શ્રદ્ધામાં બધી બાબતોનું એકત્વ સાધવા નું હોય છે. માન્યતા કે વિશ્વાસ એ ઉછીના લઇ શકાય, જ્યારે શ્રદ્ધા તો શુદ્ધ રૂપે અનુભવ કેન્દ્રી હોય છે. સમગ્રતા ને ગ્રહણ કરવા માટે વિરોધાભાસને પણ સમજવા અનિવાર્ય હોય ...

73. સમર્પણની કળા

Image
  શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે , " મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો , મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર" (3.30). આ શ્લોકએ ગીતાનો સાર છે અને આપણને દૈનિક જીવન ના ઘણા સંદેહોના ઉકેલ મળે છે. આપણો પહેલો સંદેહ છે કે 'આપણે શું કરવું', અને એ એટલા માટે ઉદ્ભવે છે કે આપણે જે કરી રહ્યા છીએ તેનાથી ખુશ નથી હોતા અને આપણને એમ લાગે છે કે આનંદ કોઈક બીજી ક્રિયામાં છે. આ શ્લોક આપણને સમજાવે છે કે ' જે કામ તમારા હાથ પર છે તેને આપણી શ્રેષ્ઠ ક્ષમતાથી કરો' પછી ભલે તે આપણે પસંદ કર્યું હોય કે આપણા પર થોપવામાં આવ્યું હોય. એ કુ રુ ક્ષેત્રના યુદ્ધ જેટલું ક્રૂર અને જટિલ પણ હોઈ શકે કે જેમાં યા તો વ્યક્તિ મૃત્યુ પામે છે યા મારે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, આપણી જટિલ માનવ સંરચના એક કોષમાંથી ઉત્ક્રાંતિ પામી છે જ્યાં દરેક ક્રિયા (૫રિવર્તન) અગાવની ક્રિયા સાથે જોડાયેલી છે. તેથી જ હાથ ૫રની કોઇ ૫ણ ક્રિયા હંમેશા ભૂતકાળની ક્રિયાઓની શ્રેણીના પરિણામ રૂપે હશે કેમકે કોઈ એકલ ક્રિયા નથી. બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે 'કેવી રીતે કરવું...

72. ધારણાઓના કેદી

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે ; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે" (3.29). ગુણો જ વાસ્તવમાં સાચા કર્તા હોવાની સાથે-સાથે તેઓમાં આપણને સંમોહિત કરવાની અને આપણને એવી રીતે અભિમંત્રિત કરવાની ક્ષમતા હોય છે કે આપણે આપણો સાચો સ્વભાવ ભૂલી જ જઈએ છીએ. જ્યાં સુધી આપણને એ ભાન નથી થતું કે આપણે તેના વડે અભિમંત્રિત છીએ ત્યાં સુધી આપણે મંત્રમુગ્ધ જ રહીએ છીએ. શ્રી કૃષ્ણ અજ્ઞાનીઓ અને જ્ઞાનીઓની વાત કરે છે. અજ્ઞાની લોકો ગુણોની માયા હેઠળ સંમોહિત હોય છે અને તેઓને એમ જ લાગે છે કે તેઓ જ કર્તા છે (3.27) અને તેથી તેઓ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા ,   ક્યાંક પોતાનું મહત્વ વધારવા , કે લોકોનું ધ્યાન ખેંચવાની ઇચ્છા ધરાવતા હોય છે અને પદ-પ્રતિષ્ઠાને માટે લડાઈ કરે છે. સાથે-સાથે તેઓ પોતાના પરિવાર , કામની જગ્યાએ કે સમાજમાં અન્ય લોકોને પણ કર્તા માને છે અને એવી અપેક્ષા રાખે છે કે તેઓ પોતાની અપેક્ષા પ્રમાણે વર્તન કરે અથવા તો કર્મ કરે. આ કાયમી અપરાધ ભાવ , ૫સ્તાવો , ગુસ્સો અને સતત ઝુલતા સફળત...

71. ગુણોની પરસ્પર પ્રક્રિયા

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે , છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની ' હું કર્તા છે ' એમ માને છે (3.27). ગુણવિભાગ અને કર્મવિભાગના તત્ત્વને જાણનારા જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો" (3.28). સમગ્ર ગીતામાં વણાયેલ એક સર્વ સામાન્ય વાત એ છે કે બધા જ કર્મો એ ગુણો વચ્ચે ની પરસ્પર પ્રક્રિયાઓ જ છે. સત્વ , તમો અને રજો આપણામાંના દરેકમાં જુદા-જુદા ભાગે વિદ્યમાન છે. સત્વગુણ એ જ્ઞાન સાથેની આસક્તિ છે ; રજોગુણ એ કર્મ સાથેની આસક્તિ છે અને તમસ આપણને અજ્ઞાનતા અને આળસ તરફ લઈ જાય છે. અત્રે એ બાબત નોંધનીય છે કે કોઈ ગુણ બીજા કોઈપણ ગુણ કરતા વધારે સારો કે ખરાબ નથી ; એ માત્ર ગુણ જ છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિમાં રજોગુણની માત્રા વધારે હશે તો તેઓ સતત ક્રિયાશીલ જ રહેશે અને તેઓ પૂરતી ઊંઘ નહી કરી શકે આ રીતે ઊંઘ વા માટે તેઓને તમસની જરૂર પડશે. બીજી બાબત એ કે આપણે વર્તમાન ક્ષણમાં આપણા પર પ્રભુત્વ જમાવવાર ગુણ બાબતે જાગૃત થવાની જરૂર છે. ઉદાહરણ તરીકે તમસની અસર હ...

70. સમયને તક આપો

Image
  એક ફળ વિકસિત થઇ અને પાકે ત્યાં સુધી જરૂરી પોષણ પોતાના પાલક વૃક્ષમાંથી મેળવે છે. પરંતુ પાકી ગયા બાદ તે વૃક્ષ થી અળગું થઈને પોતાની સ્વતંત્ર યાત્રા આરંભે છે. વૃક્ષ થી મુક્ત થવાની આ યાત્રા દરમિયાન ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય છે અને અંતે સ્વયં એક વૃક્ષ બનવાનું હોય છે. ત્યારે બીજી બાજુએ એક અપરિપક્વ ફળ , તે પાકે નહીં ત્યાં સુધી તેના પાલક વૃક્ષ સાથે તેને જોડાઇને રહેવું પડે છે. એક પાકેલા ફળે કોઈ અપરિપક્વ ફળને વૃક્ષ છોડવા માટે લલચાવવું જોઈએ નહીં કારણ કે તે હજી સ્વતંત્ર યાત્રા માટે તૈયાર નથી. તે જો જરૂરી પોષણ મેળવવા માટે પાલક વૃક્ષ પર પૂરતો સમય નહીં ગાળે તો તે નાશ પામશે. તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે , " પરમાત્માના સ્વરૂપમાં અચળભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે ; પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળાં કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે" (3.26) . આ વાત કૃષ્ણની એ જ વાત નો વિસ્તાર છે કે જેમાં કૃષ્ણ એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ બળપૂર્વક પોતાની કર્મેન્દ્...

69. અભિનેતા ૫ણ અને પ્રેક્ષક ૫ણ

Image
  આપણા રોજિંદા જીવનમાં કાં તો આપણે કોઈ ક્રિયાથી આસક્ત થઈ જઈએ છે અથવા તો આપણે તેનાથી વિરક્તિ (અણગમો કે નીરસતા ) અનુભવીએ છીએ. તેને બદલે શ્રીકૃષ્ણ એક ત્રીજી સ્થિતિની વાત કરે છે - અનાસક્તિ , જે આ બંનેની પર છે. તે કહે છે કે , " કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે , આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે" (3.25). આસક્તિ કે વિરક્તિને આધારે થયેલા કર્મો આપણને દુઃખી કરી શકે. પ્રિયજન (આસક્તિ) ની હાજરી આપણને ખુશ કરે છે અને તેની ગેરહાજરી આપણને દુઃખી કરે છે. તે જ રીતે આપણને ન ગમતી વ્યક્તિ (વિરક્તિ) ની હાજરી આપણને દુઃખી કરે છે અને તેની ગેરહાજરીથી આપણને શાંતિ મળે છે. આ બંને, આસક્તિ કે વિરક્તિ આપણને સુખ અને દુઃખ ના દ્વંદ્વ વચ્ચે સતત ઝુલાવતી રહે છે. તેથી શ્રી કૃષ્ણ આપણને બંનેથી પર થઈ અનાસક્ત ભાવે કર્મો કરવાનું કહે છે. જ્યારે કર્મો અનાસક્તિ ભાવે થાય છે ત્યારે કરુણા નો પ્રવાહ વહેવા લાગે છે જેને જગત કલ્યાણ સમાન ગણી શકાય . પરંતુ જ્યારે કર્મો આસક્તિ અથવા તો વિરક્તિ ભાવે કરવામાં આવે છે   ત્યારે તે એક કચરા ગાડીની જેમ સર્વત્ર કચરો જ ઠાલવે છે અન...